માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર ભાજપની જીત
ભાજપના વિજયભાઈ જબુઆણીએ કોંગ્રેસના કાનજીભાઈ સંઘારને ૧૭૦૮ મતોથી આપ્યો પરાજ્ય
માંડવી : તાલુકા પંચાયતની ૬ દરશડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ પૂંજાભાઈ જબુઆણીએ ૧૭૦૮ મતથી જીત મેળવી હતી. દરશડી તાલુકા પંચાયત બેઠક માટે ગત ૧૬મી મતદાન થયું હતું. જેમાં કુલ ૩૧૩પ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર વિનોદ જબુઆણીને ર૩૩૬, કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ સંઘારને માત્ર ૬ર૮ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારે ૧૭૦૮ મતની
સરસાઈથી જીત મેળવી હતી. ૪પ મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ૬-દરશડી બેઠકની મતગણતરી કેન્દ્ર પર ગઢશીશા ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ.ગોહિલ, માંડવી ઈન્ચાર્જ પીઆઈ ડી.એમ.વસાવા, ગઢશીશા પીએસઆઈ એમ.કે.પરમાર, માંડવી પીએસઆઈ શ્રી યાદવ, શ્રી મોદી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Comments