Trending News
સ્થાનિક સમાચાર

રાપર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા બેઠક મળી

14 February



રાપર : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકાની ચૂંટણીનું તા.૧૬મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી ૧૮મી ફેબ્રુઆરીએ યોજાશે તેને અનુલક્ષીને રાપર નગરપાલિકા કચેરી ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તમામ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા તથા તમામ કર્મચારીઓને વિવિધ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત મત ગણતરી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતીફ
આ બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, પ્રાંત અધિકારી અને ચૂંંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી, રાપર મામલતદાર એચ.બી.વાઘેલા, પીઆઈ જે.બી. બુબડીયા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત, મહેશ ઠક્કર, બી.આર.જાડેજા, વી.એ. મહેશ્વરી, એસ.બી.ઘાસુરા, તાલુકા શિક્ષણાધિકારી સામતભાઇ વસરા, બીઆરસી અશોક ચૌધરી, કે.સી.સુથાર, ભરત પરાલિયા, સંજય પટેલ, મહેશ સુથાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
----

ચૂંટણી અન્વયે ભુજ કલેક્ટર કચેરીમાં કંટ્રોલરૂમ કાર્યરત

ભુજ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લાની રાપર તથા ભચાઉ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી તથા ૬- દરશડી (માંડવી), ૧૦-મોટી ભુજપુર-૨ (મુંદરા), ૧૨ - લાકડીયા-૨ (ભચાઉ) તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવેલ છે, જે વિગતે આ ચૂંટણી માટે તા.૧૬/૨ના સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન યોજાનાર છે તેમજ મતગણતરી તા.૧૮/૨ના રોજ સવારે ૯ કલાકથી યોજાનાર છે, જેથી ઉપરોકત વિગતે મતદાનના દિવસ અને મતગણતરીના દિવસ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે, જેના સંપર્ક નંબર ૦૨૮૩૨-૨૫૨૭૧૫ છે. આ ઉપરાંત રાપર નગરપાલિકા ખાતે પણ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે, જેના સંપર્ક નંબર ૦ર૮૩૦-રર૦૦૦૧ છે.
----

Comments

COMMENT / REPLY FROM