- તો પશ્ચિમ કચ્છમાંથી રાજસ્થાની ગેંગના બેંક એકાઉન્ટના કૌભાંડનો આંક ૪૦૦ કરોડને આંબશે : વધુ કડાકા-ભડાકા.!
શાબાશ છે ટીમ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને..!
આદિપુરમાં ક્રિકેટ સટ્ટાના કુખ્યાતો લાંબા સમયથી આવુ કૌભાંડ ચલાવે છે તે કેમ નજરે નથી પડતા ? અમુક પોલીસ અધિકારીઓને ૨૦ લાખની રોલેક્ષ કાંડા ઘડિયાળ આપેલી છે એટલે તેમનો ધંધો ધમધોકાર ચાલે છે - શું છે તેનુ રહસ્ય ?
૧૭ જેટલી બેંકોના મેનેજરો-કર્મચારીઓના નિવેદનો લેવાયા : પ૬ જેટલા એકાઉન્ટ કલેાઝ કરી દેવાયા : કઈકના પગ તળે રેલો આવવાની વકી
ગાંધીધામ : બોગસ દસ્તાવેજોના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી અને તેમાં હવાલા-ટ્રાન્સઝેકશન કરનારી એક ષડયંત્ર કારી હાઈપ્રોફાઈલ રાજસ્થાની ગેંગને દબોચી લેવામા પશ્ચીમ કચ્છ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થવાપામી હતી. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભુજમાંથી તાજેતરમાં જ પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાના સીધા માર્ગદૃશન હેઠળ પોલીસે ભાનુશાલી નગર રોડ પર એક ફલેટમા રહેતા રાજસ્થાની શખ્સોને દબોચી અને તેમના દ્વારા આચરવામાં આવતા બોગસ દસ્તાવેજોથી બેંકના કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસતંત્રએ આ કેસમાં મેળવેલ સફળતા ખુબજ મોટી કહી શકાય તેવી છે અને હવે તેની તપાસ ગતિવાન બનેલી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, ટુંક જ સમયમાં આ કેસની સિલસિલાવાર કડીબદ્ધ તપાસ નીર્ણાયક રીતે આગળ વધશે તો હાલમાં તો માત્ર ૧.૩પ કરોડનું ખુલ્લે કૌભાંડનો આંક ૩૦૦થી ૪૦૦ કરોડને આંબી જશે તેમ મનાઈ રહ્યું છે. આ કેસમાં વધુ મોાટ કડાકા-ભડાકા થશે તેવી પુરેપુરી સંભાવનાઓ દર્શાવવામા આીવ રહી છે.
આ મામલે જે વધુ કેટલાક નવા કડાકા ભડાકા થયા છે તેમાં આ કેસમાં શિશુપાલ બિશ્નોઈ જે પકડાયો છે તેનો ભાઈ ખાવડામાં રહેતો હોવાથી અહી તે એ લાઈનથી આવ્યો હતો.
સાથે મુન્નારામ અને બીજો હરીશ તથા વિક્રમ નામના શખ્સોને લાવ્યો હતો. કહેવાય છે કે શિશુપાલ સાથે ગોવિદ નામનો શખ્સ છે જેનો મિત્ર સુજિત હતો. તેનો આધાર કાર્ડ મોર્ફ કરી અને તેમાં શિશુપાલનો ફોટો લગાવી અને બેંકમાં શિશુપાલે કહ્યુ કે મારો જુનો આધાર કાર્ડ છે એટલે ફોટો આવો દેખાય છે અને તે વખતે જે તે બેંક દ્વારા તેને માન્ય પણ રાખવામાં આવી ગયુ હતુ. આવી રીતે ૧૭ જેટલી બેકોમાં ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી લેવામા આવ્યા અને આ એકાઉન્ટમાં ૧.૩પકરોડ જેટલી રકમનું ટ્રાન્સઝેકશન પણ આવ્યુ હતુ. હવે આ પ્રકરણમાં પોલીસ જીણવટપૂર્વકની આગળની તપાસ ચલાવી રહી છે અને તે નિર્ણાયક તબક્કે પહોચતા ચોકકથી સમગ્ર કાંડમાં વધુ કેટલાક મોટા ઘટસ્ફોટ થવા પામશે અને તેમાં બેકોના લાપરવાહોથી માંડી અને ભાડુઆતી ખાતાઓ આપનારા સહિતના કઈકના નામો સીધા અથવા તો પરોક્ષ રીતે બહાર આવી શકે તેમ મનાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ આ ભુજની કડીમાં રાજયવ્યાપી અનેક કારસ્તાનો પણ ખુલવા પામશે તેવી સંભાવનાઓ હાલતુરંત નકારી શકાય તેમ નથી.
..........
તપાસનો રેલો હવે ભુજની બેંકો ભણી લંબાયો : ૧ બેંકમાં તો
૧પથી વધુ એકાઉન્ટ ખુલી ગયા? કેવી ઘોર બેદરકારી કહેવાય!
જો કે, ભુજની ચાર બેંકોની જાગૃતીની પણ લેવી જોઈએ નોધ, પોલીસે કેસ કર્યો તેનાથી અગાઉ જ ચાર બેંકોના ધ્યાને આ ગડબડ જેવુ આવી જ જતા ખાતાઓ કરી દીધા હતા કલોઝ
તમામે તમામ ૧૭ બેંકોના મેનેજર-જવાબદાર કર્મીઓના નિવેદનો લેવાયા છે, હવે બેંકના ટ્રસ્ટીઓ સહિતનાઓને પણ બોલાવાયા છે : તપાસનીશ પોલીસ
બેંકો વચ્ચે વધી ગયેલી ગળાકાપ હરીફાઈની માઠીઅસર : એકાઉન્ટ ખોલવાની લ્હાયમાં દસ્તાવેજોના વેરીફીકેશનમાં રખાય છે મોટી કચાશ : અમુક કિસ્સામાં તો જીઈબીની ઓનલાઈન પે સ્લીટને એડીટ કરી અને એકાઉન્ટ ખોલવા રજુ કરી દેવાઈ અને એકાઉન્ટ ખુલી પણ ગયા, એમા પણ સરનામુ રાજકોટનું અને એકાન્ટ ભુજમાં ખુલી ગયા? જુઓ તો ખરા કેટલી લાલીયાવાડી કહેવાય.!
ગાધીધામ : ભુજમાં જે રાજસ્થાની ગેગ દ્વારા બોગસ આધારો સાથે કૌભાંડ આચરાયુ છે તેમા હવે તપાસનીશ ટુકડીએ બેંક પ્રત્યે પણ તપાસને આગળ ધપાવી છે. આ પ્રકરણમાં ભુજની ૧૭ જેટલી બેેંકોના ખાતા ખુલ્યાનુ સામે આવ્યુ છે. આમ થવામા બેકના અધિકારી કે પછી બેકના કર્મચારીઓની પણ લાપરવાહી ચોકકસથી સામે આવવા પામી જ હશે. તમામના નિવેદનો લેવામા આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી માટે જેતે બેકના જવાબદારોને પણ બોલાવાયા હોવાનુ મનાય છે. તપાસનીશો જણાવી રહ્યા છે કે, ભુજની ચાર બેકોએ આગોતરી જાગૃતી દાખવી અને બોગસ દસ્તાવેજોથી ખુલેલા ખાતાઓ બંધ કરી દીધા હતા, અન્યનો તપાસ ચાલી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, એક બેંકની તો ખુબજ મોટી ઘોર બેદરકારી કહી શકાય તેમ ૧પથી વધુ જેટલા ખાતાઓ આવા બોગસ આધારો સાથે ખોલી નાવખામા આવ્યા છે. હવે આ બેંકના ટ્રસ્ટીઓને બાલાવી અને જરૂરી સુચનો સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
.........
રાજસ્થાની ગેંગ કેવી રીતે રૂપીયાના પાડતી હતી હવાલા?
આ રહ્યો એમઓ! : ૧૦રૂપિયાની નોટથી વહીવટ ચાલતો?
ગાંધીધામ : ભુજમાં જે રાજસ્થાની ગેગ બોગસ દસ્તાવેજાના આધારે બેંક કૌભાંડ આચરવામા ઝડપાઈ છે તે લોકોને ૧૦ ટકા કમિશન મળતુ હતુ. એક લાખ રૂપીયાના ટ્રાન્સઝેકશન પાડે તો આ શખ્સોને તેમાથી ૧૦ હજાર રૂપીયા મળતા અને ૯૦ હજાર રૂપીયા રાજસ્થાન આંગડીયા કરવાના રહેતા હતા. તેમાં પણ રૂપીયા દસની નોટના નંબર આપવામાં આવતા તે વ્યકિત સામે પહોચી અને રૂપીયા છોડાવી લેતો તે અનુસારની મોડસ એાપેરેન્ડી અપનાવાતી હતી.
...........
ભુજની ગેંગનો આક્કા રાજસ્થાનનો લોકેન્દ્ર?
પોલીસે આદરી ઉંડાણપૂર્વકની છાનબીન.!
ગાધીધામ : ભુજથી જે રાજસ્થાની શખ્સો પકડાયા છે
તેમની આગળની ચેનલની દીશામાં પશ્ચીમ કચ્છ પોલીસતંત્ર સક્રીય રહેલુ હોવાનુ મનાય છે. કહેવાય છે કે, આ બધાયની કડીમાં રાજસ્થાનનો એક શખ્સ લોકેન્દ્ર હોવાનુ સામે આવી રહ્યુ છે. અમુક વોટસએપ કોલ છે જે ઈન્ટરનેશનલ ડીસ્પલે નંબર દેખાડે છે પરંતુ તેની માહીતીઓ અંકે કરવામા આવી ગઈ છે તેનુ લોકેશન રાજસ્થાન જ દેખાડાય છે. તમામ સીડીઆરમાં લોકેનદ્રના નંબર ડીસ્પલે થાય છે.
.........
ર૦-ર૦ હજાર માં ભુજમાંથી કોના-કોના એકાઉન્ટ
ભાડે લેવાયા? કઈકના નામો ખુલવાની વકી
ગાંધીધામઃ રાજસ્થાની ગેંગ દ્વારા ભુજમાં જે બેંક કૌભાંડોને અંજામ અપાયુ છે તેની તપાસ ધીરે ધીરે આગળ વધી રહી છે. કહેવાય છે કે, આ શખ્સોએ ભુજમાં કેટલાય લોકોના એકાઉન્ટ માડે લીધેલા હતા. ર૦ હજાર રૂપીયા ભાડુ તેઓ આ એકાઉન્ટનું ચુકવતા હતા. અને તે એકાઉન્ટમાં મોટી રકમનોના ટ્રાન્જેકશન તેમના દ્વારા કરવામા આવ્યા છે. કલ્પના બહારની રકમ આવા એકાઉન્ટમાં ટ્રાન્જેકશન થવા પામી છે. જાણકારો માની રહ્યા છે કે આ તપાસ આગળ ધપ્યા બાદ વધારે વિગતો પણ આ ૧૭ બેંકોની આસપાસ જ ખુલવા પામે તેમ મનાય છે.

Comments