“સરહદ ડેરી” એ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ
“સરહદ ડેરી” ના કેમલ મિલ્ક ની “ગલ્ફ ફુડ એક્સપો-દુબઈ” ખાતે લેવાઈ વિશેષ નોંધ
ભુજ :હાલ માં તારીખ ૧૭.૦૨.૨૦૨૫ થી ૨૧.૦૨.૨૦૨૫ દરમિયાન દુબઈ ખાતે વિશ્વ ના સૌથી મોટા “ગલ્ફ ફૂડ એક્સપો ૨૦૨૫” નું આયોજન થયેલ છે. જે ૩૦ મુ એડિશન છે તથા વિશ્વનો સૌથી મોટો ફૂડ શો છે. આ એક્સપો માં ૧૨૯ થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે તથા ૫૫૦૦ થી વધારે પ્રદર્શન, ૧૦ લાખ થી વધુ ઉત્પાદનો નો સમાવેશ થાય છે. આ એક્સપો “The Next frontier in food” થીમ હેઠળ યોજાઇ રહ્યો છે. જેમાં ખાદ્ય પદાર્થો માં નવીનતાઓ, ગ્રાઉંડ બ્રેકિંગ ડીલ્સ, ટકાઉપણું વિષે વિશ્વસ્તરીય દેશો એક સાથે મળીને એક મંચ પર માહિતી આદાન-પ્રદાન કરી રહ્યા છે. જેમાં GCMMF ના વાઈસ ચેરમેન અને સરહદ ડેરી ના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. આ પ્રસંગે અમૂલ GCMMF ના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ,અમૂલ ફેડરેશનના એમ.ડી શ્રીજયેન મહેતા હાજર રહ્યા હતા.દુબઈ ખાતે શરુ થયેલ એક્ષ્પો ની વલમજીભાઈ એ મુલાકાત લીધેલ. જેમાં અમૂલ ના સ્ટોલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ખાસ કરીને કરીને કચ્છી ઉંટડી ના દૂધ માંથી બનાવવામાં આવતી “કેમલ મિલ્ક” પ્રોડક્ટ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. તથા તેના વિષે માહિતી મેળવવા લોકો આતુર હતા. જે ખરેખર કચ્છ માટે ગર્વની વાત કેહવાય.ગલ્ફ ફૂડ એક્ષ્પો માં અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી ના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે ઇવેન્ટ માં જણાવ્યુ કે ગલ્ફ-ફુડ એક્સપો એ ડેરી ક્ષેત્ર માટે કેન્દ્ર સ્થાન ધરાવે છે જે એક વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે. આ એક્સપો ની મદદ થી પરંપરાગત ડેરી ઉદ્યોગ થી સાથે સાથે અત્યાધુનિક નવીનતાઓ સુધી દરેક પ્રોડક્ટ નું પ્રદર્શન કરતાં પ્રદર્શકો એક સાથે આવે છે. ભવિષ્ય ની જરૂરિયાતો ને ધ્યાન માં રાખતા ડેરી ને ભવિષ્ય ને આકાર આપવા માટે વિકસતા વલણો, અને તકો ને ઝડપી લેવું જોઈએ જેથી આવનારા સમય માં દૂધ તથા દૂધ ની બનાવટો ને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકાય. જુદા જુદા દેશોના પ્રતિનિધિઑ સાથે મુલાકાત કરી અને તેમના સ્ટોલની મુલાકાત લીધેલ હતી. સાથે વિશ્વ સ્તરે ફૂડ, ડેરી અને એગ્રીકલ્ચરની ઉપલબ્ધિઓ વિષે વિસ્તૃતમા ચર્ચા કરી.આ સાથે માનનીય વડાપ્રધાનની નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના વિઝન કે જેમાં પશુપાલકો આધુનિક ઢબે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે બાબતનો વિસ્તૃત ચર્ચા કરી અને અભ્યાસ કર્યો હતો.

Comments