Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ગોઝારો અકસ્માત થતાં સહેજમાં બચ્યો

22 February

આરટીઓ અને પોલીસનું એક જ સુત્ર, અપના કામ બનતા કયા કરેગી જનતા ...




નફટાઈની તમામ હદ વટાવતા ખાનગી પેસેન્જર વાહન ચાલકો ડોલર હોટલના  ફાટક પાસે ફાટક બંધ થાય તે પહેલા બસ અંદર ઘુસી ગઈ, સામેનું ફાટક બંધ થઈ જતાં બસને અંદર વાળવી પડી 



ભુજ : તાલુકાના કેરા પાસે મુંદરા રૂટની લક્ઝરી બસે સર્જેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા અને રપથી વધુ લોકોને ઈજાઓ થતાં દર્દ સહન કરવાનો વારો આવ્યો છે. અનેક પરિવારો હાલમાં યાતના ભોગવી રહ્યા છે. અકસ્માત પાછળ દેખીતી રીતે આરટીઓ, ટ્રાફિક પોલીસ, એસટી સહિતના વિભાગો જવાબદાર છે. લોકો કાર્યવાહી માટે આક્રોશ વ્યકત કરી રહ્યા છે. પરંતુ રાજકીય વગદારોની દોડતી ખાનગી લક્ઝરી બસો સામે તંત્ર કેટલું ઘુટણીએ તે સ્પષ્ટ જોઈ શકાય છે. કારણ કે, હજુ ગઈકાલે અકસ્માત થયો તેને ર૪ કલાક પણ નથી થયા ત્યાં ભુજની ભાગોળે મોટી ઘટના બનતા અટકી ગઈ છે. ભુજ - ખાવડા રૂટ પર ચાલતી ખાનગી લક્ઝરી બસના ચાલકે ઉતાવળે પહોંચવા માટે ફાટક બંધ થાય તે પહેલા બસને ટ્રેક પર ઘુસાડી દિધી હતી. જો કે, સામેનો ફાટક બંધ થઈ જતાં બંને ફાટક વચ્ચે બસ ફસાઈ ગઈ હતી. રેલવેના સતાવાળાઓએ ઠપકો આપતા બસને સાઈડમાં આડી કરી લેવાઈ હતી. આ દરમિયાન જ દેશલપરથી આવેલી માલગાડી પસાર થઈ, ખાનગી વાહન ચાલકોની આ પ્રમાણેની બેદરકારી બીજા દિવસે પણ પ્રવાસીઓનો ભોગ લેત. બસ નંબર  જી.જે. ૧ર એઝેડ ૦૪૧૩ ફાટક પર આડી રાખવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે હાજર વાહન ચાલકોએ આરટીઓ અને ટ્રાફિક પોલીસની લાપરવાહી સંદર્ભે સવાલ ઉઠાવી તંત્ર હજુ પણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા.

Comments

COMMENT / REPLY FROM