ભુજમાં પોલીસ વડા દર સોમ અને મંગળવારે રૂબરૂ રજૂઆત સાંભળશે
લોકોની મદદ માટે વધુ બે હેલ્પલાઈન ચાલુ કરાઈ
ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોની મદદ માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ બે હેલ્પલાઈન ચાલુ કરવા સાથે એસપી રૂબરૂમાં લોકોની રજૂઆત સાંભળશે. હાલમાં કોઈપણ નાગરિકને ઈમરજન્સીમાં મદદની જરૂરિયાત હોય તો તેઓ પોલીસ હેલ્પલાઈન નં.૧૦૦ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમ નં.(૦ર૮૩ર) રપ૦૯૬૦ પર સંપર્ક કરે છે ત્યારે વધુ બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હવે સામાન્ય નાગરિકો મદદ માટે (૦ર૮૩ર) ર૬૦૧૦૦ તથા ૬૩પ૯૬ ર૯૧૦૪ પર પોલીસનો સંપર્ક સાંધી શકશે. આ બન્ને નંબર ર૪ કલાક કાર્યરત રહેશે. તેમજ જે કોઈપણ અરજદારને રૂબરૂમાં રજૂઆત કરવી હોય તેઓ દર સોમ અને મંગળવારે ભુજ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ રૂબરૂ આવી રજૂઆત કરી શકશે. એસપી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું કે, નવી બે હેલ્પલાઈન ચાલુ કરી છે. જેના માટે બે અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર આવેલ ફરિયાદ બાબતે જરૂર જણાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક પોલીસની મદદ ન મળે, પોલીસની જરૂર જણાય તેવા કિસ્સામાં સંપર્ક કરી શકાશે.

Comments