Trending News
સ્થાનિક સમાચાર

ચોપનમાં જન્મ દિવસ નિમિતે સેવા સાધનાને ચોપન હજારનું દાન

13 February



ભુજ : વર્તમાન સમયમાં લોકો પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા અલગ અલગ પ્રકારે ઉજવાની કરતા હોય છે, તે જ પ્રકારે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ તેમના જન્મ દિવસને યાદગાર બનાવવા સમાજ માટે પ્રેરણાદાયી અને સ્તુત્ય બની રહે તેવી ઉજવણી કરવામાં આવી હતી.રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ તેમના ચોપનમાં જન્મ દિવસ નિમિતે કચ્છની પ્રસિદ્ધ સંસ્થા સેવા સાધના કચ્છને ચોપન હજારનું દાન અર્પણ કર્યું છે. સેવા સાધના સંસ્થા સમગ્ર કચ્છમાં શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી ચલાવી રહેલ છે. દુર્ગમ અને અતિ સંવેદનશીલ સરહદી વિસ્તાર એવા બન્ની પછમ્મ તથા શહેરના આર્થિક નબળા વિસ્તારના બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બનાવવા ચાલતા સંસ્કાર કેન્દ્રોમાં પંદરસો જેટલા બાળકો સંસ્કાર સાથે રાષ્ટ્ર ભક્તિના પાઠ મેળવી રહ્યા છે. આ ઉપરાંત દુર્ગમ એવા વાગડ અને ખડીર વિસ્તારના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થવા માટે રાપર તથા સરહદી વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓ માટે ભુજમાં છાત્રાલય કાર્યરત છે. બન્ની વિસ્તારમાં આર્થિક રીતે પછાત એવા વાઢા સમાજ માટે ચાર ગામોમાં પાંસઠ મકાનોનું નિર્માણ કરાયું છે, સાથે સરહદી વિસ્તારના ગામોમાં ભગવાનની ઉપાસના પ્રબળ થાય તે માટે નવ મંદિરોનું નિર્માણ કરેલ છે. સમાજને સ્વાવલંબી બનાવવા રોજગાર ઈચ્છુક બહેનોને સિલાઈ મશીન તથા કોલસાની મજુરી કરતા ભાઈઓને હાથગાડી આપી મદદરૂપ થાય છે. સાથે આરોગ્યમાં પણ અંતરિયાળ ગામોમાં આરોગ્યની પ્રાથમિક સારવાર પૂરી પાડવા આયુર્વેદિક પેટી દ્વારા લોકોની નીઃશુલ્ક સારવાર થાય છે તથા ભુજની જી. કે. જનરલ અદાણી હોસ્પીટલમાં દુરના અંતરિયાળ ગામોમાંથી આવતા લોકોને મદદરૂપ થવા માહિતી કેન્દ્ર અને દર્દીના પરિજનો માટે નીઃશુલ્ક ભોજન કેન્દ્ર પણ ચાલવામાં આવે છે. સંસ્થાવતી ટ્રસ્ટી નારાણભાઈ વેલાણી અને રવજીભાઈ ખેતાણી દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશેષ સહયોગ બદલ સંસ્થાના પ્રમુખ માવજીભાઈ સોરઠીયાએ પંકજભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
---

Comments

COMMENT / REPLY FROM