Trending News
સ્થાનિક સમાચાર

હવે માધાપર અને લુણીમાં ગાંજો પકડાયો

15 February



સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો


ભુજ : ગઈકાલે ભુજ એસઓજીએ મુંદરામાં ઉમિયાનગર ખાતે આવેલ ડીલીવરી લિમિટેડ નામની કુરીયર સર્વિસમાં દરોડો પાડીને ઓરિસ્સાથી પાર્સલમાં આવેલો ૧૦ કિલો ગાંજો પકડયો હતો. જો કે કોઈ આરોપીની ધરપકડ કરી ન હતી. તેનાથી વિપરીત સ્થાનિક પોલીસોએ દરોડા પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.અંજાર - ભુજ હાઈવે રોડ પર માધાપર નજીક હોટલ કચ્છ એલીગેન્સના આગળના ભાગે બાતમીના આધારે માધાપર પોલીસે દરોડો પાડી ભુજના જેષ્ઠાનગરમાં રહેતા મહાદેવ જયેશભારથી ગોસ્વામીને ઝડપી તેની પાસેથી ૧પર ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા ગાંધીધામના કાર્ગોમાં રહેતા શરીફ ત્રાયા પાસેથી માલ ખરીદયો હોવાનું જણાવાયું હતું. તો મુંદરા મરીન પોલીસે લુણી ખાતે અકબરી પીર મસ્જિદની બાજુમાં દરોડો પાડી સુલતાન મામદ ઉનડ અને મજીદ મામદ ઉનડના ઘરે દરોડો પાડી ૧૦૭૩ ગ્રામ ગાંજો કિમત રૂા. ૧૦૭૩૦ તથા ૧૧ હજારના ત્રણ મોબાઈલ, વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને કિસ્સામાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM