Trending News
સ્થાનિક સમાચાર

વલમજીભાઈ આર. હુંબલની દ્રષ્ટિએ ગુજરાત બજેટ ૨૦૨૫-૨૬.કૃષિ,ખેડૂતો, પશુપાલકો, ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે ઉત્તમ બજેટ  

20 February


- કચ્છ જિલ્લા માં મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે
-    કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ૩ લાખથી વધારી પ લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત ૪% વ્યાજ રાહત આપવા માટે ૧૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.
-    રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ૪૦૦ કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે.
-    કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર કૃષિ-યાંત્રિકીકરણને મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ૧ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવે છે.
-    ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-    કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-    ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા અમે ખેતીની સાથે સાથે  પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકી રહ્યાં છે.
-     “સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ ૧ લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે.
-    પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઇ રહેલ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
-    ગુજરાત -શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની ૧૧ લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે.
-    કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ૨૫ લાખ તથા સબસીડી રકમ વધારી ૩ લાખ ૭૫ હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં ૧૦૦% નો વધારો કરીને ૪૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.
-    દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ૧૪૦૦ કરોડ એમ કુલ ૩૫૪૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


પશુપાલન
-    સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે.
-    મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ રૈ૪૭૫ કરોડની જોગવાઇ.
-    ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
-    રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ૪૫કરોડની જોગવાઇ.
-    રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ૨૩૪ કરોડની જોગવાઇ.
-    ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ૨૩ કરોડની જોગવાઇ.
-    રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ૧૩ કરોડની જોગવાઇ.
-    પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ૧૨ કરોડની જોગવાઇ.
 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરશે ગુજરાત બજેટ ૨૦૨૫-૨૬  કૃષિ - ખેડૂત તથા પશુપાલન વિભાગ માટે વિકસિત ભારત ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા માટે આ બજેટ વિશિષ્ટ મહત્વનું છે તેવું વલમજીભાઈ હુંબલે જણાવેલ.

Comments

COMMENT / REPLY FROM