Trending News
સ્થાનિક સમાચાર

સુરત પોલીસનો ધાક બેસાડતો દાખલો આદીપુર-ગાંધીધામના પૈસાદાર મા-બાપના વંઠેલા નબીરાઓ સામે કયારે થશે?

23 February

નબીરાઓના ‘વાલીઓ’ સામે ગુનો ફોજદારી કેમ નહીં ?




સીનસપાટા સાથે મોંધીદાટ કાર ચલાવનારા અન્ડર એજ સહિતના નબીરાઓએ ન માત્ર સુરત પોલીસે શબક શીખવાડયો બલ્કે, તેમને મોંઘીદાટ ગાડીઓની ચાવીઓ હાથમાં સોપી અને આડેધડ સ્ટંટ કરવાની સીધ કે પરોક્ષ છુટ આપી દેનારા વાલીઓ સામે પણ નોંધી દીધો ગુનો : અહી પણ અંતરજાળ-શિણાય રોડ પર બેફામ ગાડીઓ હંકારતા નબીરાઓ સામે ગુનો નોંધાયો છે પરંતુ તેમના વાલીઓ સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી? તેના પાછળનુ રહસ્ય શું? કેમ આવા ફાટીને ફુલેકે ગયેલા નબીરાઓના વાલીઓ સામે પણ ફોજદારી રાહે કામગીરી પૂર્વ કચ્છ પોલીસ વેળાસર જ ન કરે..!



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં પૈસાદાર મા-બાપની બગડેલી-વંઠેલી ઔલાદોના કારનામાઓ સમયાંતરે ચર્ચાનું કારણ બનતા જ રહેતા હોય છે. હાલમાં પણ શહેર-સંકુલના આવા જ પૈસાદાબ માવતરના બગડેલા ઓલાદો પીતાના પૈસે તાગડધિન્ના કરતા હોય, પિતાના પૈસાનુ પ્રદૃશન કરવા જાણે કે મોંધી-મોંધાી ગાડીઓ લઈને રસ્તા પર યમદુત સમાન બેફામ સ્ટાઈલમાં હંકારી અને રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોના જીવને માટે જોખમ જ ઉભા કરી દેતા સ્ટંટ બાજી કરી એક કરતા બીજો ચડીયાતો હોવાની દેખાદેખીના પ્રદૃશનો કરતા હોવાની ઘટનાઓથી શહેરીજનો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
 આવામાં તાજેતરમાં જ આ પ્રકારની ઘટના શાળાના ફેરવેલ કાર્યક્રમમાં જતી વખતે ધો.૧રના વિદ્યાર્થીઓએ એરગન સાથે મોંઘીદાટ ગાડીઓ ફુલ ઓવરસ્પીડમાં હંકારી રાહદારીઓ સહિતના જીવને જોખમ ઉભુ થાય તે રીતે સ્ટન્ટ કર્યાની બનવા પામી હતી. પહેલા આ ઘટનાની વાત કરીએ તો  શહેરમાં અંતરજાળ-શિણાય રોડ પર બેફામ કાર ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંદૂક સાથે સ્ટન્ટ પણ કરવામાં આવ્યા હતા. આ મામલે આદિપુર પોલીસે ત્વરીત કાર્યવાહી કરી તપાસ કરતા પાંચ યુવકોની અટકાયત કરી છે. જ્યારે ૧૦ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર હોવાથી નોટિસ આપવામાં આવી હતી. છ વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આ પ્રકરણમાં કાયદાના સંઘર્ષમાં આવેલ ૧૦ કિશોરને પકડ્યા હતા. ૪૪.પ૦ લાખના ૬ વાહનો અને બે એરગન કબજે કરવામાં આવી હતી. જાહેર માર્ગ પર સ્ટન્ટ કરી રીતસર ભય ફેલાવતા યુવકોને પકડી પોલીસે માફી મંગાવી હતી. ઉપરાંત દરમિયાન પોલીસે સરકાર તરફે ગુનો પણ દાખલ કર્યો હતો. જાહેર માર્ગ પર બેફામ વાહન ચલાવી બંદૂક જેવો હથિયાર બતાવી લોકોને ત્રાસ થાય તે રીતેનું કૃત્ય કરવા સબબ આ પ્રકરણમાં કાર્યવાહી પ્રારંભીક તબક્કે થવા પામી છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે, આટલી મોંઘીદાટ ગાડીઓ અન્ડરએજ છોકરાઓને ચલાવવા આપી કોણ? પેસાદાર મા-બાપની બગડેલી ઓલાદોએ કઈકના જીવ જોખમમાં મુકતી બેફામ ડ્રાઈવીંગ સાથેના સ્ટેંટ કર્યા કયારે? જયારે કે તેમના વાલીઓ અને માવતરએ તેમના હાથમાં આવી ગાડીઓની ચાવી થમાવી દીધી? અહી વિચાર માંગી લેતો વિષય તો એ જ છે કે, આ પ્રકરણમાં ૧૦ જેટલા તો કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવ્યા છે, અન્યોની સાથેોસાથ આ અન્ડરએજ કિશોરોને ગાડીઓની ચાવી જે માવતરે થમાવી દીધી છે તેમની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરવી ખુબજ અનિવાર્ય બની રહી છે. અહી જણાવી શકાય કે, આવો જ કિસ્સો અહી બન્યા બાદ સુરતમાં પણ બનવા પામ્યો છે અને ત્યાં પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી ન માત્ર આવા ફાટીને ધુમાડે ગયેલા નબીરાઓ બલ્કે તેમને મોંઘીદાટ ગાડીઓની ચાવી હાથમાં સોપી દેનારા વાલીઓની સામે પણ દાખલારૂપ કહી શકાય તેવી કાર્યવાહી કરી દેખાડી છે. સુરતમાં આવા જ વિદ્યાર્થી નબીરાઓની સામે કડક કાર્યવાહી કરાઈ છે. અહી રર જેટલી લકઝરીયસ ગાડીઓ સાથે આ નબીરાઓને સ્ટેંટ કરવાના પરીણામો ભોગવવા જ પડયા છે પરંતુ આ વંઠેલી ઓલાદોના સ્ટંટ તેમના વાલીઓને પણ ભારે પડી જવા પામ્યા છે. કારણ કે અહી તો ઝડપાયેલા કિશોરો અને યુવાનો ઉપરાંત ત્રણ વાલીઓની સામે પણ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ કામગીરી પોલીસે સુરતમાં કરી દેખાડી છે તેવી જ આદીપુરના કિસ્સામાં પણ થવી જોઈએ જેથી કરીને વાલીઓ પણ બેદરકારી દાખવતા બંધ થઈ જાય. બીજી વખત વાલીઓ પોતાના આવા મોંઘા વાહનો નબીરાઓને રોડ-રસ્તા પર પૈસાના પ્રદૃશન માટે આપતા પહેલા ૧૦૦ વખત વિચાર કરતા થઈ જાય.. સુરતમાં જયારે પોલીસે આ ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે તો ગાંધીધામ-આદિપુરમાં પોલીસે આ મુજબની વાલીઓની પણ બેદરકારી ફીટ કરતી કાર્યવાહી કયારે કરશે? તેવો સવાલ સહેજ સહેજ હવે ઉઠવા પામી રહ્યો છે. 



.......................

Comments

COMMENT / REPLY FROM