ભચાઉના ચોપડવાના ખાતર કૌભાંડનો હળવદમાં પડધો : મોરબી ડીડીએની લાલઆંખ : ઘોટાળા ખુલ્યા : પરવાનો રદ
સરકારી ખાતરના કાળા બજારીઓ પર તવાઈનો આરંભ
જિલ્લા ખેતીવાડી વિભાગ કચ્છથી સંકલન સાધી કરાઈ કાર્યવાહી : સ્ટોક અને રજીસ્ટ્રરના આંકડાઓમાં ફેરફાર આવતા શીવ એગ્રેોવાળાનું લાયસન્સ કાયમી ધોરણે કરી દેવાયુ રદ : નોધનીય છે કે, કચ્છના નાયબ ખેતીવાડી અધિકારીશ્રીએ પણ કોડાય ખાતર પ્રકરણ વખતે આ જ રીતે ઘોટાળા કરનારા એગ્રોવાળાના આઠથી વધુ પરવાનો ધડાધડ કરી દીધા હતા રદ : ખાતર ચોરી કરનારી ટોળકીમાં મચી છે દોડધામ
હવે પોલીસતંત્રની કાર્યવાહી પર સૌની ચાંપતી નજર પ્રકાશ પટેલ અને ચંદ્રેશ પકડાયા બાદ કડક કાર્યવાહી થાય છે કે અગાઉ જે રીતે અંજારના લાખાપરના કેસમાં પ્રકાશને જામીન મળી ગયા હતા તે જ રીતે પુનઃ સેટીંગથી બધી જ ગોઠવણીઓ આ પ્રકાશ કરી જશે : ભોગગ્રસ્તોમાંથી ઉઠતા સવાલો
ભચાઉના ચોપડવા પાસે એફઆરઆઈમાં નામ આવતા, શીવ એગ્રો શકિતનગર હળવદની સ્થળ તપાસ કરતા સ્ટોક મિચમેચ જેવી કેટલીક ક્ષતીઓ સામે આવતા તરત જ હાલમં લાયસન્સ રદ કરી દીધું છે, સમ્પેલ અહેવાલ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે : શ્રી કેતનભાઈ પરવાસીયા
ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ગુજરાતના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વરા રાજયના ખેડુતોને મદદરૂપ થવા માટે નીતનવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે. સરકારી યુરીયા સહિતના ખાતરો રાહત દરે ખેડુતોને ઉપલબ્ધકરાવવા સરકાર કેટલી મહેનત કરી રહ્યા છે ઉપરાંત પણ ખેડુતોને સરકારી ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા અછતની સ્થિતીનો સામનો કરવાનો વારો આવતો હોય છે, જયારે બીજીતરફ અમુક કિસ્સાઓમાં કેટલાક બની બેઠેલા ખાતર માફીયા તત્વો યુરીયા સહિતના સરકારી ખાતરની ધુમ કાળા બજારી કરતા ફરી રહ્યા છે.
કચ્છમાં પણ સરકારી ખાતરની કાળાબજારીની કિસ્સાઓ છુટાછવાયા પકડાઈ રહ્યા છે ત્યારે પાછલા ત્રણેક માસમાં જે અલગ અલગ ઘટનાક્રમો સામે આવ્યા છે તેમાં એકના એક વ્યકિતની સંડોવણીઓ ખુલી રહી છે અને તે જ ટોળકી ખાતર ચોરીમાં સક્રીય હોવાનુ સામે આવી રહ્યું છે. પ્રકાશ પટેલ સિતનાઓના નામો યુરીયા સરકારી સબસીડીવાળા ખાતરના પ્રકરણમાં તાજેતરમાં જ ભચાઉના ચોપડવા પાસે પકડાયેલી ૧૬૦ જેટલી બેગોમાં નામે સામે આવ્યા છે. વાહન, સરકારીખાતર સાથે બે શખ્સોને પકડી પાડવામા આવ્યા અને તેની પુછતાછ કરવામા આવતા સરકારી ખાતર હળવદના શિવ એગ્રો શકિતનગર પાસેથી ભરાયો હોવાનુ સામે આવતા કચ્છના ખેતીવાડી વીભાગ દ્વારા હળવદ ખેતી વાડી અધિકારી સાથે સંકલન સાધવામાં આવ્યુ અને ચોપડવા ખાતર પ્રકરણનો પડઘો હળવદ સુધી પડતો સામે આવવા પામી ગયો છે.
આ બાબતે મોરબી ખેતીવાડી વિભાગના ડેપયુટી ડાયરેટકર શ્રી કેતનભાઈની સાથે વાતચીત કરવામા આવતા તેઅઓે કહ્યુ હતુ કે, હાલતુરંત શિવ એગ્રો હળવદવાળાનો પરવાનો રદ કરી દેવામા આવ્યો છે. જયા સુધી તેમને અન્ય આદેશ ન મળે ત્યા સુધી કામકાજ બંધ રાખવામાં આવશે, તેમનુ લાયસન્સ રદ કરી દેવામા આવ્યુ છે. ચોપડવા ખાતે જે ફરીયાદ થઈ છે તે કેસના સેમ્પલીંગ કરાયા છે જેનો અહેવાલ આવ્યા બાદ આ કેસમાં વધુ આગળની કાર્યવાહી કરવામા આવશે તેવુ ડીડીએશ્રી કેતનભાઈએ જણાવ્યુ હતુ. શું ગેરરીતી કે નિયમોનો ભંગ આ કેસમાં જોવાયો છે તેવુ પુછતા શ્રી કેતનભાઈએ જણાવ્યુ હતુ કે, હળવદ એગ્રોવાળાએ જે માલ ભરી આપ્યો હતો ખાતરનો તેની સામે આધારકાર્ડની વિગતો, અંગુઠાઓ લેવાના થાય છે તે લીધા ન હતા અને ખાતર આપી દીધુ હોવાનુ સામે આવતા તથા સ્ટેાકપત્રકોમાં પણ વિસંગતતાઓ જોવા મળી હોવાથી હાલતુરંત તેમનુ લાયસન્સ રદ કરી દેવાયુ છે અને ભવિષ્યમાં જરૂર જણાશે તો કાયમી ધોરણે પણ પરવાનો રદ કરવા સુધીની કાર્યવાહી કરવામા આવી શકે છે તેવુ કેતનભાઈ દ્વારા જણાવાયું છે.
...............
તો શિવએગ્રોવાળાએ આંધારનંબર બીલમાં કેમ
ન લખ્યા?કચ્છ ખેતીવાડી વિભાગ પણ અનુસરે !
ગાંધીધામ : ભચાઉના ચોપડવા પાસે સરકારી યુરીયા ખાતરની તસ્કરીનો કિસ્સો ફરીયાદ સ્વરૂપે નોધાયો છે ત્યારે હળવદ સુધી તપાસ લંબાઈ ચુકી છે. હળવદના એગ્રોવાળાએ જે ખાતર ભરી આપ્યુ હતુ તે અધરોઅધર જ ભરી આપ્યુ હોવાનુ સામે આવવા પામ્યું છે. જે કોઈ ખેડુતને આ ખાતર આપવામાં આવે છે તેના આધારકાર્ડ લેવાય છે, તેનો અંગુઠો લેવામા આવે છે? પરંતુ આ કિસ્સામાં આવુ કંઈ જ થયુ નથી. એટલે કયાંક ને કયાંક ઘોર લાપરવાહી કે પછી સંડોવણી પ્રાથમિક તબક્કે તો જણાવવા પામી જ રહી છે. એગ્રોવાળો એવો બચાવી કરી રહ્યો છે કે, આધાર મને પછી આપશે તેમ કહીને વિશ્વાસથી લઈ ગયા હતા, જો એમ હોય તો પણ આધારનંબર તો લખાવી જ શકે છે ને? કેમ તે ન લખાવાયા? ખરેખર આ ઘટના બાદ કચ્છનુ ખેતીવાડી વિભાગ પણ જાગૃત બને અને આ પ્રકારના ધતીંગો સામે કડકાઈથી સરપ્રાઇઝ ચેકીંગ કરી અને ખુલ્લા પાડે તે જ ખેડુતો અને સરકારના હિતની કાર્યવાહી કરી થશે. કદાચ ખેડુતોનો વિષય હોય અને મદદ કરવી હોય તો આધાર કાર્ડ ન હોય તો પણ ખાતર આપી દેવામાં આવતા હેાય તો પણ બીલમાં આધારકાર્ડ, મોબાઈલ નંબર સહિતની વિગતો તો એગ્રોસંચાલકો લખાવી જ શકે છે ને..? આ નિયમોની કડક અમલવારી એક મીટીંગ બોલાવીને કરાવવાની તાકીદ કરી દેવી જોઈએ.
............
ચોપડવા પાસેના ખાતરના સેમ્પલીંગની
જોવાય છે રાહ : પછી થશે વધુ ઘટસ્ફોટ
ગાંધીધામ : હળવદના શીવ એગ્રોવાળા પાસેથી સરકારી ખાતર આધાર પુરાવા વિના જ ભચાઉના ચોપડવા પાસે પૂર્વ કચ્છ એસઓજી દ્વારા જડપી પાડવામા આવ્યુ છે. જેની તપાસ પોલીસ અને ખેતીવાડી વીગભા કક્ષાએ ચાલી રહી છે. ખેતીવાડી વીભાગ દ્વારા ખાતરનુ સેમ્પલ લેવામા આવ્યુ હતુ અને તે ગાંધીનગર કૃષી લબ ખાતે મોકલી આપવામા આવ્યુ છે. એકાદ પખવાડીયામાં સામાન્ય રીતે આ સેમ્પલનો અહેવાલ આવી જતો હોય છે. આ સેમ્પલનો રીપોર્ટ આવ્યા બાદ વધુ કડક કાર્યવાહી થવાની સંભાવનાઓ જાણકારો સેવી રહ્યા છે.

Comments