Trending News
સ્થાનિક સમાચાર

ચોપડવા યુરીયા ખાતરકાંડ : ભચાઉના પ્રકાશને  ખાતર માફીયો બનાવનાર ઝભ્ભાલેંગા-વાળો કોણ?

13 February

પોલીસ ફરિયાદ થઇ છે, તો ‘પ્રકાશ’ ને રાજકીય પક્ષ કેમ સસ્પેન્ડ નકરે ?

અંજારના લાખાપર બાદ મહેસાણાના નંદાસણ પટ્ટામાં અને હવે ચોપડવા વિસ્તારમાં પણ યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેર-વપરાશમાં જે પ્રકાશનું નામ ઉછળ્યું છે તેની સામે સમ ખાવા પુરતું પણ જે-તે વિસ્તારનું સ્થાનિક પોલીસ અથવા તો ખેતીવાડી વિભાગ કામ કરતુ નથી દેખાતુ? જયા પણ આ પ્રકાશનું નામ બહાર આવે છે ત્યાં યા તો જાગૃત લોકોએ પકડયો છે મુદામાલ અથવા તો પછી એલસીબી કે એસઓજીની ટીમોએ કાર્યવાહી કરી દેખાડી છે? તેની પાછળનું રહસ્ય શું? : ખેડુતોના હિતનું ખાતર સગેવગે કરી દેનાર પ્રકાશનો રાજકીય આક્કા કોણ છે? શું સ્થાનિક ખાખી પ્રકાશ સામે કાયદાનો ધોક્કો ઉગામતા તેનાથી ડરી રહી છે કે પછી ખાખીના મોઢે માપ અનુસારના ભ્રષ્ટ ડુચ્ચા આ પ્રકાશ બાંધી દે છે? એટલે મોઢું સિવેલુ રાખવામાં આવે છે? : જાણકારોની લાલબત્તી



ખાટલે મોટી ખોટ : એકતરફ સરકારી ખાતરની ઠેર-ઠેર અછત દર્શાવાઈ રહી છે, ત્યારે બીજીતરફ કાળાબજારીઓને આટલી મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળે છે કેવી રીતે? કેમ આવા કિસ્સાઓના મુળીયા ઉખેડવા સુધી નથી હાથ ધરવામાં આવતી ધાક બેસાડતી કાર્યવાહી? : ભચાઉ કસ્ટમ બ્રીજ નીચે રોજ-બરોજ આ પ્રકાશના છે આંટાફેરા, છતા પણ પોલીસને તે શોધ્યો નથી જડતો અને હજુય દેખાડાય છે ફરાર : આ ચોકના સીસીટીવી ફુટેજની ચકાસણી કરો તો પ્રકાશ દીવસમાં કઈક વખત અહી આંટાફેરા મારતો અને ખાખીધારીઓના ગજવા ગરમ કરતો જોવા મળી આવશે..!



ગાંધીધામ : એકતરફ કેન્દ્ર અને ગુજરાતના કૃષીમંત્રી-વિભાગો દ્વારા ખેડુતોની વહારે આવવા માટે ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે ત્યારે બીજીતરફ કચ્છમાં જ જાણે કે, ખેડુતોને માટે રાહતરૂપ એવા યુરીયા ખાતરની કાળા બજારી કરનારાઓ બિનધાસ્ત બની ગયેલા હોય તેમ એકના એક ફરી ફરીને એની એજ ટોળકી યુરીયા ખાતરની કાળા બજારીમાં પોલીસ ચોપડે ચડવા પામી રહી છે.હાલમાં જ ગાંધીધામ-ભચાઉ હાઈવે પર ચોપડવા પાસેથી યુરીયાની ૧૬૦ જેટલી બોરીઓ આધાર-પુરાવા વિનાની જડપી પાડી છે ત્યારે આ કેસમાં પણ ભચાઉના પ્રકાશનું જ નામ સરકારી ખાતર ગેરકાયદેસર રીતે મંગાવનાર તરીકેનુ સામે આવવા પામતા હવે પ્રબુદ્ધવર્ગ અને જાણકારો કહી રહયા છે કે, કચ્છમાં ઠેર ઠેર યુરીયા ખાતર કે સરકારી સબસીડીવાળા ખાતરના કેસો થાય છે તેમાં આ પ્રકાશનું અને તેની ટોળકીનું જ નામ આવે છે તેમ છતા પણ કેમ તેની સામે કોઈ જ તંત્ર કડકાઈથી ધાક બેસાડતી કાર્યવાહી પુરવાર નથી કરી શકતુ? જાણકારો કહી રહ્યા છે કે, પ્રકાશ અત્યાર સુધીમાં પાછલા ટુંકા ગાળામાં અલગ અલગ પ્રકરણોમાં યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેરમાં પોલીસ ચોપડે ચડી જવા પામ્યો છે. પરંતુ તેની સામે સ્થાનિક જે તે પોલીસ મથકે કાર્યવાહી કરી હોય તેવુ જોવા મળતુ નથી, મોટા ભાગે યા તો જાગૃત નાગરીકો દ્વારા પ્રકાશ દ્વારા હેરફેર થતા ગેરકાયદેસર સરકારી ખાતરને પકડી પડાયુ છે અથવા તો પછી એલસીબી કે એસઓજીની ટીમો દ્વારા જ કાર્યવાહી કરવામા આવી હોય તેવુ ફલિત થતુ જોવાઈ રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકાશ રાજકીય પૃષ્ઠભુમી ધરાવી રહ્યો છે. કયાંક ને કયાંક અગાઉ પ્રકાશ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં એકાદ ટર્મ માટે સેવા આપી ચુકયો છે અને તેની પાછળ રાજકીય રીતે પીઠબળ રહેલુ હોવાથી જ મોટા ભાગના કેસોમાં તેને કલીનચીટ મળી જતી હોય તેવો તાલ થવા પામી જાય છે. કહેવાય છે કે, આ પ્રકાશના પોતાના જ પ્લાયના છથી સાત અલગ અલગ યુનિટ છે અને તેને એ પોતાના યુનિટ માટે જ કરોડોના યુરીયા ખાતરની જરૂરીયાત પડતી હોય છે અને તે પોતા માટે જ ગેરકાયદેસર રીતે યુરીયા ખાતરની હેરફેર કરી રહ્યો છે. અને તેના નામો અંજાર હોય કે હવે ચોપડવાના કેસોમાં સત્તાવાર રીતે બહાર આવી જ ગયા છે, છતા પણ તેને નશ્યત કરતો કોઈ ધાક બેસાડતી કાર્યવાહી થતી જોવા ન મળતા તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે.



...............



ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધું


એકાદ પખવાડીયામાં આવશે રીપોર્ટ : પોલીસતંત્રએ પકડેલ સરકારી ખાતરમાં સેમ્પલ કન્ફર્મ થયા બાદ થશે વધુ ખુલાસા



ગાંધીધામ : ચોપડવા પાસે એસઓજીની ટીમ દ્વારા જે ૧૬૦ બોરી ખાતર પકડી પાડવામા આવ્યુ છે તેના કોઈ જ આધાર-પુરાવાઓ આ ખાતર લાવનારની પાસ મોજુદ ન હોવાથી કાર્યવાહી કરવામા આવી છે. તે બાદ ખેતીવાડી વિભાગ, સેમ્પલીંગ ઓફીસર રાપર દ્વારા આ ખાતરના સેમ્પલો લેવામા આવ્યા છે અને પૃથકરણ માટે તેને કૃષિ લેબ ખાતે મોકલી આપવામા આવ્યા છે. આ સેમ્પલનારીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહીમાં વધુ કેટલાક ખુલાસા થવા પામશે. 



..................


પ્રકાશને દબોચી તેના મોબાઈલ કોલ ડીટેલ્સ ચેક કરો


પ્રકાશની બેંક ડીટેલ્સની પણ કરવી જોઈએ જીણવટભરી છાનબીન



ગાંધીધામ : યુરીયા ખાતરની કાળાબજારીઓના અલગ અલગ કેસોમાં જેનુ નામ સતત પોલીસ ચોપડે નોધાવવા પામી રહ્યુ છે તેવા પ્રકાશને પકડીને જો વધુ કડક તેની પુછતાછ કરવામા આવશે તો કચ્છ સલગ્ન યુરીયા ખાતરની કાળા બજારી કરનારી એક મોટી ટોળકીનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. કહેવાય છે કે આ પ્રકાશના મોબાઈલ કબ્જે કરી અને તેના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરાવવાની જરૂર છે. તો પ્રકાશની ટોળકીમાં કોણ કોણ રહેલા છે તે બધી વિગતોતો સામે આવશે જ પરંતુ પ્રકાશ પોતાની સામે કાર્યવાહી ન થવા દેવા માટે કેટલા કેટલાનાકોની કોની સાથે વ્યહવારો કરે છે તે બધાયના ચહેરાઓ પણ ખુલવા પામી શકે તેમ છે. આ પ્રકાશ પર કયા કયા નેતાઓના આર્શીવાદ છે, કયા ખાખીધારીઓ તેને શેહ આપી રહ્યા છે એ બધુ જ બહાર આવવા પામી શકે તેમ છે. 




..............


ર્જીંય્ પકડે છે, સ્થાનિક પોલીસ કેમ પ્રકાશ સામે પગલા નથી ભરી શકતી?



ચોપડવા-લુણવા વિસ્તારમાં પ્લાયવુડની ફેકટરીઓમાં પોલીસ શા માટે સરપ્રાઇજ વિજિટ નથી કરતી? : ઇર્હ્લંપણ શા માટે છે મુંગામંતર?




ગાંધીધામ : ભચાઉના ચોપડવા-લુણવા સહિતના વિસ્તારમાં મોટી પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝ આવેલી છે. અહી પ્લાયવુડમાં રેઝિન પ્લાન્ટ છે તેમાં યુરીયા ખાતરની વધારે જરૂરીયાત રહેતી હોય છે. પ્રકાશના કારનામાઓ અને કારસ્તાનો સામે એસઓજી કાર્યવાહી કરી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે સ્થાનિક પોલીસે કેમ આ બાબતે અંધારામાં રહી જાય છે? કે પછી સ્થાનિક પોલીસ એક યા બીજાકારણોસર આંખમિચામંણા કરીને બેસી જાય છે. 

 

Comments

COMMENT / REPLY FROM