Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પંથકમાં વીજ બીલના બાકીદારો સામે તંત્રનો સપાટો 

25 February

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા મેગા ડિસકનેકશન ડ્રાઈવ : વીજ બીલ ભરવામાં વિલંબ કરતા ગ્રાહકોના કપાયા જોડાણ : ભચાઉ શહેેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની ટીમોએ નાખ્યા ધામા : સમયસર વીજ બીલ ન ભરતા ગ્રાહકોમાં ફલાયો ફફડાટ 


ભચાઉ : નાણાકીય વર્ષ ર૦ર૪-રપ પૂણતાભણી પહોંચ્યું છે ત્યારે પશ્ચિમ ગુજરાત કંપની લિ. દ્વારા વીજ બીલના બાકી નાણાંની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે પીજીવીસીએલની ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા મેગા ડિસ કનેકશન ડ્રાઈવર હાથ ધરવામાં આવી છે. વીજ તંત્રની ટીમો દ્વારા ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ બીલ ભરવામાં વિલંબ કરતા ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. તંત્રના સપાટાથી સમયસર વીજબીલની ભરપાઈ ન કરતા વીજ કનેકશન ધારકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ બીલના ચડત લેણાની વસૂલાત માટે આજે વીજ કનેકશન કાપવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બહારથી બોલાવવામાં આવેલી ટીમો સાથે સ્થાનિક વીજ તંત્રની ટીમોએ બાકી વીજ લેણા ધરાવતા ગ્રાહકોના વીજ કનેકશનો કાપી દેવામાં આવ્યા હતા. તંત્રએ જણાવ્યું હતું કે, લોકો વીજ બીલની રકમ ભરવામાં વિલંબ કરતા હોય છે. બાકીદારોના વીજ જોડાણો એકવાર કપાયા બાદ પુનઃ જોડાણ કરાવવા માટે ગ્રાહકે પેટા વિભાગીય કચેરીએ જઈ રિ-કનેકશન ચાર્જ ભરતી વખતે ઈ-કેવાયસી કરાવવાનું ફરજીયાત રહેશે. 
આધારકાર્ડ અને પ્રોપર્ટીને લગતા પુરાવાઓ રજૂ કરી ઈ-કેવાયસી કરાવવાનું હોવાથી આ પ્રક્રિયાથી બચવા વીજબીલની રકમ ઓનલાઈન અથવા ઓફિસે જઈ સમયરસ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી. તંત્રની સઘન ઝુંબેશથી વીજબીલ ભરવામાં વિલંબ કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકોએ વીજબીલ ભરીત દેવા દોટ મૂકી હતી. ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા આજે ૧૯ ટીમો ઉતારવામાં આવી હતી. મુખ્ય ઈજનેર શ્રી ચૌધરી, કાર્યપાલક ઈજનેર શ્રી ગોહિલ, નાયબ ઈનજેર શ્રી ગોસ્વામી અને શ્રી પટલે તેમજ એકાઉન્ટ ઓફિસર શ્રી મહેશ્વરીએ વીજ ગ્રાહકોને સમયસર નાણા ભરપાઈ કરી દેવા અનુરોધ કર્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM