Trending News
સ્થાનિક સમાચાર

ગઢશીશા વિસ્તારમાં શિફા હોસ્પિટલ માટે રૂા.૩૦ લાખના દાનની જાહેરાત

13 February


ભુજ : મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના હોદેદારોએ ગઢશીશા તા. માંડવી-કચ્છની મુલાકાત શિફા હોસ્પિટલના દાન સંદર્ભેે લીધી હતી, જેમાં સારો સાથ-સહકાર સાંપડયો હતો. ગઢશીશા તથા આસપાસના ગામડાઓના અગ્રણીઓની બેઠક મેમણ જમાતખાના, ગઢશીશા ખાતે યોજાઈ હતી, જેમાં દાતાઓએ રૂા. ૩૦ લાખ જેટલા દાનની જાહેરાત કરી હતી. 
ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ વર્તમાન સમયે જિલ્લા મથકે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની જરૂરિયાત, કચ્છના હિન્દુ-મુસ્લિમ દાતાઓ તરફથી મળી રહેલ  સહકાર અને નાનામાં નાના માણસની શિફા હોસ્પિટલ પ્રત્યે લાગણીની વિગતો આપી હતી. ટ્રસ્ટના મંત્રી યુસુફ એ. જતે કોરોના કાળમાં ટ્રસ્ટની સ્થાપના, ત્યારબાદની કામગીરી અને ઝડપભેર આગળ વધી રહેલ બાંધકામની વિગતો આપી હતી. ટ્રસ્ટના મંત્રી ઈસ્માઇલ એ. સોનેજી, ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. ગઢશીશા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અપીલ કરી હતી કે જ્યારે જ્યારે ગામમાં ખુશીના પ્રસંગો હોય છે ત્યારે મસ્જિદોમાં દાન આપવામાં આવે છે તેની સાથે સાથે શિફામાં  પણ દાન આપવામાં આવે.આ પ્રવાસમાં રૂા.પ લાખ ખલીફા હાજી અબ્દુલરહેમાન, રૂા. પ લાખ મેમણ હાજી સુલેમાન અબ્દુલરહેમાન પરિવાર, રૂા. પ લાખ મેમણ નૂરમામદ ઐયુબ પરિવાર, રૂા. પ લાખ ખલીફા હાજીઆમદ હાજીફકીરમામદ, રૂા.ર,રર,૭૮૬ મર્હુમ મેમણ હાસમ સિદ્દીક પરિવાર, રૂા. ૧,૧૧,૧૧૧ મર્હુમ ખત્રી ઈબ્રાહીમ અબ્દુલલતીફ પરિવાર, રૂા.૧,૦૭,૭૮૬ મર્હુમા રહીમાબાઈ સિદ્દીક પરિવાર હ. ઈબ્રાહીમભાઈ, રૂ. ૫૧,૦૦૦ રાયમા હાજીઆમદ હાજીઇલ્યાસ, રૂા. ૫૦,૦૦૦ મર્હુમા હાજીયાણી રહીમાબાઈ અબ્દુલ્લા હ. હાસમભાઈ, રૂા. ૫૦,૦૦૦ રાયમા અનવર હુસૈન હાજી સુલેમાન પરિવાર, રૂા. ૩૧,૦૦૦ રાયમા ફકીરમામદ મામદ હ. સાજિદ, રૂા. ૨૫,૭૮૬ મેમણ હાજીઅનવર હુસૈન મોહમ્મદ રાજપુરીયા, રૂા. ૨૫,૦૦૦ રાયમા રમઝાન સુલેમાન, રૂ.૨૫,૦૦૦ ખલીફા હાજી ઉસમાનગની હુસૈન, રૂા. ૨૨,૦૦૦ રાજપર મુસ્લિમ જમાત, રૂા. ૨૧,૭૮૮ રાયમા હાજી કાસમ સુલેમાન, રૂા. ૧૭,૭૮૮ મેમણ અબ્દુલહમીદ ઈશાક, રૂા. ૧૫,૭૮૮ ગોરેપોત્રા હાજીઈસ્માઈલ પરિવાર (માજી પેશઈમામ), રૂા. ૧૫,૦૦૦ હમલા મંજલ સુન્ની મુસ્લિમ જમાત, રૂા. ૧૦,૭૮૮ ભેરૈયા મુસ્લિમ જમાત, રૂા. ૧૧,૦૦૦ સાટી સુલેમાન હાજી ભચલ, રૂા. ૧૦,૦૦૦ રાયમા સતાર ઝકરીયા, રૂા. ૧૦,૦૦૦ મેમણ નૂરમામદ સિદ્દીક - વરાડીયાવાળા, ભીટારા (તા. નખત્રાણા) સુન્ની મુસ્લિમ જમાત તથા અનેક દાતાઓએ દિલ ખોલીને ફાળો આપ્યો હતો.
આ મિટિંગમાં ગઢશીશા ઉપરાંત રાજપર, ભીટારા (નખત્રાણા), ભેરૈયા, કોટડા, હમલા-મંજલ, પોલડીયા વગેરે ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઢશીશા મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા યુવા સમિતિએ વ્યવસ્થા સંભાળી હતી.
----------

શિફાની સ્થાપના સાથે ઝુંબેશ ઘર-ઘર પહોંચી ગઈ છે

ભુજ : મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના હોદ્દેદારો ગઢશીશા ખાતે મધ્ય કચ્છ રાયમા સમાજના પ્રમુખ રાયમા હાજીઆમદ હાજીઈલ્યાસના ઘેર પહોંચ્યા ત્યારે તેમણે સહર્ષ કહ્યું કે, શિફાની સ્થાપના થઈ ત્યારથી તેમના પત્ની હાજીયાણી સાયરાબેન ઘરમાં શિફા માટે એક અલગ બચતનો ડબ્બો રાખી દીધો છે, જેમાં તેઓ સમયાંતરે રકમ નાખતા આવે છે. અમારા ઘેર શિફાની ઝુંબેશ શિફાની સ્થાપનાની સાથે જ પહોંચી આવી છે. આ પ્રસંગે રાયમા હાજીઆમદ સ્વયંએ રૂા. ૫૧,૦૦૦ દાનમાં આપ્યા હતા. 
----

Comments

COMMENT / REPLY FROM