Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા તાલુકા પંચાયતની ભુજપુર બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી 

18 February



મુંદરા : તાલુકા પંચાયતની ભુજપુર  બેઠક નંબર પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર  નારાણ સાખરા તથા કોંગ્રેસના રતનભાઈ નારાણ સાખરા વચ્ચે જંગ જામ્યો હતો. કુલ ૩,૮૪૮ મત ધરાવતી આ બેઠક પર ૭૧ ટકા મતદાન થયું હતું. આજે સવારે મામલતદાર કચેરી મધ્યે કલ્પનાબેનની દેખરેખ હેઠળ મત ગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર નારાણ સાખરાને ૧,૭૮૯ વોટ મળ્યા હતા. જયારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર રતનભાઈ સાખરાને ૮૮૪ મત મળ્યા હતા. આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર પાસે હતી તેમનું નિધન થયા બાદ ખાલી પડેલી આ બેઠક પર ૧૬-રના મતદાન થયું હતું. નાની ભુજપર, શિરાચા, બોરાણા, પ્રતાપપર ગામના મતદારોએ મતદાન કર્યું હતું. ૩૮૪૮ મતોમાંથી ર૭૦૦નું મતદાન થયું હતું. જેમાં પુરૂષ ૧૪૩૬ અને સ્ત્રી ૧ર૬૪એ મતદાન કર્યું હતું, જેથી કુલ ૭૧ ટકા મતદાન થયું હતું. કુલ તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ગત ચૂંટણીમાં ભાજપને ૧૦, કોંગ્રેસને ૮ બેઠક મળી હતી, જેથી ભાજપ સતા સ્થાને રહ્યું હતું. આ પેટા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, સર્વ સેવા સંઘના જીગર છેડા, નટુભા ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા અને માણેક ગઢવી તથા ભાજપ પરિવારની ભારે મહેનતથી આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લેવાઈ છે. ભાજપના વિજેતા ઉમેદવાર નારાણભાઈ સાખરાએ જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ ભાજપ પરિવારની જીત છે. તેમજ તમામ મતદારોનો આભાર માન્યો હતો. આ બાબતે તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, સતાધારી પાર્ટી હોવાથી આ બેઠક માટે અમારા ઉમેદવારને પૈસાની લાલચ અપાઈ હતી તેમ છતાં અમારા ઉમેદવારે પાછીપાની કર્યા વગર ચૂંટણી મેદાને રહ્યા હતા.  આવનારી તાલુકા પંચાયત ચૂંટણી એકજુથ થઈ કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે રહીને સતા કબ્જે કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  મત ગણતરી કેન્દ્ર પર હરેન્દ્રસિંહ જાડેજા, કીર્તિભાઈ ગોર, 
કૃણાલ મહેશ્વરી, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, ડેપા સરપંચ સવરાજભાઈ ગઢવી, મનોજભાઈ ગઢવી, લક્ષ્મણ ગઢવી, ચંદુભા જાડેજા સહિતના  ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM