Trending News
સ્થાનિક સમાચાર

કેરા પાસે ગમખ્વાર અકસ્માત : પાંચના મોત, ૨૪ ઘાયલ

21 February






ભુજ થી મુંદરા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થઇ ટક્કર : ૩ ઈજાગ્રસ્ત પ્રવાસીઓની હાલત ગંભીર : ઘાયલોને ભુજની જનરલ હોસ્પીટલમાં ખસેડ્યા : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કર્યો શોક : જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા જી.કે. જનરલ હોસ્પિટલ

 


ભુજ : ભુજ-મુન્દ્રા હાઈવે રોડ પર કેરા પાસે શુક્રવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ પ્રવાસીઓના મોત અને ૨૪ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ભુજ-મુન્દ્રા રૂટની સીતારામ ટ્રાવેલ્સની બસને આ અકસ્માત નડ્યો હતો. ટ્રેલર ચાલકે બસમાં ગાડી ભટકાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે બસ મુન્દ્રા જતી હતી, ત્યારે આગળ જતા વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા ટ્રેલરમાં ભટકાતા બનાવ બન્યો હતો. બનાવ  એટલો ગંભીર હતો કે બસમાં ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો. ધડાકાભેર ટક્કર થવાના કારણે બસમાં સવાર પ્રવાસીઓ રોડ પર ફંગોળાયા હતા. અનેક પ્રવાસીઓને ઈજાઓ થવા સાથે ગંભીર રીતે કચડાઈ જવાથી પાંચ મુસાફરના ઘટના સ્થળે જ મોત થયા હતા.બનાવની જાણ થતાં તાત્કાલિક ગામના લોકો સાથે ૧૦૮ સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર, પ્રાત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ જી.કે. જનરલ હોસ્પિટલે આવી પહોચ્યા હતા. ઘાયલો સાથે મુલાકાત કરીને મરણ જનાર હતભાગીઓના પરિવારજનોને સાંત્વના આપી હતી.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મિડિયા પોસ્ટમાં હતભાગીઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.અકસ્માતનો ભોગ બનનાર મૃતકોમાં એક મહિલા અને ચાર પુરૂષો હતા. જેમાં આશિફ ફકીરમામદ માંજોઠી, કુલસુમબેન મામદ હુસેન, સાલે સચ્ચુ રાયસી, શાઆલમ ગુલામ મહમદ, શોખરનદાસ બંસીધર જાહોનનો સમાવેશ થાય છે. ૨૪ ઈજાગ્રસ્તમાંથી ૨૨ની ઓળખ થઈ હતી. જેમાં ત્રણ પેસેન્જરને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. અન્ય ૨૧ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, બસની કેપિસીટી ૩૦થી ૩પ પ્રવાસીની છે, જેમાં ૬૦ જેટલા પ્રવાસીઓ સવાર હતા. ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ, ઓવરસ્પીડ અને ઓવરટેક અકસ્માત માટે કારણભૂત બન્યાનું સામે આવ્યું છે.

 ........................

ઃ ઈજાગ્રસ્ત મુસાફરોના નામ :

મોહમ્મદ ફરહાન, ફરદીન સદામ કુરેશી, મોહમ્મદ હોસ મોહમ્મદ ભટ્ટી, આશિયામાં મહેબુબ ભટ્ટી, નજમા ઓસ્માણ ભટ્ટી, ઓસમામદ તાર મામદ ભટ્ટી, લક્ષ્મીબેન શામજી મહેશ્વરી, તિલકસિંહ બંસીદાન જોહન, હાસમભાઈ હિંગોરા, ગીતાબેન રમેશભાઈ મહેતા, હેતલબેન રમેશભાઈ મહેતા, નૂર હસન, રજાક અધાભા ઘોઘા, મોહમ્મદ ઈસ્માઈલ, દીપાબેન સચિન જૈન, તન્વી સચિન જૈન, લતાબેન, લીલાબેન ખીમજી મહેશ્વરી, નાનુબેન, મામદ હુસેન સના, નાઝીયા હસન, સલમા ફકીરમામદ સુમરા તથા બે અજાણ્યા ઈસમો.

 

Comments

COMMENT / REPLY FROM