પૂર્વ કચ્છ ખાણવિભાગની ટુકડીઓ સવારે તુણા-શિણાય રોડ પર ત્રાટકી
ગઈકાલે રાપર-ભચાઉ-ગાંધીધામ સહિતના વિસ્તારમાથી બે કરોડથી વધુનો ઝડપ્યો હતો મુદામાલ : ખનીજચોરી-માટી ચોરી કરનારાઓમાં ફફડાટ :
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ખાણખખનિજ વિભાગના સિનીયર ભુસ્તરશાસ્ત્રીશ્રી એન એ પટેલની ટુકડીઓ દ્વારા ખનીજચોરોની સામે સમયાંતરે તવાઈ બાલાવાતી હોય છે તે દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર આજે સવારે પૂર્વ કચ્છ ખનિજ વિભાગની ટુકડી આદિપુરના તુણા અને શિણાય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરાયેલ ખનન પર કાર્યવાહી કરી દેખાડી છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર તુણા-શિણાય સીમ વિસ્તારમાં આ ટુકડી તપાસ કરી ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજકામમાં લાગેલા એક જેસીબી મશીન તથા એક ડમ્પર જે ગેરકાયદેસર ખનીજની હેરફેરમાં સક્રીય ડમ્પર સિઝ કરવામા આવ્યા છે. સિજ કરેલો મુદામાલ આદિપુર પોલીસ સ્ટેશને સોપવામા આવ્યો છે. આ તમામ મુદામાલની કિમંત ૧ કરોડ થવા પામી રહી છે. ખાણખનિજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આ ઉપરાંત ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, અંજાર કચેરી દ્વારા ભુસ્તરશાસ્ત્રી શ્રી એન.એ.પટેલ સાહેબશ્રી ની સુચના થી છેલ્લા પાંચ દિવસ દરમ્યાન કૂલ-૦૮ ડમ્પર અને ૦૧ લોડર મશીન ગેરકાયદેસર ખનીજ ખનન/વહન બાબતે કૂલ બે કરોડનો મુદામાલ સીઝ કરી પુર્વ કચ્છ ના વિવિધ તાલુકા રાપર, ભચાઉ,ગાંધીધામ,અંજાર ખાતે કાયદેસર ની કાર્યવાહી કરવામા આવી. તો વળી તા.૧૩/૨/૨૦૨૫ ના રોજ અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા ભુસ્તરશાસ્ત્રીશ્રી એન.એ.પટેલ સાહેબશ્રી ની સુચનાથી મોજે.કોટડા નદી પટ્ટ વિસ્તાર તા.અંજાર ખાતે ૦૧ લોડર મશીન અને ૦૧ ડમ્પર સાદીરેતી ખનીજ ગેરકાયદેસર ખનન/વહન સબબ ૩૦ લાખનો મુદામાલ સીઝ કરવામાં આવેલ અને સ્થાનીકે થયેલ સાદીરએતી ખનીજ ખનન ની માપણી કરવામાં આવેલ છે, તેમજ સુરજબારી ચેકપોસ્ટ તા.ભચાઉ ખાતે ૦૨ ડમ્પર ચાઇના ક્લે ખનીજ ગેરકાયદેસર ખનીજ વહન સબબ કુલ-૫૦ લાખનો મુદામાલ સીઝ કરવામાં આવેલ. તેમજ તા.૦૮/૦૨/૨૦૨૪ ના રોજ અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા ૦૨ ડ્મ્પર ચાઇના ક્લે ખનીજ ગેરકાયદેસર વહન અન્વયે મોજે.લાકડીયા તા.ભચાઉ ખાતે થી તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ ૦૧-ડમ્પર સાદીરેતી ખનીજ ગેરકાયદેસર વહન અન્વયે મોજે.ગાંધીધામ ખાતેથી તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ ૦૧ ડમ્પર મોજે.અમરાપર તા.રાપર ખાતેથી રોયલ્ટીપાસ કરતા વધારે સાદીમાટી ખનીજ વહન અન્વયે સીઝ કરવામાં આવેલ આમ, કૂલ.૦૨ કરોડ નો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે. આ તમામ કેસ અન્વયે અત્રેની કચેરી ખાતેથી ગુજરાત ખનીજ(ખાણકામ/વહન/સંગ્રહ) નિવારણ નિયમ-૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી રવામાં આવશે.

Comments