ગાંધીધામ એસબીઆઈના સિકયુરીટી ગાર્ડ દ્વારા મીસ ફાયરથી દોડધામ : ખુદ ગાર્ડ જ ઈજાગ્રસ્ત
ઓસ્લો બ્રાન્ચનો બનાવ
ઈજાગ્રસ્ત સીકયુરીટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં વિવિધ મોટી મોટી બેંકોની શાખાઓ આવેલી છે. ઔદ્યોગીક મથક હોવાથી અહી બેકીંગ સેવાની મહત્વતાઓ અલાયદી જ રહેલી છે. તેવામાં બેંક સલગ્ન વિવિધ ઘટનાઓ અને પ્રશ્નો પણ ઉભા થતા જ રહેતા હોય છે.
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ એસબીઆઈની ઓસ્લો બ્રાન્ચ ખાતે બહાર બેઠેલા સિકયુરીટી ગાર્ડ દ્વારા જ મીસફાયર થવા પામતા એકચોટ નાશભાગ મચી જવા પામી હતી. જો કે, આ મીસફાયરમાં ખુદ બેંકની બહાર બેઠેલા સિકયુરીટી ગાર્ડ જ ઘાયલ થવા પામ્યા છે. સીકયુરીટી
ગાર્ડથી અચાનક ફાયરીંગ થતા પોતાને જ ઈજા પહોચી હતી. તેઓને તાબડતોડ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. બી ડીવીઝન પોલીસ કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોચી ગયા છે અને આગળની કાર્યવાહી
હાથ ધરી હોવાનુ માલુમ પડી રહ્યું છે
...............
સદભાગ્યે બહાર બનાવ બન્યો પરંતુ જો
બેંકમાં મીસફાયરની ઘટના બની હોત તો?
એસબીઆઈ જેવી બેંક છે, સવારનો સમય હોય, ચોકકસથી ઘણા બધા ગ્રાહકોની બેંકમાં રહેતી હોય છે અવરજવર- જો બેંકમાં આવી રીતે મીસફાયરની ઘટના બની હોત તો નુકસાનીનું ચિત્ર શું હોઈ શકે? હકીકતમાં આવી ઘટનાઓના પુનરાવર્તત થતા અટકે તે માટે વિચારવુ જરૂરી
ગાંધીધામ : ગાંધીધામની એસબીઆઈ બેંકની બહાર સિકયુરીટી ગાર્ડ દ્વારા મીસફાયરની ઘટના બનતા તેઓ ખુદ જ ઈજાગ્રસ્ત થવા પામ્યા છે અને તેમને સારવાર હેઠળ ત્વરિત લઈ જવાયા છે. પરંતુ અહી સવાલો એવા પણ થવા પામી રહ્યા છે કે, આ પ્રકારની મિસફાયરીંગની ઘટના બેંકની અંદર બનવા પામી હોત તો નુકસાનીનુ પ્રમાણ કેવુ હોત? કારણ કે એક તો એસબીઆઈ બેંક છે, બીજુ તેમાં સવારનો ભાગ, એટલે ગ્રાહકોની પણ મોટી ભીડ રહેતી હોય છે આવામાં જાણતા અજાણતા કે ક્ષતી કે ભુલથી પણ ફાયરીંગ થઈ જાય તો જે કોઈ નુકસાની થાય તેની જવાબદારી કોની બને? આવા વિવિધ સવાલો વધુ એક વખત ઉઠવા પામી રહયા છે.

Comments