Trending News
સ્થાનિક સમાચાર

સરહદી કચ્છ પુલવામા હુમલાની કરૂણાંતિકા વિસરી ગયું કે શું?

14 February

વેલેન્ટાઈન ડેના આંધણા અનુકરણને છોડો, દેશનો કઈક તો વિચાર કરો



રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત-મસ્ત? બલીદાનીઓ દરકિનાર!


પાકીસ્તાન જેવી સરહદને અડીને અવેલા કચ્છ જિલ્લામાં દેશદાઝની ભાવના-દેશભકિતના દ્રશ્યો હમેશા સર્જાતા જ રહેતા હોય છે પરંતુ આજ રોજ ૧૪મી ફેબ્રુઆરીએ પાકીસ્તાન દ્વારા કાશ્મીરના પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાની ઘટના કે જેમાં ભારતના ૪૦ સૈનિકો શહીદ થયા હતા, તેને આજે અંજલી આપવા કયાંય કોઈ ન ડોકાતા ઉઠી રહ્યા છે સવાલો?


પાશ્ચાત્ય સંસ્કૃતી સભર વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં ગળાડુબ દેશભકિત સભર ભાવના દર્શાવવામાં વામળા પુરવાર થયા? બીજુ કઈ નહી તો આજના દીવસે શહીદ થયેલા જવાનો માટે સરકારશ્રીએ જાહેર કરેલા નંબરો મેળવી અને ૧-૧ રૂપીયાનું દાન આપવાની પહેલ કરી દેખાડી હોત તો પણ સરહદના સંત્રી કચ્છમાંથી દેશભકિતની દીશામાં થયુ હોત મોટુ કામ..?




ગાંધીધામ : કચ્છ પાકીસ્તાન જેવી અડપલાવાળા રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સરહદ ધવરાતો જિલ્લો છે. આ સરહદની દેશની સલામતી અને સુરક્ષા માટે ખુબજ મહત્વ રહેલ છે અને તેની મહત્વતા કચ્છના લોકો પણ બખુબીથી નિભાવતા જ હોય છે. જયારે જયારે દેશદાઝ અને રાષ્ટ્રભકિતના વિષયો હોય તો કચ્છ તેમાં સદાય અગ્રેસર રહ્યુ છે. આ જિલાની ખમીરી અને ખુમારી કઈક અલગ જ રહેલી છે. પરંતુ કોણ જાણે કેમ આજે ૧૪મી ફેબ્રુઆરીના દીવસે કાશ્મીરના પુલવામાંમા જે નાપાક તત્વો કાયરતાપૂર્વક કૃત્ય આચરી અને ગ્રેનેડ બ્લાસ્ટ કરી ભારતીય સૈન્યના ૪૦થી વધુ જેટલા સૈનિકો-જવાનોને શહીદ કર્યા હતા તેની વરસી-વર્ષગાંઠ આજ રોજ કચ્છમાં મહદઅંશે વિસરાઈ જવા પામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે સરહદી કચ્છને માટે પણ ખતરારૂપ જ કહી શકાય તેમ છે. એકાદ-બે છુટાછવાયા નાના-મોટા કાર્યક્રમો સિવાય કચ્છમાંથી પુલવામાં હુમલાની ઘટનાને લઈને નેત્રદીપક અથવા તો દેશદાઝને વધુ મજબુત બનાવી શકાય તેવી કોઈ પહેલ થતી દેખાઈ નથી. પ્રબુદધવર્ગ ટકોર કરતા કહ રહ્યો છે કે, આજે ૧૪મી ફેબ્રુઆરીનો દીવસ છે ત્યારે વેલેનટાઈન ડેનું આંધળુ અનુકરણ ઠેર ઠેર થતુ જોવા મળી આવી રહ્યું છે. વેલેન્ટાનઈ ડે તો પાશ્ચાત્ય દેશોમાંથી અહી આવી ચડેલો દીવસ છે. આ દીવસની ઉજવણીમાં ગળાડુબ બની અને ભારતીય મુળ સંસ્કૃતીને આજનો વર્ગ વિસરી ગયો હોય તેમ જોવાય છે. આ દીવસની ઉજવણી થાય તેનો વાંધો ન હોય પરંતુ આ દીવસની ગળાડુબ આંધળી ઉજવણીમાં ભારતના સૈનિકોએ દેશની રક્ષા કાજે પ્રાણોની આહુતી આપી દીધી તેઓને શ્રદ્ધાંજલી આપવા બે મીનીટ મોન પાડવુ, તેમી સ્મૃતીમાં કોઈ યાદગાર આયોજનો કરવા, તેમને અંજલી આપતા અને અન્ય સૈનિકોને પણ દેશવાસીઓ-કચ્છવાસીઓ પ્રત્યે આત્મીયતા જાગે તેવી કોઈ પહેલ કરવાની તક કચ્છ ચુકયુ હોય તેમ આજે જોવાઈ રહ્યું છે. છુટાછવાયા કાર્યક્રમો સિવાય મોટા પાયે કચ્છમાં જાગૃતી વધે અથવા તો આ સૈનિકોને અંજલી આપતા કાર્યક્રમો યોજાયેલા દેખાતા ન હોવાથી વધારે ટીકાપાત્ર થઈ રહ્યું છે. સૈનિકોના નામે મોટા મોટા ઉત્સવો કે રાષ્ટ્રીય તહેવારોમાં લાંબા લાંબા ભાષણો આપનારા કચ્છના ઝભ્ભાલેંગાવાળાઓ, રાજકીય જગત પણ કયાંક ને કયાંક હાલમાં ચુંટણીઓમાં વધારે વ્યસ્ત રહી ગયુ હોય અને દેશદાઝને મજબુત બનાવતી અંજલી આપવાની આ ઘટનાને વિસરી ગયુ હોય તેમ દર્શાય છે વધારે અળકવાનારૂ બની રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM