પ્રકાશને ‘પાસા’ કરો તો જ આ કૌભાંડ પર પૂર્ણવિરામ લાગશે.!
ચોપડવા યુરીયા ખાતર કાંડ : હળવદથી માલ ભરી ભચાઉ લાવનારકોણ? પકડાયેલા શખ્સો સુત્રધાર છે કે, કૌભાંડીઓના ડમી મોહરા?
પ્રકાશ પટેલ નામના શખ્સની ફરી-ફરીને સંડોવણી ધરાવતા યુરીયા ખાતર પ્રકરણમાં હવે કૃષી વિભાગ તથા ગૃહવિભાગ બન્ને ગાંધીનગર કક્ષાએ બન્યું છે વધુ ગંભીર : પ્રકાશની સામે ધાક બેસાડતો દાખલો પુરવાર કરવાના વછુટી ચુકયા છે આદેશો, આવામાં જો તપાસમાં કયાંક ઢાંકપીછોડો કરવામાં આવ્યો કે મોટા માથાઓ સુધી રેલો લંબાતો અટકાવવા તપાસને ડાયવર્ટ કરવામાં તો નથી આવી રહી ને?
ખાટલે મોટી ખોટ : તપાસનીશ પોલીસવાળાઓ માત્ર અને માત્ર હળવદના શીવ એગ્રોવાળાના લે કડક પુછાણા તો ઘણું બધુ બહાર આવશે : ઝડપાયેલાઓ કહી રહ્યા છે કે શીવ એગ્રો હળવદથી માલ ભરી અપાયો છે, શીવ એગ્રો તો હાથ ખંખેરીને બેસી ગયું છે, કયાંક ને કયાંક મોટા માથાઓના નામો આ કેસમાંથી બચાવી લેવાની વેતરણ જણાય છે, માત્ર હળવદના શીવ એગ્રોથી ગાડી નીકળી જયા જયાથી પસાર થઈ, તેના સીસીટીવી ફુટેજની ચકાસણીઓ કરો, તો ગાડીમાં બેઠેલા શખ્સો અને પકડાયેલા શખ્સો એ જ છે કે પછી બીજા રજુ કરી દેવાય છે તેનો થશે મોટો ભાંડાફોડ
ગાધીધામ : સરકારી ખાતર ખેડુતોને મળતુ થાય એ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા પણ અથાગ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. તેમ છતા ખેડુતોને આ ખાતરની અછતની સ્થિતી જ દર્શાતી રહે છે જયારે બીજીતરફ સરકારી ખાતરની કાળા બજારી કરનારાઓ બેફામ બનીને સરકારી ખાતરનો ગેરકાયદેસર વપરાશ કરી રહ્યા હોવાના કિસ્સાઓ કચ્છમાં જ પાછલા બે-ત્રણ માસમાં ઉપરાછાપરી બન જવા પામ્યા છે અને તેમાં એકની એક ટોળકીનું જ નામ ચર્ચામાં આવવા પામી જતુ હોવાની નોબત સામે આવી રહી છે. તાજેતરમાં જ પૂર્વ કચ્છ એસઓજી દ્વારા ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર ચોપડવા પાસે આવી જ ૧૬૦ જેટલી સરકારી ખાતરની બોરીઓ ઝડપી પાડી હતી અને તેની સાથે બે શખ્સોને પણ પકડયા હતા. જેની તપાસ બાદ પ્રકાશ પટેલ, ચંદ્રેશ ઠકકર, શીવ એગ્રો હળવદ સહિતના નામો સામે આવવા પામ્યા હતા. પોલીસ હાલમાં આ પ્રકરણની તપાસ કરી રહી હોવાનુ સામે આવ્યુ છે પરંતુ જાણકારો માની રહ્યા છે કે, કયાંક ને કયાંક સમગ્ર કેસમાં મોટામાથાઓ સુધી રેલો લંબાઈ શકે તેમ હોવાથી કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોય અથવા તો તપાસનીશોને પણ અંધારામાં રાખી અને ખાતર તસ્કરોએ કોઈ યોજના બનાવી હોય તેમ ચર્ચાય છે. કહેવાય છે કે પકડાયેલા શખ્સો ખાતર ભરીને લાવનારા નથી લાગતા? જેલમાં જવાનો અગાઉ અનુભવ ધરાવનારા ભાડુઆતી શખ્સોને રજુ કરી દેવામા આવ્યા છે? જો ખરેખર આવુ હોય તો તપાનસશીઓેએ આ બાબતે વધારે ચોકકસાઈ દાખવવી હિતાવહ બની રહી છે. અને હકીકતમાં શીવ એગ્રો હળવદથી માલ ભરાયો હોય તો તેના માલીક સહિતનાઓના કડક પુછાણાઓ લેવા ઘટે અને આ ગાડી જે સ્થળેથી નીકળેલીના નિવેદનો પકડાયોલા શખ્સો આપી રહયા છે તે સ્થળથી ચોપડવા હાઈવે જયાથી પકડાઈ ત્યા સુધીના સીસીટીવી ફુટેજની ચકાસણીઓ કરવી જરૂરી બની રહ્યુ છે. જો એ ક્રોસ વેરીફીકેશન થશે તો ભાડુઆતી ડમી ચહેરોઓને રજુ કરી દેવાયા હશે તો એ આપોઆપ જ પકડાઈ જશે અને પછી પોલીસના હાથે ઘણી મોટી સફળતા સમાન યુરીયા ખાતરની કરોડોની ચોરી કરનારી ગેંગ ઝડપાવવાની ઉજળી શકયતાઓ સામે આવવા પામી જશે.
.........
જો જો તપાસનીશ પોલીસ.! : કયાંક કાચુ ન કપાઈ જાય : સરકારની આ
કૌભાંડ પર છે સીધી ચાંપતી નજર : ઢીલાશ થશે તો તપેલુ પણ ચડી શકે..!
ગાંધીધામ : એકતરફ ખેડુતો સરકારી ખાતર માટે વલખા મારી રહ્યા છે અને બીજીતરફ કૌભાંડીઓને આ ખાતર કરોડોનું બારોબાર મળી રહ્યુ હોવાના કચ્છમાં ટુંકા ગાળામાં ઉજાગર થયેલા ઘટનાક્રમોથી સરકાર પણ આ કિસ્સાઓમાં ખુબજ ગંભીર બની ગઈ છે. હકીકતમાં તપાસનીશ પોલીસતંત્રના જવાબદારોએ વેળાસર જ આ કેસમાં સાચી દીશામાં તપાસ કરવી જોઈએ. જરા સહેજ પણ કચાશ અથવા તો સાડાબારી કે કોઈની પણ શેરશરમ રાખવામાં આવી હોવાનુ ફલિત થયુ તો આવી ઢીલાશ દાખવનારાઓના પણ તપેલાઓ ચડી શકે તેમ છે. રાજયના કૃષિ વિભાગ અને ગૃહવિભાગ બન્ને સંકલન કરી અને પ્રકાશ પટેલ નામના શખ્સના બધા જ કાચા ચીઠ્ઠાઓ કાઢી લેવા એકશનમાં હોવાનુ મનાય છે. એટલે તપાસને કયાંક કોઈ પણ રીતે ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય તો અટકે તે જ સૌના હિતમાં બની રહેશે તેવુ જાણકારો કહી રહ્યા છે.
..........
બે લાખ લ્યો, કેસ રફેદફે કરી દયોને..? સરકારીતંત્રને
ભ્રષ્ટ ઓફર આપનાર અમદાવાદનો વિકાસ કોણ?
ગાંધીધામ : ભચાઉના ચોપડવા પાસે પૂર્વ્ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ખાતરનો જથ્થો પકડી પાડયો અને હવે તેની આગળની તપાસ ચાલી રહી હોવાનુ રટણ થાય છે તે વચ્ચે જ જાણકારોમાં ચર્ચા થઈ રહી છે કે આ હાઈપ્રોફાઈલ ખાતર ચોરીના રેકેડને ખુલતુ અટકાવવા વિવિધ અધમચછાડાઓ શરૂ થયા છે. કહેવાય છે કે, જવાબદારોને બબ્બે લાખની ઓફર અમદાવાદનો વિકાસ આપી રહ્ય છે અને કેસ પુરો કરી દેવાના ડરાડફરાર કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. તપાસનીશોએ ખરેખર જોવુ જોઈએ કે, આ અમદાવાદનો વિકાસ કેમ આ કેસમાં આટલો બધો રસ લઈ રહ્યો છે? શું આ વિકાસના કડક પુછાણાઓ લેવાશે ખરા?
........

Comments