મુંદરા તાલુકાના પ્રાગપર-૧ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
મુંદરા તાલુકાના પ્રાગપર-૧ ખાતે આવેલ સરકારી જમીન પર આશરે ૧૧૧૩ ચો.મી. જમીન પર દબાણકાર દ્વારા પાકી હોટલ બનાવી સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું, જે અન્વયે મુંદરા મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તળે કેસ ચલાવી દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને દબાણકારે જાતે બાંઘકામ તોડી પાડી દબાણ હટાવી લઇ સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી હતી, જેની અંદાજીત કિંમત ૧૨,૫૩,૨૩૮ થાય છે.
-----

Comments