અંજાર પાસેથી સોયાબીન તેલ ચોરીકાંડનો પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પર્દાફાશ : બે શખ્સો દબોચાયા
ભરત કેમ થઈ ગયો ફરાર? યક્ષ સવાલ
ગાંધીધામ : અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી સોયાબીન તેલના જથ્થા સાથે બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ દ્વારા જડપી પાડવામા આવ્યા છે. આ મામલે જાહેર કરાયેલી પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા
પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમા૨ સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી એન.એન.ચુડાસમા પોલીસ
ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભરત સામત હેઠવાડીયા રહે. ટ૫૨ તા.અંજાર વાળો
પોતાના અંગત ફાયદા સારૂ પોતે તથા તેના માણસો દ્વારા તેલ કંપનીઓમાંથી તેલ ભરી જતા ટેન્કરોમાંથી ડ્રાઇવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેણે મ.નં.૧૫, સ્વામીનારાયણનગર,મેઘ૫૨ (બો) તા.અંજાર વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે અને ચોરી કરેલ તેલનો જથ્થો સગેવગે ક૨વાની તૈયારીમાં છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા સોયાબીન તેલના જથ્થા સાથે બે આરોપી હાજર મળી આવતા આ સોયાબીન તેલના જથ્થા બાબતે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા બે આરોપીઓને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સ૨કા૨ તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે. આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટ૨ એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
..............
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) રોહિત મહાવિર બંસલ ઉ.વ. ૩૬ રહે.મ.નં. ૧૫,સ્વામીનારાયણનગર મેઘપર (બો) તા.અંજાર મુળ, રહે. બુગાણ તા.બરવાડા જી.હિસ્સાર (હરીયાણા) (૨) અવનીશ શ્રી૨ામશંકર કશ્યપ ઉ.વ. ૨૦ રહે. મ.નં. ૧૫ સ્વામીનારાયણનગ૨ મેઘ૫૨ (બો) તા.અજાર મુળ રહે. તાજપુર તા.માનાવાદ જી.રૂડાબાદ (યુ.પી.)
હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ (૩) ભ૨ત સામત હેઠવાડીયા રહે. ટ૫૨ તા.અંજાર
............
શોધાયેલ ગુનો
અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૭૩/૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨), ૩૧૭(૨),૬૧(૨),૫૪
મુદામાલ ની વિગત -
સોયાબીન તેલ લીટર -૧૧૦૦ કિ.રૂ. ૧,૧૦,૦૦૦/-, પ્લાસ્ટીકના ખાલી બેરલ -૨૦ કિ.રૂ. ૧૦૦૦૦/-,ખાલી ડેરબા નંગ-૨૫ કિ.રૂ. ૨૫૦૦/-,ગરણી નંગ-૧ કિ.રૂ. ૧૦૦/-,કુલ કિ.રૂ. ૧,૨૨,૬૦૦/-નો મુદામાલ ઝડપાયો છે.

Comments