Trending News
સ્થાનિક સમાચાર

જુના સુગારિયામાં છ મંદિરોને અભડાવતા તસ્કરો 

19 February



નાના-મોટા ચાંદીના પ૯ અને સોનાના ત્રણ છતર ચોરી જવાયા 


ભુજ : અંજાર તાલુકાના જુના સુગારિયા ગામે ત્રાટકેલા તસ્કરોએ છ મંદીરોને અભડાવતા ગામમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. અજાણ્યા ઈસમોએ મંદિરમાંથી નાના-મોટા ચાંદીના પ૯ અને સોનાના ત્રણ છતરની ચોરી કરી હતી. આ બાબતે અંજાર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગામમાં રહેતા જીવાભાઈ વાલાભાઈ ગુજરિયા (આહિર)ના જણાવ્યા મુજબ ફરિયાદી અને સાહેદોના ગામમાં આવેલા છ મંદિરોમાં ગઈકાલે રાત્રે બેથી પાંચ વાગ્યાના અરસામાં ચોરી થઈ હતી. મંદિરોના નકૂચા ખોલી ચાંદીના નાના-મોટા ર૯,પ૦૦ ના પ૯ છતર અને ૯ હજારના સોનાના ૩ છતર તથા રસોડાના બે હજારના વાસણ મળી ૪૦,પ૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. ધાર્મિક લાગણી દુભાવતા રોષ ફેલાયો હતો. અંજાર પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM