Trending News
સ્થાનિક સમાચાર

રાપર-ભચાઉ નપાના પ્રમુખપદ માટે ર૭મીએ સામખીયાળીમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરાશે

25 February

૧ માર્ચ સુધીમાં નવા સુકાનીઓના નામોની થઈ જશે ઘોષણા




પ્રદેશ નિરીક્ષકો આવશે કચ્છ : સંભવત ઉમેદવારોના અલગ અલગ રીતે પક્ષની પ્રક્રીયા અનુસાર મેળવાશે સેન્સ : બન્ને નગરપાલીકાનાઓના સામખીયાળી મધ્યે જ લેવાશે સેન્સ : મજબુત અને સક્ષમ સંભવિત ઉમેદવારો દ્વારા લોબીંગ કરાયુ તેજ




ગજેન્દ્રભાઈ સકસેના તથા શ્રી ભારતસીહભાઈ ભટ્ટેસરીયા નીરીક્ષક તરીકે ર૭મીએ સામખીયાળી મધ્યે રાપર-ભચાઉ ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક, સત્તાપક્ષન નેતા સહિતનાઓના મામલે મેળવશે સેન્સ




ગાંધીધામ : ગુજરાતમાં તાજેતરમાં જ જુનાગઢ મનપા તથા ૬૬ નગરપાલીકાઓમાં ચૂંટણીઓ સંપન્ન થવા પામી છે. અને હવે તેમના પ્રમુખોની વરણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામા આવી રહી છે. આજથી એટલે કે તા. રપમી ફેબ્રુઆરીથી ર૭મી ફેબ્રુઆરી સુધીમાં આ માટેની સેન્સ પ્રક્રીયાનો આરંભ કરી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે,  નગરપાલીકાના પ્રમુખપદની પસંદગી પ્રક્રીયા રાજયભરમાં શરૂ થવા પામી રહી છે. કચ્છની રાપર તથા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદના દાવેદારો માટેની પણ પ્રક્રીયા પણ આરંભાઈ રહી છે. આગામી ર૭મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશ નિરિક્ષકો કચ્છ પધારી રહ્યા છે. બન્ને નગરપાલીકા માટે બબ્બે પ્રદેશ નિરીક્ષકો ર૭મી ફેબ્રુઆરીના કચ્છ આવશે અને સામખીયાળી મધ્યે આ બન્ને નગરપનાલીકાના પ્રમુખોના સેન્સ લેવામા આવનાર હોવાનુ શ્રી દેવજીભાઈએ જણાવ્યુ હતુ. નોધનીય છે કે, ભાજપની  આગામી ર૮મી ફેબ્રુઆરી તથા  માર્ચના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી મળવાની હોવાથી તેમાં આ પ્રમુખ પદના નામોને અંતિમ કરવામાંઆવશે. એટલે ૧લી માર્ચ બાદ અથવા તો સુધીમાં નવા સુકાનીનીઓની જાહેરાતન થવા પામી જશે. ગુજરાતના જુનાગઢ મનપાને મેયર તથા ૬૬ નગરપાલીકાઓને પ્રમુખ મળવા પામી જશે તેમ જણાઈ રહ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM