ગાંધીધામમાં ટીમ્બરની પેઢીઓ પર અમદાવાદ જીએસટી વિજિલન્સની ટુકડીઓ ત્રાટકી : રપ૦ કરોડની ટેક્ષચોરી ઝડપાઈ?
મુળ દિલ્હીના અને ગાંધીધામ સંકુલમાં ટીમ્બરમાં મોટું નામ ધરાવતી પેઢી સહિત કુલ્લ અલગ ટીમ્બરવાળાઓ પર અમદાવાદ ડીજીજીઆઈની ટુકડીએ શનિવારે બોલાવી બધડાટી : બોગસ બીલીંગ થયાની આશંકાએ આદરી છાનબીન : જીએસટી ચોરી કરનારાઓમાં ફેલાયો ફફડાટ
અમદાવાદ ડીજીજીઆઈની ટુકડીઓ દ્વારા જે ૧પ પેઢીઓ પર સર્ચ-સર્વે કરાયુ હતુ ત્યાં હાજર બધાયના મોબાઈલ કરી લેવાયા કબ્જે : દસ્તાવેજ ક્રોસ વેરીફીકેશન બાદ અમુક સાહિત્ય કરાયુ કબ્જે : અમદાવાદ ડીઆરઆઈની ઉંડાણપૂર્વકની તપાસ બાદ થશે વધુ કડાકાભડાકા : ર૦૦થી રપ૦ કરોડનો ગેરવહીવટ તપાસનીશ એજન્સીના હાથે લાગી ગયો
ગાંધીધામ : એક દેશ એક કરની અમલવારી કરી અને દેશમાં ટેક્ષચોરીને ડામવાની દીશામા મોટુ કદમ ઉઠાવાયુ હતુ અને તેના પગલે ટેક્ષચોરી અલગ અલગ રીતે કરનારા કઈક ટેક્ષચોરના રસ્તાઓ બંધ જ થવા પામી ગયા હતા. ઉપરાંત પણ જીએસટી લાગુ થયા બાદ કેટલાક ભેજાબાજો એક યા બીજી રીતે ટેક્ષચોરી કરવાની દીશામાં સતત હરકતમાં જ રહેતા હાયે છે. અને ગાંધીધામ સંકુલમાં પણ આ જ રીતે ટીમ્બરના ક્ષેત્રમાં ટેક્ષચોરી કરનારાઓ પર હવે મોટી તવાઈ અમદાવાદની જીએસટી વિભાગની વિજિલન્સ વિંગ દ્વારા બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અમદાવાદ જીએસટી વીભાગના અધિકારીઓનો મોટો કાફલો શનિવારથી ગાંધીધામ શહેર-સંકુલમાં ડેરાતંબુ નાખીને અલગ અલગ પેઢીઓ પર સર્ચ સર્વેની કામગીરી કરી રહ્યા છે. અધિકારીઓએ ખાસ કરીને અત્યાર સુધીમાં ૧પ જેટલી પેઢીઓ પર તપાસ પૂર્ણ કરી છે જેમાં ટીમ્બરવાળાઓનો સમાવેશ થવા પામી રહ્યો છે. આ ટીમ્પરમાંથી અલગ અલગ પેઢીઓ પર અત્યાર સુધીની પૂર્ણ થયેલી તપાસમાં ર૦૦થી રપ૦ કરોડના ટેક્ષેબલ વેલ્યુવાળા વહેવારો એજન્સના હાથે ચડી જવા પામ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ પ્રકારની થયેલી કાર્યવાહથી ટેક્ષચોરી કરનારાઓમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. હજુ તો ટીમો સંકુલમાં જ ધામા નાખીને બેઠી છે જયારે કેટલાક સાહિત્યો કબ્જે કરી લેવાયા છે અને તેનો અભ્યાસ ચાલી રહ્યો છે એટલે હજુ વધુ પેઢીઓમા સર્ચ હાથ ધરવામા આવશે અને આ મોટી રકમનો આંક હજુ વધશે તેવો અંદાજો પણ સહેવામાં આવી રહ્યો છે.
...........
બોગસ સેલ ઈન્વોઈસ કૌભાંડનો થશે પર્દાફાશ
ગાંધીધામ : સંકુલમાં જીએસટીની ડીજીજીઆઈની ટુકડીઓ ત્રાટકી છે ત્યારે જાણકારો કહે છે કે ટીમ્બરમાં ખાસ કરીને બોગસ સેલ ઈન્વોઈસનું જે મોટુ ગતકડુ અમુક તત્વો ચલાવી રહ્યા છે તેને લઈને આ તપાસ થઈ રહી છે. એટલે બોગસ સેલ ઈન્વોસનું જ કારનામું સામે આવવા પામશે. સરળ ભાષામાં કહીએ તો ૧૦૦ રૂપીયાના સેલમાં અમુક પાર્ટીઓ ૬૦ રૂપીયા પાકુક બીલ લે અને ૪૦ રૂપીયા કેસમાં ચુકવણુ કરતા હોય તેવી પ્રેકટીશ કરતા હેાવાનુ મનાય છે. આવા બોગસ બીલોના કરોડોના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
.........
પ૦ કરોડની ડયુટીનો ફટકો પાક્કો?
ગાંધીધામ : અમદાવાદની જીએસટી વિભાગની ડીજીજીઆઈ એટલે કે વિજિલન્સ વિગં દ્વારા અતિ ગુપ્ત રાહે ગાંધીધામમાં ત્રણ દીવસથી મેઘા ઓપરેશન હાથ ધરવામા આવ્યું છે. કહેવાય છે કે, અત્યાર સુધીમાં જે રપ૦ કરોડની રકમના વ્યહવારો હાથે લાગ્યા છે તેમાં ૪૦ થી પ૦ કરોડની ડયુટીનો ધુમ્બો તો પડશે તે નકકી જ છે.

Comments