કાસેઝની કંપનીમાં ભયાવહ આગથી દોડધામ : પાંચ ફાયર ફાયટરો ઘટનાસ્થળો : કરોડોનો મુદામાલ ખાખ
કપડાની ફેકટરીમાં આગ લાગી કે લગાવાઈ? યક્ષ સવાલ
કપડા બનાવતી ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ : પાંચથી વધુ ફાયર વિભાગની ગાડીઓ આગ ઓલાવવાના કામે લાગી : અન્ય યુનિટધારકોમાં પણ ફેલાયો ભયનો માહોલ
ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝેનના સેકટર રમાં આવેલી કપડા બનાવતી ફેકટરીમાં અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. કપડાની ફેકટરીમાં લાગેલી આ આગ જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ આગના પગલે આસપાસમાં ધુમાડાના ઘોટેધોટા ઉડવા લાગી ગયા હતા. આ મામલે મળતી વિગતો અનુસાર આગની ઘટનાના અહેવાલો મળતાની સાથે જ ડીપીએ-કંડલા પોર્ટના ફાયર બ્રીગેડ સહીતનાઓની પાંચ જેટલી ફાયરની ગાડીઓ-ટીમ સાથે આગને કાબુમાં ેવા માટે ઘટનાસથળે ધસી ગયા છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. આગ કયા કારણોસર લાગી અને આટલુ વિકરાળ સ્વરૂપે કેમ ધારણ કરી લીધુ છે તેનુ કારણ હજુ સુધી જાણવા મળી શકયુ નથી. પ્રાથમિક વિગતો અનુસાર આગના કારણે ફેકટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ હોવાનુ અનુમાન કરવામા આવી રહ્યું છે. આગની ઘટનાના સમાચારના પગલે ઝોનના અન્ય યુનિટધારકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો. જો કે, આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટુકડીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
----------------

Comments