નલિયાના ચકચારી કેસમાં કચ્છના પૂર્વ ડીએસપી કુલદીપ શર્માને સજાનો હુકમ
એડિશન ચીફ કોર્ટે ત્રણ માસની કેદ અને ૧ હજારનો ફટકાર્યો દંડ : સહ આરોપી ગિરીશ વસાવડાને પણ સજા
૪૧ વર્ષ પછી લાંબી લડત બાદ નામદાર કોર્ટે જે ન્યાય આપ્યો છે તે બદલ અમે ખુશીની લાગણી અનુભવી છીએ : ઈકબાલ મંધરા
ભુજ : અબડાસાના રાજકીય અગ્રણી મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને જે-તે વખતે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અપમાન કરી, અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર મારવાના ચકચારી કેસમાં કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા અને અન્ય આરોપીઓ સામે ભુજની અદાલતે ૪૧ મા વર્ષે ચૂકાદો આપ્યો છે. જેમાં કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા અને સહ આરોપી ગિરીશ વસાવડાને ત્રણ-ત્રણ માસની કેદ અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો મુજબ કોગ્રેસના રાજકિય અગ્રણી અને અબડાસાના મુસ્લિમ મોવડી ઇભલા શેઠ જે-તે વખતના અબડાસાના ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના અન્ય રાજકીય અગ્રણી સાથે નલીયામાં નોધાયેલા ગુ.૨.નં.૪૮/૧૯૮૪ માં પોલીસ દ્વારા પુછપરછના બહાના હેઠળ હેરાન ગતી ન કરે તે માટે રાજકિય તેમજ સમાજીક આગેવાનો સાથે જે-તે વખતના કચ્છના એસપી કુલદિપ શર્માને તા.૬/૫/૧૯૮૪ ના રોજ મળવા માટે તેમની કચેરીએ ગયા હતા અને તે વખતે જયારે કુલદિપ શર્માને ચેમ્બરમાં મળેલા અને રજુઆત બાદ ત્યારે આવેલ વ્યકિતઓની ઓળખાણ એસ.પી કુલદિપ શર્મા પુછતા બધાએ વારા ફરતી પોતાની ઓળખાણો આપી હતી. જયારે ઇભલા શેઠે પોતાની ઓળખાણ આપી ત્યારે તે વખતે કુલદિપ શર્માએ કહ્યું કે ઇભલા શેઠ તમે ? ત્યારે ઇબ્રાહિમ મધંરાએ કહ્યું કે હું શેઠ નથી પણ લોકો મને શેઠ કહે છે. પ્રારંભિક વાત
પુરી થયા બાદ કુલદિપ શર્મા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ઇબ્રાહિમ મધંરા ઉર્ફે ઇભલા શેઠનો અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી અને માર મારેલ અને આ બાબતે જે-તે વખતે ઈભલા શેઠને લાગેલો હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી.સરદારને રોકી અને તા.૮/૫/૧૯૮૪ ના ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને આરોપી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી.સરદારે એવી રજુઆત તેમજ કાયદાના આધારો સાથે કોર્ટમાં દલીલ કરેલ કે સરકારી વકીલનું કામ ફરિયાદ પક્ષનો કેસ પુરવાર કરવાનું છે નહીં કે
આરોપીનો બચાવ કરવાનો, પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જયારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે
પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ. જે-તે વખતે કોર્ટે એમ.બી.સરદારની દલીલો તથા તેમણે રજુ કરેલ કાયદાના આધારો સાથે કોર્ટ સહમત થયેલ અને સરકારી વકીલ આરોપીનો બચાવ કરી શકતા નથી તેવું ઠરાવેલ અને જે-તે વખતે હુકમ કરેલ કે આરોપી જાતે અથવા તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર રહે જેથી આરોપી
કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ રાખેલ અને પોતાનો બચાવ કરેલ ત્યારબાદ
આરોપીઓએ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ તથા સેસન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એમ.બી.સરદાર જાતે ફરિયાદી વતી હાજર રહી દલીલો કરેલ. ૨૦૧૨ મા ફરીથી
આરોપીઓએ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ તથા સેસન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ કરેલ ત્યારે એડવોકેટ એમ.બી.સરદાર સાથે ફરિયાદીના સહાયક એડવોકેટ તરીકે એડવોકેટ આર.એસ. ગઢવી હાજર રહ્યા હતા. ૨૦૨૦ માં કચ્છના એડવોકેટ એમ.બી. સરદારનું અવસાન થતા આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા છે અને ત્યારબાદ આરોપીઓ સામે તમામ જગ્યાએ હાજર થઈ કોર્ટેમાં લડેલ હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેસ મુજબ ઝડપી સુનવણી કરવાની હોઇ અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા. જે
પૈકી બી.એન.ચૌહાણ તથા અન્ય આરોપી પી.એસ.બિશ્નોેઈ ચાલુ પ્રોસિડિંગ દરમ્યાન મુત્યુ થયેલ જયારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગિરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કરેલ અને ફરિયાદપક્ષનો
પુરાવો નોધાયા બાદ આ કેસ આરોપીના સ્ટેટમેન્ટ બાદ તા.૨૮/૧/૨૦૨૫ ના રોજ આખરી સુનવણી પુરી થઇ હતી આજે ૪૦ વર્ષ બાદ જજમેન્ટ આવ્યું હતું.
જેમાં પૂર્વ એસપી કુલદીપ શર્મા અને અન્ય આરોપી ગિરીશ વસાવડાને અદાલતે કસુરવાર ઠેરવી ત્રણમાસની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદીના ઇભલા શેઠના પક્ષ તથા મુળ ફરિયાદી વતી હાજર રહી સિનિયર ધારાશાસ્ત્રી આર.એસ.ગઢવીએ દલીલ કરી હતી. જયારે આરોપી કુલદિપ શર્મા વતી સિનિયર ધારાશાસ્ત્રી બી.એમ.ધોળકિયા તથા અન્ય આરોપી ગીરીશ વસાવડા વતી સિનિયર ધારાશાસ્ત્રી ડી.વી.ગઢવી એ દલીલો કરી હતી. ફરિયાદીના પુત્ર ઈકબાલ મંધરાએ ચાર દાયકા બાદ પોતાના પિતાને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
..................
કોઈક તો બોલો! : કચ્છની સચ્ચાઈ-ખમીરીભરી છબી કયાં લુપ્ત થઈ ગઈ?
જાબાંઝ IPS કુલદીપ શર્મા ન આવ્યા હો’ત
તો કચ્છનો ઈતિહાસ આજે કદાચ બદલાઈ ગયો હોત...!
કુલદીપ શર્માને સજા કાયદાકીય પ્રક્રીયાનો કદાચ ભાગ હોઈ શકે, જે કેસમાં નામદાર અદાલતે વલણ અપનાવ્યુ છે તેના પર ટીપ્પણી જ ન હોઈ શકે, પરંતુ કુલદીપ શર્માએ ૮૦ના દાયકામાં કચ્છની ગુનાહિત આલમ, દાણચોર તત્વોના નાપાક ઈરાદાઓ પર જે જીંદાદીલી-બાહોશી અને પરાક્રમી દીલેરી સાથે પાણી ફેરવી દીધું હતુ, તેવા દેશપ્રેમી-ફરજનિષ્ઠ અધિકારી સામે જો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ નૈતિક બળ તોડવા સમાન હલચલ ઉભી કરવામાં આવતી હોય તો ભવિષ્યમાં નાપાક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જીલ્લામાં કોઈ પણ આઈપીએસ અધિકારી નીડરતા દેખાડી સરહદોને સલામત રાખવાની દીશામાં કાયદાનો ધોક્કો પછાડતા ૧૦૦ વખત કરશે વિચાર? : જાણકારોની લાલબત્તી
શ્રી શર્માએ કાયદાને પ્રસ્થાપિત કરવાની કચ્છમાં કરેલી કામગીરી બદલ તેઓનુ સન્માન દેશના તત્કાલીન સર્વશ્રેષ્ઠ ડીજીપી પૈકીના એક એવા જુલીયો ફ્રાન્સીસ રીબેરોના હસ્તે કચ્છમાં કરાયુ હતુ,
તેવા ઉજળા ઈતિહાસને પણ આપણે સૌએ ભુલવુ ન જોઈએ
શુું આપણે સૌ ભુલી ગયા છીએ કે, આ એ જ કુલદીપ શર્મા સાહેબ છે કે, જેણે કચ્છમાં દાણચોરીના મધ્યાહને પહોચી ગયેલ આલમને આખેઆખી ડામી દીધી હતી, અને તેના પગલે જ કચ્છની એક નહી અનેકવીધ સંસ્થાઓએ તેમનું જાહેરમંચથી કર્યુ હતુ સન્માન? તે વખતે તેમનું સન્માન કરવા કઈક સંસ્થાઓ કતારોમાં ઉભી ગઈ હતી? કેટલાય આગેવાનો લાઈનમાં હતા અને તેમને કલાકો સુધી રાહ જોવી પડી હતી, આવી સંસ્થાઓ અને આગેવાનો અત્યારે કેમ કયાંય આગળ આવતા નથી ડોકાતા?
શ્રી કુલદીપ શર્માના નામે ૮૪ના દાયકામાં ચરી ખાનારા કચ્છના વર્તમાન બની બેઠેલા મોટાભાઈ સમાન પ્રચાર માધ્યમોના કાગળો આજે કેમ શ્રી શર્માની નેત્રદિપક કામગીરીના આલેખનથી અળગા રહ્યા..? કોણ છે શ્રી શર્માના નામે ચરી ખાધા બાદ આજે તેમની મદદે ન ડોકાતા મિત્રો..!
ગાંધીધામ : સાંચને આંચ નથી હોતી, પ્રમાણિકતા એ જ મારો મુદ્રાલેખ છે, આવા સુત્રો ગુજરાત રાજયના જે ગણ્યાગાઠયા આઈપીએસ અધિકારીઓને માટે સદાય બંધબેસતા પુરવાર થતા રહ્યા છે તે પૈકીના એક એવા કુલદીપ એન શર્માની જાબાંજી-દિલેરી-નીડરતા ભરી દેશપ્રેમ જળકાવતી કામગીરીને આજે ફરી અહી યાદ કરવાનો સમય પાકી ગયો છે. ૧૯૮૪માં કચ્છમાં સામેપાર એટલે કે પાકીસ્તાન તરફથી દાણચોરીએ માજા મુકી દીધી હતી પરંતુ તે વખતે કુલદીપ શર્માની કચ્છના એસપી પદે નિમણુક થવા પામતા તેઓએ પોતાના જીવના જાખેમે ભારતને નુકસાન પહોચાડનારા દાણચોરોની સામે જાણે કે, ઝુંબેશ છેડી દીધી હતી અને ભલભલા દાણચોર તત્વોને ભુ ભેગા જ કરી દીધા હતા. કુલદીપ શર્માએ કચ્છમાં દાણચોરોની આલમનો જ જાણે કે ખાત્મો બોલાવી દીધો હતો અને તે કોઈથી છાની રહેલી વાત નથી કારણ કે, કુલદીપ શર્માની જાબાંજી અને દીલેરી ભરી આ કાર્યવાહી માટે તે સમયે અનેકવિધ સંસ્થાઓએ જાહેર મંચ પરથી ભવ્યાતિભવ્ય સ્વાગત-અભિવાદન કર્યુ હતુ અને દાણચોરી આલમને ડામી દેવા બદલ ખરેખર કુલદીપ શર્માએ કરેલી કામગીરી પ્રત્યે લાગણી-પ્રતિસાદ આપ્યો હતો. તે વખતે કઈક એવી સંસ્થાઓ અને આગેવાનો હતા કે કુલદીપ શર્માનું સન્માન કરવા માટે તલપાપડ જોવા મળી આવ્યા હતા. જો કુલદીપ શર્મા સાહેબે દાણચોરી આલમને ડામી દેવાની કરેલી કામગીરીને કચ્છ આખાયની વિવિધ અનેક સંસ્થાઓએ વધાવી લીધી હોય અને તે વખતે ઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય ખુલ્લી તલવારની સાથે સન્માન કરાયુ હતુ તો પછી આજે જયારે કુલદીપ શર્મા સાહેબને એ જ કચ્છમાં નૈતિક રીતે અસર પડે તે અનુસારની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે તેવા સમયે કચ્છની આ બધીય સંસ્થાઓ કે પછી આગેવાનો કયા ખોવાઈ ગયા? કચ્છની તો એક તાસીર ખમીરી અને સત્યતા તથા સચ્ચાઈની રહેલી છે? કુલદીપ શર્મા જો કચ્છમાં ૧૯૮૪માં નિમણુક ન પામ્યા હોય તો દાણચોરીનો યુગ કયા સીમાડાઓ વટાવી ચુકયો હોત? તે તો વિચાર કરો? કુલદીપ શર્મા જો તે વખતે કચ્છમાં ન આવ્યા હોત તો કદાચ કચ્છનો ઈતિહાસ-ભુગોળ પણ અન્ય હોત..? તેવી લાલબત્તી પણ તજજ્ઞો દર્શાવી જ ચુકયા છે. કચ્છ આખુય જાણે છે કે, શ્રી શર્માએ જે તે વખતે દેશવિરોધી કૃત્યો આચરનારાઓની સામે જે જુંબેશ છેડી હતી તેમાં તેમના જીવનુ પુરેપુર જોખમ સંકળાયેલ હતુ. જો આવા અધિકારીઓના મોરલને અસર થાય તેવી કોઈ હરકત થતી હોય અને કચ્છની સંસ્થાઓ, પ્રબુદ્ધવમોભીઓ, આગેવાનો, સહિતનાઓ આવા સમયે પણ મૌન જ સેવીને બેઠા રહ્યા તો તેનાથી અકળાવનારી સ્થિતી બીજી કઈ હોઈ શકે? યાદ રાખજો, આ રીતે આવા જાબાંજ, નીડર,જીંદાદીલ અધિકારીને કોઈ એક યા બીજા કારણો કે પ્રકરણોને લઈને કિન્નાખોરીનો ભોગ ત્રણથી ચાર ચાર દાયકા બાદ બનાવવામં આવતો હશે અને કચ્છ કયાંય તેમની સાથે ખડેપગે ઉભુ નહી રહે તો ભવિષ્યમાં કચ્છમાં જીવના જાખેમે સરહદોના રેખોપા કરનાર બીજા કુલદીપ શર્મા નહી મળે? એટલે કે બીજા પોલીસ અધિકારીઓ કચ્છીજનોની વહારે કુલદીપ શર્માની જેમ ઉભા રહેતા ૧૦૦ વાર વિચાર કરશે તે નકકી છે. કુલદીપ શર્મા દેશસેવાને સમર્પિત રહ્યા છે, તેમનુ આત્મબળ કદાચ અનેકગણુ ઉચું રહ્યુ છે, તેઓ એકલવીર યોદ્વા છે તે પણ આપણે જાણીએ છીએ, આ પહેલા પણ તેઓના ભાઈ પ્રદીપ શર્માના કેસ વખતે પણ તેઓને સરકારશ્રી દ્વારા જુના કેસોમાં હડફેડે લેવાના પ્રયાસો થયા હતા પરંતુ તેમાથી તેઓ એકલવીર યોદ્વાની જેમ જ સત્યમેવ જયતેની ઉકિત સાબિત કરાવી ચૂકયા છે, હાલના સમયે પણ તેઓ એકલા જ સ્થિતીનો સામનો કરી લેવા કદાચ સક્ષમ જ છે પરંતુ કચ્છ અને કચ્છની પ્રબુદ્વસંસ્થાઓની ખમીરી અને ખુમારી દેખાડવાનો અને શ્રી શર્માને તેઓએ કરેલી કામગીરીને ફરીથી યાદ કરી બિરદાવી અને નૈતીક સહકાર આપવો જોઈએ તે જ સમયનો તકાજો બની
રહયો છે.

Comments