ભચાઉની લાકડીયા બેઠક પર ભાજપને ૯૦પ મતોની સરસાઈ
ભચાઉ : તાલુકા પંચાયતની લાકડીયા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર હરીભાઈ વી. ગઢવીએ કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ ડોસાભાઈ ગામીને ૯૦પ મતોથી હાર આપી હતી. ભારતીય જનતા પાર્ટી ભચાઉ તાલુકાના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. લાકડીયા બેઠકની પેટા ચૂંટણી માટે ૧૬મી ફેબ્રુઆરીના મતદાન થયું હતું. ૧ર-લાકડીયા (ર) બેઠક પર ૩પ૧૯ પુરૂષ, ૩ર૧૭ સ્ત્રી મળી કુલ્લ ૬૭૯૦ મતદારોમાંથી ૧૪૭૬ પુરૂષ અને ૧૧૬૦ સ્ત્રી મળીને કુલ્લ ર૬૩૬ મતદારોએ મતદાન કર્યું હતું. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. લાકડીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરીભાઈ ગઢવીએ ૯૦પ મતોથી જંગી જીત મેળવી હતી. શહેર અને તાલુકા ભાજપના હોદેદારો અને કાર્યકરો મત ગણના કેન્દ્ર પર હાજર રહ્યા હતા. પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારને હાર-તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તાલુકા ભાજપના હોદ્દેદારોએ લાકડીયા બેઠક પરની જીત ભાજપના વિકાસની જીત ગણાવી હતી. કોંગ્રેસના વ્યાપક દુષ્પ્રચાર છતા લાકડીયા બેઠકના મતદારોએ ભાજપ પર વિશ્વાસ અકબંધ રાખી ઉમેદવારને વિજેતા બનાવતા પાર્ટી સંગઠનના હોદ્દેદારોએ લાકડીયા બેઠકના મતદારોનો આભાર વ્યકત કર્યો હતો અને આ વિસ્તારમાં વિકાસ કાર્યોને અવિરત રાખવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Comments