Trending News
સ્થાનિક સમાચાર

પૂ.મોરારી બાપુનું કચ્છની પાવન ધરા પર આગમન

15 February



આજે તા. ૧પ ફેબ્રુઆરીથી પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે પૂ.મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. મોરારી બાપુ બપોરે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જયાં મોટી સંખ્યામાં રામ ભકતો બાપુના સ્વાગત માટે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.બાદમાં તેઓ કોડકી રોડ સ્થિત સિદ્ધાર્થ પાર્ક ખાતે પહોંચ્યા હતા. જયાં રહેવાસીઓ દ્વારા બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ નારાયણ સરોવર પહોંચ્યા હતા. બાપુની રામકથાનો પ્રારંભ થતા ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
-------

 

Comments

COMMENT / REPLY FROM