ટીમ એસપી સાગર બાગમારની ગુનેગારો સામે ફરી લાલઆંખ : અંજાર પટ્ટામાં સરપ્રાઇઝ કોમ્બીંગ :અસામાજિક તત્વોમાં ફફડાટ’
પ્રોહીબીશન-જુગારીઓ,ટ્રાફિક નિયમોનું ઉલ્ઘન કરનારાઓ, બેન્સા-ઝુપડાઓમાં રહેતા પરપ્રાંતીયો-સ્પાના હાટડાઓમાં પોલીસતંત્રએ હાથ ધરી છાનબીન : અંજારડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ- એસ.ઓ.જી બ્રાન્ચ તથા પેરલ ફર્લો તથા ગાંધીધામ“એ”-“બી” ડિવીઝન,આદિપુર,મહિલા,કંડલા તથા દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ૧૭ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર-૭૧, પોલીસ સબ ઈન્સ્પેક્ટર-૧૩ તથા ૧૧૪ પોલીસ કર્મચારીઓના મોટા કાફલાએ બધડાટી બોલાવી
’
પપ૬ વાહનો ચેક કરાયા : પાંચ કલાક સુધી ચાલેલી વિઝીટમાં લુખ્ખા - ટપોરી તત્ત્વો પોલીસને જોઈ અન્ડર ગ્રાઉન્ડ થયા
ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનમાં મેઘપર વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરતી અંજાર તથા અંજાર ડીવીજન પોલીસ હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ રાહદી રેન્જ- ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ,અંજારની અધ્યક્ષતામા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેઘપર બોરીચી કુંભારડી વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની બદીનેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ./એમ.સી.આર તથા લીસ્ટેડ બુટલેગરો તેમજ જાણીતા જુગારી ચેક કરવા તેમજ સ્પા ચેક કરવા તેમજ લાકડાના બેન્સામાં તથા ડન્સ્ટ્રક્શન લાઈન પર કામ કરતા પરપ્રાતિયો લેબર તથા આજુબાજુમાં ઝુપડપટ્ટા પરપ્રાતિયો માણસો તથા મજુરો ચેક કરવા તેમજ ટ્રાફીક નિયમનું ઉલ્લંધન કરતા ઇસમો વિરૂધ્ધ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં જયા અવાર નવાર શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓબનતા હોઈ તેવા વિસ્તારમાં લુખ્ખા તથા ટપોરી જેવા અસામાજીક તત્વો પર અસરકારક કામગીરી કરવા એરીયા ડોમીનેશન કરી સરપ્રાઈજ ડોમ્બીંગ ચકીંગનું આયોજન કરી અંજાર વિભાગ અંજાર ડીવીજન માંથી અંજાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.સી બ્રાન્ચ તથા પેરલ લો ડોડ તથા ગાંધીધામ“એ”-“બી” ડિવીઝન,આદિપુર, મહિલા,કંડલા તથા દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ડુલ્લે-૧૭ ટીમો બનાવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર-૭૧ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર-૧૩ તથા પોલીસ કર્મચારી-૧૧૪સાથે તા.૧૧/૧૨/૨૦૨૫ ના ૫.૧૭/૦૦ થી ૨૨/૦૦ વાગ્યા સુધી અસરકારક સરપ્રાઈજકોમ્બીંગ ચેકીંગ હાથ ધરી હતી.આ કામગીરી નાયબ પોલીસ અધિાડ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહિલ તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડ ટીમ તથા અંજાર વિભાગના પોલીસઅધિકારી/કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલ છે.
.............
એસપીશ્રી, બી-રોલ ને બનાવો વધુ સઘન
ગાંધીધામ : સરપ્રાઇજ મેઘા કોમ્બીંગ બોલાવાઈ છે તે ખુબજ આવકારદાયક છે અને તેનાથી અંતરીયાળ વિસ્તારોમાં પનાહ પામી જતા ગુનેગારોમાં ચોકકસથી નાશભાગ મચી હશે પરંતુ તેની સાથોસાથ જ પૂર્વ્ કચ્છમા બી-રોલ ભરવાની કામગીરી પણ તેટલી જ સજજડ બનાવી જરૂરી બની રહી છે.
...............
કચ્છઉદયના અહેવાલની ત્વરિત નોંધ લેનાર
પૂર્વ કચ્છ પોલીસની સમયસુચકતા સરાહનીય
મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સ પડાણામાંથી અમદાવાદની પોલીસ પકડી ગઈ તે વખતે આ પ્લેટફોર્મ પરથી પૂર્વ કચ્છમાં મેગા કોમ્બીંગની વધુ એક જરૂરના મથાડાથી સુચક ઈશારો કરાયો હતો અને તે બાદ હવે એસપીની ટીમ દ્વારા જે સરપ્રાઇજ તવાઈ બોલાવાઈ છે તે ખરેખર સરાહનીય કહી શકાય તેમ છે.
...............
ટીમ એસપીએ બોલાવેલી બગડાટીનો
આંકડાકીય એકસ-રે
એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબ વાહન ડિટેઈન ૨૧, એમ.વી.એક્ટ એન.સી.૧૦૮ (દંડ ૩,૪૨, ૪૦૦/-) , એમ.સી.આર રોડ ૩૦, પ્રોહિ દેશીદારૂના કેસ ૦૨, જુગારી ચેક ૦૧ , બુટલેગર ચેક ૧૯ , વાહન ચેક ૫૫૯, વાહનોને રેડીયમ લગાવવામાં આવ્યા ૪૬, સ્પા ચેક ૦૨, મસ્જીદ ચેક ૦૬, ઈદગોર રોડ ૦૧, કન્ટ્રક્શન સાઈડ ૧૦, લાકડાના બેન્સા ચેક ૪૨, દંગા ચેક ૧૫ , ધાબા ચેક ૦૬ કરવામાં આવ્યા હતા.

Comments