મેઘપર બોરીચીમાં ભૂગર્ભ ટાંકામાં છુપાવેલો ૯.ર૪ લાખનો દારૂ પકડાયો
એલસીબીએ દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી
અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં ભૂગર્ભ ટાંકામાં છુપાવીને રાખેલા ૯.ર૪ લાખના શરાબને એલસીબીએ ઝડપી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબી પીઆઈ એન. એન. ચુડાસમાએ જણાવ્યુ કે, મેઘપર બોરીચી જીનસ કંપનીની પાછળ સર્વે નં. ૩૭ પ્લોટ નં. ૧૦ માં હિંગળાજ ગઢવી નામના ઈસમે ભાડેથી રાખી તેમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકો બનાવી દારૂનો જથ્થો વેચાણ અર્થે સંગ્રહ કર્યો હતો. એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી સ્વરૂપસિંહ નારાયણસિંહ ચૌહાણ, સવાઈસિંહ જોગસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ હતી. આ બન્ને પ્લોટમાં રહેતા હતા. આ ઉપરાંત પ્લોટ ભાડેથી રાખનાર ઓસલો સર્કલ, ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હિંગળાજદાન ગોરૂદાન ગઢવીની પણ અટક કરાઈ હતી. ગુમાનસિંહ સોઢાની સંડોવણી ખુલ્લી છે. જે હાજર મળી આવ્યો નથી. પોલીસે માટી ખસેડી તેની અંદર છુપાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકાનું ઢાંકણું ખોલી તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧ર૮૪ બોટલ કિંમત રૂા. ૯,ર૪,૧૬૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ૩૦ હજારના ચાર મોબાઈલ અને પાંચ લાખની ટેરેનો કાર નંબર જી.જે.૧ર સીડી ૬૩૩૬ કબજે કરી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબીએ પોતાની પાસે રાખી છે.
---------

Comments