Trending News
સ્થાનિક સમાચાર

રાપર નગરપાલિકાની ચુંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ

10 February



કર્મચારીઓને ઇવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત : પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ 

રાપર : ૧૬મી ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવા આવી રહ્યો છે. જિલ્લા કલેકટર અમિત અરોરાના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને મત ગણતરી થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચૂંટણી અધિકારી એસ.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાનું મતદાન થશે, જેના માટે બસો જેટલા કર્મચારીઓનો સ્ટાફ મતદાન ૨૬ બુથ પર તૈનાત કરવામાં આવશે. પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શાળા, હાઇસ્કૂલના ૧૪ મકાનોમા બુથ બનાવવામા આવશે. નગરપાલિકામાં ૨૩,૧૧૧ મતદારો છે જેમાં પુરૂષ મતદારો ૧૧,૭૨૪, સ્ત્રી મતદારો ૧૧,૩૮૭ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧૫૦ જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે. આજથી તમામ કર્મચારીઓને ઇવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત, મહેશ ઠક્કર, કે.સી. સુથાર, ચીફ ઓફિસર રવાજી જાડેજા, બી.આર. જાડેજા, એસ.બી. ઘાસુરા, સંજય પટેલ, વિશાલ મહેશ્વરી, મહેશ સુથાર, મેહુલ દવે, પરસોત્તમભાઇ ચાવડા, વિજય જાની સહિતના કર્મચારીઓ દ્વારા જુદી જુદી કામગીરી કરી વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાની ચુંટણી માટે ધમધમાટ શરૂ કરી દીધો છે.
-----------

Comments

COMMENT / REPLY FROM