એસપીશ્રી બાગમારની કડકાઈથી તેલચોર સહિતના બેનામી ધંધાર્થીઓનો કચ્છની પડખે વધતો પડાવ
ધાંગધ્રામાં SMCના સપાટા વખતે સુચક ઈશારો
કોલસાચોર-વિદેશી ઈન્ડો કોલના ગોટાળાબાજો, દારૂના મોટા મોટા કટીંગ કરનારા તત્વો, ભંગાર ચોરો-માટી-ખનીજચોરો-ખાતર તસ્કરો, સહિતનાઓ મોરબી સહિતના પટ્ટામાંથી તાજેતરમાં જ પકડાઈ ચૂકયા છે તો હવે કચ્છ પાસીંગના વાહનમાં ધાંગ્રધ્રા પાસેથી કેમીકલ તસ્કરીના કાંડનો એસએમસીએ કર્યો છે પર્દાફાશ : કેમીકલનાડ્રમ, ૪ શખ્સો, વાહન સહિત ૮૩.૮૯ લાખનો મુદામાલ કરાયો છે કબ્જે
અગાઉ કચ્છમાં તેલચોરી-ભંગાર તસ્કરી, પોર્ટ પર આવતી કીમંતી વસ્તુઓ ઘંઉ-ચોખા-સોયા-ઓઈલની તસ્કરી કરનારી ગેંગના હતા ડેરાતંબુ પરંતુ શ્રી સાગર બાગમારન નામથી આ બધી જ ટોળકીઓ થરથરી ઉઠે છે અને કેટલાક ભુગર્ભમાં ઉતરી ગયા તો કેટલાક કચ્છની આસપાસમાં અડ્ડાઓ ખોલી બેઠા હોવાનો દેખાય છે વર્તારો’
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી એસપી પદે સાગર બાગમાર કાર્યરત થયા છે ત્યારથી આ સંકુલમાં બેનામી ધંધાઓ ધમધમાવનારાઓમાં જાણે કે સોપો જ પડી જવા પામ્યો છે. કાયદાના હિતમાં પોલીસ પ્રજાનો મિત્ર છેની ઉકિત તેઓની ટીમ બખુબીથી નિભાવી રહી છે. પ્રજાની સાથે સંવાદ યોજવો, સંવેદનાઓ દર્શાવવાના અનેક પ્રસંગો શ્રી બાગમારના સમયકાળમાં જોવા મળી આવ્યા છે તો વળી માથાભારે અને કુખ્યાત બની ગયેલા ગુનેગારોની સામે તેઓએ દાખવેલી કડકાઈ પણ સતત ચર્ચામાં આવતી જ રહેતી હોય છે. સાગર બાગમારના નામથી ગુનાહિત આલમના તત્વો રીતસરના થરથરી જ રહ્યા હોય તેમ અહી બિનધાસ્ત અગાઉ ચાલતા બેનામી ધંધાવાળાઓમાથી મોટાભાગનાઓ તો ભુગર્ભમાં જ ઉતરી ગયા છે તો વળી અન્યોને સ્થળ બદલવાની નોબત આવી જવા પામી હોય તેવો તાલ થવા પામ્યો છે. કચ્છમા અગાઉ મોટા મોટા દારૂના કટીંગ કરતાબુટલેગરોની કરોડોના દારૂની ખેપ ઠલવાતી રહેતી હતી, દૈનિક પ૦૦થી વધુ ગાડીઓની માટી-ખનીજચોરી મોટાપાયે આદરવામાં આવતી હતી, પોર્ટ પર આવતી ચીજવસ્તુઓમાં પણ આયોજનબદ્ધ રીતે ચોરી કરવામા આવતી હતી એ પછી ઘંઉ હોય કે ચોખા કે પછી સોયા જ કેમ ન હોય..! અહી કોલસાચોરોથી માંડી અને વિદેશી કોલસીની હેરફેર કરનારાઓ પણ છાકટા જ બનીને બેઠા હતા. પરંતુ જે રીતે હાલમાં કોલસાચોરી હોય કે પછી કરોડોના દારૂ પકડાવવાનો વિષય હોય યા તો પછી ભંગારનો જથ્થો જ કેમ ન હોય.., આ બધુ જ મોરબી પાસે વિશેષ પકડાઈ રહ્યું છે. અને તેમાં કયાંક ને કયાંક કચ્છ કડીઓ પણ સામે આવી જ રહી છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી અને કેમીકલ ચોરી-તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી દીધો છે. અહીથી ચાર શખ્સોને દબોચવામાં આવ્યા છે, કેમીકલનાડ્રમ્પ અને વાહનો-મુદામાલ મળી અને ૮૩.૮૯ લાખનો કબ્જે કરી લીધો છે. જોવાની વાત એ છે કે, અહીથી જે વાહન પકડાયુ છે તે કચ્છ પાસીંગનું હોવાનુ પ્રાથમિક અનુમાન સામે આવ્યુ છે. એટલે મોરબી-જામનગર-બનાસકાંઠા-ધ્રાંગ્રધ્રા સહિતના પટ્ટામાં હવે કચ્છમાં અગાઉ ફુલ્યાફાલ્યા રહેનારા બેનામી ધંધાવાળાઓએ પડાવ નાખી દીધો હોય તેમ દેખાય છે. જે રીતે આ બધા જ ઘટનાક્રમો કચ્છની આજુબાજુના જિલ્લાઓમાં, કચ્છની સરહદને અડીને બની રહ્યા છે અને તેમાં સીધી કે પરોક્ષ રીતે કચ્છ કડીઓ સામે આવવા પામી રહી છે તે જોતા જાણકારો માની રહ્યા છે કે, અહી પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા કાયદાનો ધોક્કો બરાબરનો પછાડવામાં આવતા આ બેનામી ધંધાવાળાઓએ કચ્છની આસપાસમાં જ ડેરાતંબુ તાણ્યા હોય તેમ દર્શાય છે.
..........................

Comments