Trending News
સ્થાનિક સમાચાર

પડાણામાં આખેઆખો પંપનો થયો પર્દાફાશ : પૂર્વ કચ્છમાં  બાયોડિઝલનો કાળો-કારોબાર હજુ’ય પુરજોશમાં..!

14 February

પાર્થ લોજિસ્ટીકવાળા પંકજના લ્યો કડક રીમાન્ડ.!




કેન્દ્ર સરકારની બાયોફયુઅલ નીતીનો ગેરલાભ લેનાર ટોળકી હજુય પૂર્વ કચ્છમાં મોટા પાયે સક્રીય હોવાનો વર્તારો : ભચાઉ-ગાંધીધામ હાઈવે પટ્ટામાં ઠેર-ઠેર બેઝઓઈલ-બાયોડીઝલના બેનામી ધંધાઓ ધમધમાવનારાઓ સક્રીય જ હોવાની ચકચાર



પડાણા પટ્ટામાથી જે રીતે બાયોડીઝલના ૩૦ હજાર લીટરના ટાંકાને પકડી પડાયો છે તેવીજ રીતે દુધઈ પટ્ટામાં પણ કેટલીક કંપનીઓ-ફેકટરીઓના પરિસરમાં પણ બાયોડીઝલના બેનામી ધંધાઓ ફુલ્યાફાલ્યા હોવાની ચર્ચા 


શેખપીર પાસે પકડાયેલા હાઈપ્રોફાઈલ બેઝઓઈલના કૌભાંડમાં પ્રાંત અધિકારીએ તવાઈ બોલાવી હતી, પોલીસ હવે તપાસ આદરી રહી છે, પ્રાંત અધિકારીએ નાક કાપીને લાપરવાહોને હાથમાં આપી દીધું હતુ, છતા હજુ સુધી પણ આ પ્રકરણમાં પોલીસ કોઈની પણ જવાબાદારી કેમ ‘અંકિત’ નથી કરી શકયું..? જાણકારોમાં મોટો સવાલ




ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં મોંધાદાટ ઈંધણની આયાત ઘટાડવાના ભાગરૂપે બાયાફયુઅલ નીતીની ઘોષણા કરી હતી પરંતુ આ નીતીનો ગેરલાભ લેનારી ભેજાબાજ ટોળકી બાયોફયુઅલના નામે બાયોડીઝલ-બેઝઓઈલ એટલે કે મિક્ષ ઓઈલનો ધુમ ગેરકાયદેસર હેરફેરનો નેટવર્ક બનાવી કાળો કારોબાર ધમધમાવી જ રહ્યા હોય તેવી ઘટનાઓ સતત બનવા પામી રહી છે.
એકતરફ બાયોડીઝલના ધંધાઓ સદંતર બંધ હોવાનો દાવો પોલીસતંત્ર કરી રહ્યુ છે તો બીજીતરફ ઉપરાછાપરી સમયાંતરે કચ્છમાથી બાયોડિઝલનો તગડો જથ્થો પકડાવવા પામી રહ્યો છે. હજુ તો ભુજમાં શેખપીર વિસ્તાર પાસેથી માંડવીના એક શખ્સની સંડોવણી અને સોમનાથના બે તત્વોના નામો સાથેના બાયોડીઝલના પ્રકરણની તપાસ સેમ્પલોની ઈતેજારીમાં પડતર પડી છે તેવામાં બીજીતરફ પૂર્વ કચ્છના ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર પડાણા પાસેથી એક વાડામાથી રીતસરનો ટાંકો-પંપ જ બનાવી અને આ બાયોડીઝલના વેંચાણને બિનધાસ્ત જ વહેચી રહ્યા હતા. પૂર્વ્‌ કચ્છ પોલીસે અહી જે કાર્યવાહી કરી છે તે તો આવકારદાયક જ કહી શકાય તેવી છે, પરંતુ હજુય આ પ્રકરણમાં અનેકવીધ સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
પાર્થ લોજીસ્ટીક પડાણા પંચરત્ના માર્કેટની પાછળ જે વાડો બનાવ્યો હતો તે કોની મંજુરીથી ધમધમતો હતો? કેટલા સમયથી અહી આ બેઝઓઈલનો વાળો ચાલી રહ્યો હતો? ૩૦ હજાર લીટર કેપેસીટીનો ટાંકો બનાવ્યો હશે એટલે તે કેાઈ બે-પાંચ દીવસમાં તો બની નહી ગયા હોય..! આટલો મોટો ટાંકો બનાવી અને જે બાયોડીઝલનો જથ્થો અહી સંગ્રહ કરવામાં આવતો હતો તો સૌથી મોટો પ્રશ્ન તો તપાસનીશોએ એ જ કરવાની જરૂર છે કે, પાર્થ લોજીસ્ટીકવાળાઓ આ બાયોડીઝલનો જથ્થો લાવતા કયાથી હતા? તેમને કઈ પાર્ટી સાથે સંકલન અને કડી હતુ?  કઈ પાર્ટી આટલો બધો બેઝઓઈલ તેમનુ આપતુ હતુ? તેમના નામો સામે લાવી અને આવા તત્વોના ચહેરા બેનકાબ કેમ ન કરવામાં આવે? આ ઉપરાંત પાર્થ લોજીસ્ટીક દ્વારા કેટલા સમયથી આ વાડામાં બાયોડીઝલનો ટાંકો ચલાવાતો હતો? અહીથી બાયોડિજલનો ગેરકાયદેસર જથ્થો ખરીદનારાઓ કોણ હતા? ઈંધણ તરીકે તેને વાહનોમાં નંખાતુ હતુ તો કયા કયા વાહનોવાળાઓ અહી આવા ગેરકાયદેસર કેમીકલનો વપરાશ કરી અને પ્રદુષણને વકરાવવા ઉપરાંત જાણતા કે અજાણતા બાયોડીઝલના ધમધમતા બેનામી એક ગંભીર પ્રકારના  નેટવર્કનો ભાગ બની રહ્યા હતા? આ બધાય સુધી પોલીસે તપાસ લંબાવી જોઈએ. જો પ્રતિબંધિત બાયોડીઝલના ખરીદનારાઓ જ નહી હોય તો આવી સિન્ડીકેટ ફાવશે કેવી રીતે? થોડીક લાલચના ભોગે વાહનોના એન્જીનોને ખખડધજ કરી દેનારા તથા પ્રદુષણ ફેલાવનારા અને સરકારની તિજોરીને પણ મોટી રકમનો નુકસાન પાડનારા એક મોટા નેટવર્ક અને આખીય સિન્ડીકેટને જયા સુધી તોડવામાં નહી આવે ત્યા સુધી એકને મુકીને બીજી જગ્યાએ અને બીજીને મુકીને ત્રીજી જગ્યાએ આવા વાડાઓ ધમધમતા જ રહેશે. બીજીતરફ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, જે રીતે પશ્ચીમ કચ્છમાં તાજેતરમાં જ શેખપીર પાસેથી મોટા પ્રમાણમાં બાયોડીઝલ પકડાયુ હતુ જેની કાર્યવાહી સેમ્પલીંગ કક્ષાએ જ અટકેલી છે, તેના અહેવાલોની સ્યાહી હજુ સુકાઈ પણ નથી કે, પૂર્વ કચ્છમાં પડાણામાં ૧૯ લાખના મુદામાલ સાથે બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કરવામા આવી ગયો છે. એટલે અહી સવાલ ચિંતાનો એ છે કે, કચ્છમાં હજુય બાયોડીઝલનો કાળો કારોબાર-ધીકતો ધંધો બરકરાર જ રહેલો છે તેવુ આ ઘટનાક્રમોથી ફલિત થવા પામી રહ્યો છે. ઠેર-ઠેર આવા પોઈન્ટ બનેલા છે. જો બાયોડિઝલ આ રીતે વાડાઓ બનાવી અને સંગ્રહમા આવતુ હોય તો તેની માહીતીઓ ચોકકસથી લાગતા વળતા સરકારી વિભાગો અને ખાખીધારીને રહેતી જ હોય છે. એટલે કયાંક ને કયાંક આવા સરકારી જવાબદારોના આંચમીચામણા
ની સામે પણ એકાદ કિસ્સામાં ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ. આ કીસ્સામાં જરૂર છે તો મામલતદાર તથા પોલીસ વિભાગે ઉંડા ઉતરી અને પાર્થ લોજીસ્ટીકવાળાઓ બાયોડીઝલનો આટલો બધો મોટો જથ્થો લાવતા કયાથી હતા? કઈ પાર્ટી તેમને બાયોડીઝલ સપ્લાય કરતી હતી? તેટલી તપાસ કરવાની. તો પણ બાયોડીઝલના ફેલાયેલા નેટવર્કને લઈને ઘણી બધી મહીતીઓ સામે આવી શકે તેમ છે. હવે જોવાનુ એ રહ્યુ કે, પુરવઠા વિભાગ અને તપાસનીશ પોલીસ તંત્ર આ કેસમાં કડકાઈથી ઝીણવટભરી તપાસ કરશે ખરી?

Comments

COMMENT / REPLY FROM