ખીરસરા ખનીજચોરી કાંડની તપાસમાં ભેદભરમઃ કરોડોની તસ્કરી સામે માત્ર લાખોનો જ દંડ...!
જિલ્લા સમાહર્તા શ્રી અરોરા કેમ ન લે ખનીજવિભાગનો ઉધડો.!
હકીકતમાં આ પ્રકરણમાં સરકારે ખુદ ગુગલ મેપીંગ કરાવવું જોઈએ : ખીરસરામાં જયાથી ચોરી પકડાઈ છે તેની આસપાસના અન્ય મોટા ખાડાઓનું ડ્રોન સર્વે કરવુ જોઈએ, તેમાં પણ આ જ ઝડપાયેલા મશીનો અને વાહનોના આંટાફેરા જોવા મળી આવતા હોય તો ખનીજચોરીનો આંક ચોકકસથી મોટો હોવાનું ભોપાળુ આપોઆપ જ ખુલી જશે : હવે જોવાની વાત એ છે કે, સરકાર તબક્કે આવી કડક કાર્યવાહી થાય છે કે પછી હળવો દંડ ફટકારીને ગાંધીનગર-વાંકાનેરના કોઈ નેતાના ઈશારે જ ખનીજચોરી થતી હોવાની અફવાને સાચી સાબિત કરી દે છે?
પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ તથા ફલાઈગ સ્કવોર્ડની સંયુકત ટીમ દ્વારા ચાર વાહનો-બે મશીનો પકડી અને ર૪ લાખના માત્ર ફટકારેલા દંડની નોટીસ સામે ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો :
દૈનિક ૧પ૦થી ર૦૦ ગાડીઓ બેન્ટોનાઈટની જયાથી નીકળી ગઈ હોય તેના ખાડા માપણીમાં કયાંક કચાશ તો નથી રખાઈ રહી ને?
અમારી કક્ષાએ યોગ્ય કાર્યવાહી કરાઈ છે, નોટીસ અપાઈ છે, તેના પ્રત્યુતર બાદ આગળની ધોરણસરની કાર્યવાાહી હાથ ધરવામા આવશે : શ્રી દેવેન્દ્ર બારીયા
(સિનિયર ભુસ્તર શાસ્ત્રી, પશ્ચિમ કચ્છ ખાણખનીજ વિભાગ)
ખાટલે મોટી ખોટ : કરોડોની ખનીજચોરીના પ્રકરણોમાં મોંઘદાટ વાહનો હળવી પેનલ્ટી ફટકારી અને છુટા કરી દેેવાશે તો એ ફરી ફરીને ખનીજ તસ્કરીને અંજામ નહી આપે તો શું કરશે? કડકાઈથી તપાસ કરવામાં આવશે, જુની વિગતો કાઢવામાં આવશે તો આ જ તસ્કરી કરનારાઓ અગાઉ અબડાસા પ્રાંતશ્રી રાઠોડની ઝપ્ટે પણ ચડી ચુકયા હોવાનુ આવી શકે બહાર,
જેમાં પણ નામદાર નલીયા કોર્ટે વાહનો છોડી દીધાની રાહત આપી અને તંત્ર નામદાર ભુજ સેસન્સમાં આ કેસ અપીલમાં લઈ ગયા છે, તે વચ્ચે પણ ફરીથી આવા સાધનો ખનીજચોરીના જ કેસમાં ચોપડે ચડી જવા પામ્યા હોવાની છે ચર્ચા? ફરી ફરીને ખનીજચોરીમાં ઝડપાતા વાહનો-મશીનોવાળાની સામે હકીકતમાં ફોજદારી રાહે જ કરવુ જોઈએ કામ
ગાંધીધામ : કચ્છના પેટાળમાં અલભ્ય અને કીમંતી ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે. પરંતુ આ ખનીજમાથી સરકારને જેટલા પ્રમાણમાં આવક થવી જોઈએ તેનાથી તો અનેકઘણી રીતે કરોડોની રોયલ્ટી ચોરી કરવામા આવી રહી હોય તેવી ઘટનાઓ કચ્છમાં ઠેર-ઠેર સામે આવવા પામી રહી છે. કયાંક ને કયાંક સમ ખાવા પુરતા કે પછી ખાનાપુર્તિ કરવાને માટે ખાણખનિજ વિભાગના જવાબદારો કેસો નોધી લેતા હોય તેમ કરોડોની ચોરીઓમા માત્ર નજીવા દંડની કાર્યવાહી કરતા હોવાથી ખાણખનિજ માફીયાઓના મનોબળ પણ ઉચકા રહ્યા હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.
આ બાબતે વધુમાં જાણકારો કહી રહ્યા છે કે, તાજેતરમાં જ અબડાસા તાલુકાના ખીરસરા વિસ્તારમાં ચાઈનાકલેની ચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. મધરાતે અહી તપાસ માટે ટીમો ગઈ અને મોટી ખનીજચોરીનો પર્દાફાશ કરી દીધો છે કે પછી કરવાના છે તેવો એક માહોલ પણ ઉભો થતો જોવા મળી આવ્યો હતો. હકીકતમાં જે જગ્યાએ ખનીજચોરી પકડાઈ છે ત્યા અગાઉ પણ તંત્રવાળાઓ જઈ આવ્યા હોવાનુ અને આ ખનીજચોરીને ગાંધીનગર અથવા તો વાંકાનેરના મોટા ખજાના રાજકારણીએ મંજુરી અપાવી હોવાના નીતનવા નામો આગળ ધરી અને તે તંત્ર અને અધિકારીઓને ખાલી હાથે પાછા મોકલી દેવાની જ ઘટનાઓ પણ ચર્ચામાં આવી હતી. એટલે જ ખાણખનિજ વિભાગ ભુજ-પશ્ચીમ કચ્છ તથા ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા કરવામા આવેલી કાર્યવાહી હિમંતભરી થઈ હોય તેમ જતાણુ હતુ પરંતુ તપાસ જે રીતે ચાલી રહી છે, અને જે આકડો સામે આવવા પામ્યો છે તેને જોતા તો તંત્ર પણ માત્ર કાગળ પર કેસ દેખાડવાની ગણતરીઓ સાથે જ ગયા હોય તેવુ ફલિત થતુ જોવાઈ રહ્યું છે. રોજની જયાથી ૧પ૦થી ર૦૦ ગાડીઓ બેન્ટોઈનાટની નીકળી હોય તેને માત્ર ર૪ લાખનો દંડ ફટકારવાની કામગરીી થાય તો બીજું સું સમજી શકાય? કયાંક ને કયાંક આ કિસ્સામાં સરકારે ગંભીર બનવાની જરૂર છે. ખાણખનિજ વિભાગ કે સ્થાનિક તંત્રના હાથો અહી કાર્યવાહી કરવામાં એક યા બીજી રીતે ટુંકા પડયા હોય તેમ દેખાય છે ત્યારે હવે સરકાર ખુદ આગળ આવે અને આ વિસ્તારમાં વેળાસર જ ગુગલ મેપીંગ કરાવે તે જરૂરી બની રહ્યું છે. તેમા ચોકકસ ખનીજચોરીનો આંક અહી ચોકકસથી પકડાઈ શકે તેમ છે. ગુગલ મેપીંગ કરી અને તેમા પણ જો ઝડપાયેલા મશીન-વાહનો દેખાય તો સમજી શકાય કે ખનીજચોરીનો આંક ખુબજ મોટો રહેલો છે, સ્થાનિકેથી કયાંક ને કયાંક તપાસમાં કુલડીમાં ગોળ ભાંગવાની નીતી રીતીઓ અપનાવાઈ રહી છે. જો કે, બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનીયર ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી કક્ષાએ યોગ્ય કાર્યવાહી જ કરાઈ છે, સ્થળ પરથી કોઈ મળી આવેલ ન હતા, વાહનોના આધારે આરટીઓમાંથી વિગતો મળતા નોટીસ ફટકારાઈ છે, સાત દીવસનો સમય અપાયો છે, જે બાદ આગળની ધેારણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ શ્રી બારીયાએ જણાવ્યું છે.
................
મુખ્યમંત્રીશ્રી તપાસ કરાવે : ગાંધીનગરના કયા નેતાનું નામ
ખનીજચોરીમાં સાચી કે ખોટી રીતે ચલાવાયું?
ગાંધીધામ : ગુજરાતના વર્તમાન મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પ્રમાણિક અને તટસ્થ પ્રજાભીમુખ શાસન કરનારા સીએમની છબી ધરાવી રહ્યા છે. તેમાં પણ પાછલા પખવાડીયાથી તો સીએમ દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓને તો ઓપરેશન ગંગાજળ મારફતે ફરજીયાત નિવૃતી લેવડાવીને સાફસફાઈ કરતી કડક કાર્યવાહી કરી છે અને તેનાથી ભ્રષ્ટાચારીઓમાં તો રીતસરનો ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે. એટલે તેઓની ટીમમાં કોઈ નેતા ખનીજચોરીઓની ઘટનાને લીલીઝંડી કચ્છના અબડાસામા આપી દેતા હોય તેમ માની લેવુ એટલુ સરળ નથી. જો કે, બીજીતરફ જયારે ખીરસરા ખનીજકાંડમાં કયારેક ગાંધીનગરના રાજકીય નેતાના ઈશારે તો કયારેક વાંકાનેરના રાજકારણીના નામો વટાવાઈ રહ્યા છે ત્યારે રાજયના મુખ્યપ્રધાનશ્રી તપાસ કરાવે કે ગાંધીનગરના નામે ચરી કોણ રહ્યુ છે? રોજની ર૦૦ ગાડીઓ નીકળતી હતી તેમ કહેવાય છે તો આવુ કૃત્ય નાના સુના ખનીજચોરાનું તો કામ નથી? તો હકીકતમાં કરોડોની રોયલ્ટીચોરી ગાંધીનગરના કયા નેતાના નામે ફિલમ ચલાવીને કરવામા આવી છે તે બાબતે રાજય સરકાર-સીએમ દ્વારા ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ.

Comments