Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં બોગસ આધારે બેકીંગ કૌભાંડનો રેલો રાજસ્થાન ભણી લંબાશે

20 February



ઝડપાયેલા શખ્સોના ફોન ડીટેલ્સમાંથી રાજસ્થાન કડી ખુલી? લોકેન્દ્રની કડીઓ શોધવાની કવાયત તેજ : ચીટ્ટર ટોળકી કોને ૯૦ ટકા રકમ મોકલી આપતી હતી? આંગડીયા મારફતે જતી રકમમાં ૧૦ રૂપીયાની ચોકકસ નંબરવાળી નોટ લઈને નાણા છોડાવવા સામે રાજસ્થાનના સરખામા પર કોણ જતુ હતુ? : 
જો આ બધા વિષયોની તપાસ થશે તો ઘણું બધું બહાર આવી શકે


ઝડપાયેલા શખ્સોની ખાવડા પટ્ટાની કડી શું હતી? ખાવડામાં તેમનો કોઈ સગો સબંધી છે કે પછી બહારથી આવીને તે અહી કયાંય રોજી-રોટી રડતો હતો તેની સાથે સંપર્કમાં હોવાથી આ ગેગ રાજસ્થાનથી કચ્છમાં આવી હતી કે કેમ?



ગાંધીધામ : જિલ્લા વડામથક ભુજમાથી તાજેતરમાં જ પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાની ટીમ દ્વારા એક મોટા આંતરરાજય ચીટીંગ કૌભાંડનો પર્દાફાશ કરવામા આવ્યો હતો. ભુજના ભાનુશાલી નગર રોડ પાસેના એક ફલેટમા રહેતા ચીટ્ટર તત્વોને પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામા આવ્યા છે. હકીકતમાં જે રીતે બોગસ આધારો ઉભા કરી અને આ ટોળકી-ગેંગ ચીટીંગને અંજામ આપતી હતી અને દર દોઢ-બે માસે આવા બોગસ ખોલેલા ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેકશન કરી અને ગુમ થઈ જતી હતી તેમાં પશ્ચીમ કચ્છ એસપીની ટુકડીએ ચોકકસથી મોટી સફળતા પ્રાપ્ત કરી દેખાડી છે. આવા શખ્સો ૧.૩પ કરોડના કૌભાંડને ભુજમાં પણ અંજામ આપીને ભાગી જવાની ફિરાકમાં હતા તે સમયે જ પોલીસે તેમને પકડી પાડયા અને પછી તો કઈક જો અને તોના પ્રશ્નો પણ અહી સામે આવવા પામી ગયા છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર આ રાજસ્થાની ગેંગની ટોળકીને દબોચી અને તેમની પુછતાછ કરી જેલહવાલો કરી દેવામા આવ્યા છે તો વળી બીજીતરફ બંકમા પણ આધાર કે પાન કાર્ડ બોગસ રજુ કરી અને ખાતાઓ ખોલી દેવામા આવ્યા છે તે મામલે પણ જવાબદાર બેંકોમાથી ફરજ નિભાવનારાઓના નિવેદનો લેવાનો પણ દોર હાથ ધરવામા આવી ચૂકયો છે. કહેવાય છ કે, આ પ્રકરણમાં હાલમાં જે રકમનો આંક સામે આવ્યો છે તે તો સમ ખાવા પુરતો પણ ન કહી શકાય, અંદાજીત ર૦૦થી ૪૦૦ કરોડની ચીટીંગ આવા બેંક એકાઉન્ટો ખોલાવી અને આદરાઈ ચુકયુ હશે તેમ કહેશુ તો વધુ પડતુ નહી કહેવાય. આ રાજસ્થાની ગેગ દ્વારા ૧૭ જેટલી બેંકોમાં પ૦થી વધુ ખાતાઓ ખોલાવી દીધા, તો તેમના બોગસ દસ્તાવેજો બેંકોના ધ્યાને કેમ ન આવ્યા? તે દીશામાં પણ તપાસ કરાઈ રહી છે? આ ઉપરાંત ઝડપાયેલા શખ્સોના એક કોમન કોન્ટેક રાજસ્થાનના લોકેન્દ્ર નામના શખ્સની સાથે રહ્ય હોવાનુ પણ સામે આવી ગયુ છે. ત્યારે જાણવા મળી રહ્યુ છે કે, હવે આ કેસની તપાસ રાજસ્થાન ભણી પણ ફંટાઈ શકે છે. તેનો રેલો રાજસ્થાન પહોચી રહ્યો છે. રાજસ્થાનના લોકેન્દ્ર નામના શખ્સની હકીકતમાં શુ ભુમીકા રહેલી છે, તે સહિતની દીશામાં તપાસ હવે તેજ બનાવવામા આવી રહી હોવાનુ માલુમ પડયું છે. તે સાથોસાથ જ ખરેખર અહી પોલીસે તપાસ કરવુ જોઈએ કે,આંગડીયાઓ મારફતે અહી ચીટીંગ થયેલી કુલ રકમમાથી ૧૦ ટકા પોતાના કાઢી લઈ અને ૯૦ ટકા રકમ જે આંગડીયા મારફતે ટ્રાન્સફર કરવમા આવતી હતી તે, છોડાવવા-લેવા કોણ જતુ હતુ? ૧૦ રૂપીયાનો ચકકસ નંબરવાળી નોટ કોણે સામે તગડી રકમ છોડાવવા રજુ કરી હતી? આવા નામો પણ પ્રાથમિકધોરણે જ બહાર લાવવા જોઈએ. તેની સાથોસાથ જ ચીટ્ટર ઝડપાયેલા શખ્સોએ જે ખાતા બોગસ આધારોથી ખોલાવ્યા, તે ખાતાઓમાં ૧પથી ર૦ હજારની રકમ ભાડે ખાતુ રાખવા પેટે અપાતી હતી, તો આ રીતે કેટલાય પોતાના ખાતા અમુક ટોકન રકમની લાલચમાં ભાડે આપી દીધા હતા? તેઓ બધાયના નામો પણ અહી બહાર આવવા જોઈએ. પશ્ચીમ કચ્છ એસપીની ટુકડી આ બાબતે જીણવટભરી તપાસ કરી રહી હોવાથી ચોકકસથી ટુંકમાં જ મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ પણ જાણકારો સેવી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM