Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છના યુરીયા ખાતર માફીયા પ્રકાશ મુદ્દે સરકારમાંથી  કડક તપાસના આદેશ વછુટયા : સ્થાનિકતંત્રમાં દોડધામ શરૂ

15 February

ખેડુપુત્ર કૃષીમંત્રીશ્રીની સમયસુચકતા સરાહનીય..!




કચ્છમાં અંજારના લાખાપર પટ્ટામાં, મહેસાણાના કડીમાં, અને ભચાઉના ચોપડવા વિસ્તારમાં ભચાઉ વિસ્તારના એકના એક પ્રકાશ પટેલનું નામ ખુલતા સરકારે આ શખ્સની સામે કડકાઈથી તપાસ કરવાના ખેતીવાડી વિભાગ કચ્છ તથા પોલીસતંત્રને આપ્યા નિર્દેશો 


પ્રકાશ તું તો હવે ગયો..! : પ્રકાશની કુકર્મ કુંડળી થઈ રહી છે એકત્રિત : અગાઉ કેટલા કિસ્સાઓમાં ખાતર ચોરીમાં સંડોવાયેલો છે, ? ખાતર લાવે છે કયાથી? પ્રકાશના પોતાના કેટલા યુનિટ છ? તેમાં કેટલુ ઈન્ડીસટ્રીયલ અને કેટલુ એગ્રીકલ્ચર ગ્રેડનું યુરીયાથી ગ્લુ બનાવાયુ છે? : પ્રકાશની ટોળકીમાં કોણ કોણ સામેલ છે? રાજકીય રીતે પ્રકાશને પોલીસ સહિતની કાર્યવાહીથી બચાવવામાં કોને કોને ફોન કર્યા? શેહ આપી? સહિતની વિગતો થઈ રહી છે અંકે.., સેમ્પલનો રીપોર્ટ આવતા જ પ્રકાશની સામે ગરજી શકે છે ગાજ..!



ગાંધીધામ : ગુજરાત રાજયના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સદાય ખડેપગે રહેતા રાજયના ખેડુપુત્ર કૃષિમંત્રીશ્રી રાવઘજીભાઈ પટેલ કચ્છ-ગુજરાતના ખેડુતોને સતાવતી સમસ્યાઓ માટે હાજર જ હોવાની વધુ એક પ્રતિતી કચ્છમાં તાજેતરમાં નોધાયેલા કિસ્સાઓ બાદ જોવા મળી આવી રહી છે. 
ખેડુતોને સરકારી ભાવે રાહતદેર ખાતર સબસીડી સાથે મળી રહે તે માટે સુંદર આયોજન સરકાર તબકકે કરવામ આવ્યુ છે પરંતુ કેટલાક ભેજાબાજ અને તસ્કર તત્વો આ સસ્તા ખાતરની કાળા બજારી કરી અને ખુદના રોટલાઓ શેકી રહ્યા હોવાની ઘટનાઓ કચ્છમાં બનવા પામી રહી છે. 
કચ્છમાં યુરીયા અને સબસીડીવાળા ખાતરના કૌભાંડીઓના કારનામા હાલમાં ઉપરાછાપરી પકડાવવા પામી ગયા છે. અંજારના લાખાપર પાસે, ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાથી તથા ભચાઉના ચોપડવા હાઈવે પરથી યુરીયા ખાતરનો આધાર પુરાવા વિનાનો જથ્થો પકડાયો અને તેમાં એકની એક જ ટોળકીના નામો સામે આવવા પામ્યા હતા. 
બોલેરા ગાડી એક જ હતી, તેનો ચાલક પણ એક જ હતો, માલીકપણ એક જ હતો અને માલ મંગાવનાર પ્રકાશ પટેલ પણ એક જ હોવાથી આ ટોળકી ખાતર ચોરીમાં બેફામ બનેલી હોવાનુ સામે આવવા પામ્યુ હતુ જે અંગે ગુજરાતના કૃષિમંત્રીશ્રી હવે એકશનમાં આવ્યા છે અને રાઘવજીભાઈ પટેલના વિભાગ મારફતે કચ્છ નાયબ ખેતીવાડી વિભાગને આ તમામ પ્રકરણો તથા પ્રકાશ પટેલની જરૂરી માહીતીઓ અંકે કરી અને સરકાર અને ખેડુતોના હિતમાં યોગ્ય કાર્યવાહી થવા અંગેના આદેશ આપ્યા હોવાનુ માલુમ પડી રહ્યું છે. 
જેના પગલે હવે સ્થાનિકે ખેતીવાડી વિભાગ દ્વારા પણ આ પ્રકાશની ખાતર ચોરી બાબતેની કુકર્મ કુંડળી એકત્રીત કરવામા આવી રહી છે અને જે જે કિસ્સાઓમાં તેના નામો બહાર આવ્યા છે તે કિસ્સાઓના સેમ્પલની રાહ જોવાઈ રહી છે તેનો રીપોર્ટ આવ્યા બાદ કડક અહેવાલ જ બનાવવામાં આવશે અને ખાતરની ચોરી કરનારાઓ કોઈને પણ સ્થાનીકનું ખેતીવાડી વિભાગ નહી બક્ષવાના મુડમાં દેખાય છે. બીજા તબક્કે પોલીસવિભાગ પણ આ બાબતે એટલી જ કડકાઈ દાખવે અને વારંવાર ખાતર ચોરીમાં જેનુ નામ બહાર આવે છે તે પ્રકાશની સામે હળવી કલમોના બદલે કડક રાહે કાર્યવાહી થાય તે રીતે કલમો લગાડી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડે તે ખુબજ જરૂરી બની રહ્યું છે.

..........


ચોપડવાવાળુ ખાતર પ્રકાશ જે રંગોલીમાં આપવાનો હતો
તેના અમદાવાદ સ્થિતી માલીક વિકાસના લ્યો પુછાણા.?



ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજી દ્વારા તાજેતરમાં જ ગાંધીધામ-ભચાઉ હાઈવે પરથી સરકારી સબસીડી વાળા ખાતરનો જથ્થો પકડી પાડયો છે. આ જથ્થાની તસ્કરીમાં એકની એક જ ગેંગનું નામ સામે આવી રહ્યુ છે અને તે જે રંગોલીનામની ફેકટરીમાં જવાનુ હતુ તેના પણ મુળીયા ઉલેચવા જોઈએ. પોલીસ સહિતનાઓએ આ બાબતે કડકથી કાર્યવાહી કરવી જોઈએ કંપનીના માલિક અમદાવાદ સ્થિત વિકાસ હોવાનુ મનાય છે તો તેને પણ તેડું મોકલી અને આ પ્રકારના ચોરાઉ ખાતર તયાં આવતા હતા  કે સંગ્રહ કરવામાં આવતા હતા તે મામલે તે અવગત છે કે નહી? સહિતના પુછાણા લેવા જોઈએ. 


........




 

Comments

COMMENT / REPLY FROM