Trending News
સ્થાનિક સમાચાર

જય હિન્દ ટ્રોફીમાં કચ્છ ક્રિકેટ એસો. - ભુજની સિનિયર ટીમે ગીર સોમનાથ સામે પ્રથમ ઇનિંગમાં ૩૯૨ રન બનાવ્યા

14 February



ભુજ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ બી ખાતે શરૂ થયેલ બીજી લીગ મેચમાં કેસીએ ભુજ સિનિયર ટીમએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ધૃવ ગોસ્વામીના ૧૨૮ દડામાં ૧૬૮ રનની મદદથી પ્રથમ ઇનિંગમાં ૩૯૨ રનનો સ્કોર કર્યો હતો.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કચ્છની ટીમે પ્રથમ વિકેટ ૩૩ રનના સ્કોરે ગુમાવી હતી.ત્યારબાદ બેટિંગમાં આવેલા ધ્રુવ ગોસ્વામીએ ઓપનર પ્રેમ ઝવેરી સાથે મળીને બીજી વિકેટ માટે ૧૩૩ રન જોડ્યા હતા અને ટીમને મજબૂત સ્કોર તરફ આગળ વધારી હતી. પ્રેમ ઝવેરીએ આઉટ થતાં પહેલાં ૫૦ રન કર્યા હતા. એક છેડેથી ઉભેલા ધૃવ ગોસ્વામીએ આક્રમક બેટિંગ કરતાં ૯ સિક્સર અને ૧૭ ચોક્કાની મદદથી માત્ર ૧૨૮ દડામાં ૧૬૮ રન કર્યા હતા. લંચ પછી ૨૬૮ના સ્કોરે એક સમયે કચ્છ ટીમની ૫ રનના ગાળામાં ૩ વિકેટ પડી ગઇ હતી. મિડલ ઓર્ડર તરીકે બેટિંગમાં આવેલ શની સોનીએ પૂર્વ રાઠોડ ૨૨ રન સાથે મળીને મહત્વપૂર્ણ ૫૭ રન જોડ્યા હતા. એક છેડેથી જામી ગયેલા શની સોનીએ પણ અર્ધશતક નોંધાવતા ૬૨ રન કર્યા હતા. હિરેન કેરાઇએ ૨૬ રન અને ધવલ વાઘેલાએ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. કચ્છ ડીસ્ટ્રીકટ સિનિયર ટીમને કોચ તરીકે મહેશ પંડ્યા સર અને યુવરાજસિંહ જાડેજા માર્ગદર્શન આપી રહ્યા છે.
--------

Comments

COMMENT / REPLY FROM