Trending News
સ્થાનિક સમાચાર

ભુજના હોસ્પિટલ રોડ પર મકાનમાંથી ૬.૪૮ લાખની તસ્કરી 

25 February

ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો બન્યા બેફામ 






મકાન માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને વાસણો ઉઠાવી જવાયા 



ભુજ : શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવારા લુખા તત્વો બેફામ બન્યા હોય તેમ એકબાદ એક પોલીસને પડકાર આપતી ઘટનાઓ સામે આવી રહી છે. કેમ્પ એરિયામાં મોલ પાસે યુવતીની છેડતી કરવાના ગુનામાં આરોપી મળતા નથી. તો રાજેન્દ્રનગરમાં નજીવી બાબતે યુવાનનું ખૂન કરી દેવાયું અને હવે પોસ વિસ્તાર ગણાતા હોસ્પિટલ રોડ પર આવેલ જલારામ સોસાયટીમાંથી બંધ મકાનમાં તાળા તોડી ૬.૪૮ લાખની ચોરી કરવામાં આવી હતી.  આ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો હાલ મસ્કત, ઓમાનમાં રહેતા અને ભુજમાં હોસ્પિટલ રોડ પર જલારામ સોસાયટીમાં મકાન નં.૧૪બીમા રહેતા કૃષ્ણકુમાર ધરમસિંહ સોમૈયાએ જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે ૪૮ વર્ષથી વિદેશ રહે છે. વર્ષના એકાદ-બે વખત ભુજ આવે છે. મકાનને તાળું મારી દેખરેખ માટે ચાવી નાના ભાઈ જયેશને આપી છે. ચાર ફેબ્રુઆરીના તેઓ અમદાવાદ દવા લેવા આવ્યા હતા ત્યારે ડોક્ટરે સારવાર માટે રોકાવવાની સલાહ આપી હોવાથી ભાઈને ફોન કરી મકાનની સાફસફાઈ કરવા જણાવ્યું હતું. ૧૯ ફેબ્રુઆરીના તેઓ ભુજ આવ્યા ત્યારે મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો અને પાછળનો દરવાજો પણ બંધ હતો. વચ્ચે દરવાજો તુટેલો હતો. ઘરમાં જતા સામાન વેરવીખેર હતો. સામાનની ખરાઈ કરતા ચાંદીનો રોટલી ડબ્બો, ચાંદીની ડીસ, ચાંદીની મૂર્તિ, ચાંદીનો દીવો, ચાંદીનો બાઉલ, ચાંદીનો થાળીનો સેટ, ચાંદીની પાયલ, ચાંદીનો મગ, ચાંદીનું સિંહાસન, ચાંદીન મૂર્તિ, ચાંદીની આરતી, ચાંદીનો વાટકો, ચાંદીનો જગ, ચાંદીની ટ્રે, ચાંદીના ગ્લાસ, ચાંદીની પોંચી તેમજ સોનાની દોઢ તોલાની વીટી જોવા મળી ન હતી. ૬.૪૮ લાખના મુદ્દામાલની કોઈ ચોર ઈસમો દ્વારા ૭થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન ચોરી કરવામાં આવી હોવાની હકીકતો સાથે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. બી-ડિવિઝન પીઆઈ જે.કે. મોરીએ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM