Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપા દ્વારા અંતે આદિપુર ચારવાળી રોડ પર ડિમોલીશનનો ધમધમાટ

10 February



મહાનગરપાલીકાના વિકાસકામોમાં રોડ-રસ્તામાં નડતરરૂપ દબાણો નોટીસ બાદ સ્વૈચ્છાએ ન ખસેડાતા અંતે આજ રોજ મનપાતંત્રએ બોલાવી બધડાટી : પોલીસ પ્રોટેકશન સાથે પ૦થી વધુ બિનઅધિકૃત માંચડાઓ દુર ખસેડાયા : કાર્યવાહી ચાલુ રહેવાનો મનપાએ આપ્યો કોલ



એસઆરસી જેવી મહાનસંસ્થાએ પણ તે વખતે આંખ મીચીને આવા અમુક બની બેઠેલા દબાણકારોને છુટોદૌર જ આપી દીધો હોય તેવી રીતે આવા દબાણાકારો શહેર-સંકુલની અંદર ફાટીને ફુલેકે ચડયા હોવાનો દેખાય છે વર્તારો 



ગાધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યૌગીક પાટનગર ગાંધીધામ નગરપાલિકા મનપા બનતા શહેરના વિકાસના રોડમેપ નકકી કરી લેવાયા છે અને તે વિકાસકામોમાં રોડ રસ્તામાં નડતરરૂપ દબાણો દુર કરવા માટે તંત્ર દ્વારા નોટીસ ફટકારાઈ હતી છતા પણ જે દબાણો દુર ન કરાયા તેમને આજ રોજ તંત્ર દ્વરા બુલડોઝર ફેરવવાની કામગીરીનો આંરભ કરી દેવામાં આવ્યા છે. 
આ બાબતે ગાંધીધામ મનપાના મ્યુનિસીપલ કમિશ્નરશ્રી સંજય રામાનુજ દ્વારા વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, નગરપાલીકાનું મહાનગરપાલીકામં રૂપાતંર થયા બાદ શહેરના વિકાસકામો હાથ ધરવા માટે જે દબાણો નડતરરૂપ હતા તે રસ્તા કામો પૈકીના દબાણોને દુર કરવા મનપા દ્વારા પાંચ દીવસ પહેલા નોટીસ આપવામાં આવી હતી., માર્કીંગ કરવામાં આવ્યુ હતુ, જે સમય મર્યાદા આપવામા આવી હતી તે સમયમર્યાદા પૂર્ણ થતા આજ રોજ આદીપુરના ઘોડાચોકથી આગળના વિસ્તામાથી દબાણો દુર કરવાની કામગીરી કરવામા આવી છે. આજ રોજ કુલ પ૦ જેટલા દબાણો દુર કરવામા આવશે. મહાનગરપાલિકાના રપ કર્મચારીઓનો સ્ટાફ હાજર રહી અને આ દબાણ હટાવની કામગીરી કરી રહ્યા હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ કે, નોટીસ આધારીત કેટલાક દબાણો સ્વૈચ્છાએ પણ દુર થવા પામી રહ્યા છે તે સહકારને આવકાર આપ્યો હતો અને અન્ય વિસ્તારોમાં પણ એ જ રીતે કાર્યવાહી ચાલુ રહેશે.આજ રોજ દબાણ દુર કરવાની કામગીરીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના ડે.કમિશ્નર શ્રી મેહુલ દેસાઈ, સંજય રામાનુજ, અંજાર ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી, ગાંધીધામ મામલતદારશ્રી, પીજીવીસીએલ તંત્ર, ફાયર બ્રિગેડ સહિતના અધિકારી-કર્મચારીઓનો કાફલો તૈનાત રહ્યો હતો. આજ રોજ સવારે૧ર વાગ્યા સુધીમાં ૧૦ જેટલા બિનઅધિકૃત દબાણો દુર કરવામા આવ્યા હતા.




...................


મોટામાથાઓના દબાણો કયારે દુર કરશો : આખેઆખી આર્કેટો દબાવાઈ ગઈ છે? તેની સામે તંત્ર બુલડોઝરવાળી કરી દેખાડે....!


રોડ દબાવાયા છે તેવા દબાણો દુર કરાય છે, ત્યારે શહેરમાં બજારોમાં રસ્તાઓ દબાવાયેલા છે, દુકાનોની પાછળના ભાગમાં આખેઆખા રોડ દબાઈ ગયા છે, આર્કેટવાળા અમુકે તો માજા મુકી દીધી છે દબાણો કરવામાં : વેપારી આગેવાનો અમુક બની બેઠા છે તેમના દબાણો પર જ બુલડોજર ફેરવો, એટલે નાના-નાના દબાણકારો આપોઆપ દબાણો ખસેડી લેશે..! 

શહેરની વચ્ચોવચ્ચ પોઝ વિસ્તારમાં આવેલ અર્જન સ્ટોર જેવાઓએ શું દબાણ નથી કરેલુ? કેમ આ તરફ તંત્ર માપણી-તપાસ અને નોટીસોની ફટકાર નથી લગાવતુ?



અમુક આવા બની બેઠલા વેપારી આગેવાનોની દાદાગીરીએ તો માજા મુકી છે, દબાણ કરવામાં શર્મ જ નથી કરી?ઃ તંત્રની ધાકનો પરચો આવાઓને દેખાડો..! : મનપામાં દબાણ હટાવની કામગીરી જે અધિકારીના નેતૃત્વમાં થાય છે તેઓ આવા મોટા માથાઓના દબાણો દુર કરવાની તસ્દી નહી જ લે : તેવોએે અગાઉ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંદકીમાં હાથ ખરાબ કરી લીધા હોવાનુ ચર્ચાય છે.., આ બાબતે અન્ય અધિકારીએ જ કરવો પડશે વિચાર : જાણકારોનો ઈશારો



ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસકામોને આડે આવતા દબાણો પર આજથી લાલઆંખ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્યારે જાણકારો કહે છે કે નાના નાના દબાણો દુર કરવાથી કઈ જ નહી થાય, હકીકતમાં શહેર-સંકુલમાં આવા નાના દબાણો ઉપરાંત કઈક મોટામાથાઓ દબાણોના ઘોડાપુર સર્જી બેઠા છે તેમની સામે લાલઆંખ ભરી કાર્યવાહી કરવાની જરૂર છે. શહેરની બજારોમાં મોટા માથા સમાન અમુક બની બેઠેલા વેપારી આગેવાનોએ તો આર્કેટની આર્કેટ દબાવી બેઠા હોવાનુ મનાય છે. તો વળી બીજીતરફ શહેરમાં દુકાનોની પાછળના ભાગમાં પણ કેટલાક બની બેઠેલાઓ રોડ-રસ્તો દબાણોમાં ખાઈ ગયા હોવાની સ્થિતી સર્જાયેલી છે. કહી શકાય કે અમુક દબાણકારોએ તો માજા મુકી દીધી છે. દબાણ કરવામાં જરા સહેજ પણ શર્મ જ નથી રાખી એટલી હદે આડેધડ દબાણો કરી અને રોડ-રસ્તા દબાવી લીધા છે. જે અમુક વેપારીઓ દ્વારા આવા માજા મુકતા દબાણો થયા છે તેની તેમને કોઈ જરૂર પણ નથી. તદન બિનજરૂરી દબાણો જ કરેલા છે. આ તરફ કાર્યવાહી થાય તે શહેર-સંકુલના દબાણ દુર કરવાની દીશામાં સાચી કામગીરી થઈ કહેવાશે. 



..................


સુંદરપુરીમાં ન.પા.ના પૂર્વ પદાધિકારીએ હોસ્પીટલના
નામે નાળા દબાવી દીધા છે? તે કેમ ન થાય દુર...!



મનપા તત્ર આવતીકાલે સુંદરપુરી વિસ્તારમાં દબાણો હટાવવાની છે ત્યારે પૂર્વ્‌ પ્રમુખ-નગરપાલીકાએ નાળા દબાવી લીધા છે તેના પર ધોંષ બોલાવાશે ખરી?


ગાંધીધામ : શહેર સંકુલમાં હાલમાં મનપા બન્યા બાદ દબાણોને દુર કરવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. નાના નાના દબાણોને હાલમાં રસ્તાની આડે આવતા હોવાનુ કહી અને દુર કરાઈ રહ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ દબાણો દુર થાય છે તે થવા જોઈએ, પરંતુ જે મોટા મોટા દબાણો અને કેટલાક તો નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ રહી ચુકયા છે તેઓએ પણ દબાણોમા માજા મુકી બેઠા છે. કહેવાય છે કે, સુંદરપુરી વિસ્તારમાં હોસ્પિટલના નામે નગરપાલીકાના જ પૂર્વ પદાધિકારી અહી નાળાઓ જેવા નાળાઓ દબાવી બેઠા છે. કેમ આવા તત્વોની ાસમે કડક કાર્યવાહી કરવામા આવતી નથી? તેના પાછળનું રહસ્ય શું છે? કહેવાય છે કે, મનપા તંત્ર કાલે સુંદર પુરી વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરશે તો શું આવા દબાણો પર બુલડોજર ફરશે ખરૂ? કે પછી કોઈને કોઈની શેર શરમ રાખવામા આવશે?



........................



ખુબસુરત શહેર ગાંધીધામને માથાભારે દબાણકારોએ
બદસુરત બનાવી દીધું છે : પ્રબુદ્વવર્ગનો મોટો કચવાટ..!



ગાંધીધામ : ગાંધીધામ શહેરની જે વખતે સ્થાપના થઈ છે તે વખતથી સેકટરવાઈઝ સારી માળખાકીય વ્યવસ્થાઓ મારફે કરવામાં આવી છે. ગાંધીધામ શહેર એકદમ આયોજનબદ્ધ રીતે વિકસાવાયેલુ શહેર હતુ. પરંતુ નગરપાલીકા તંત્ર સહિતનાઓની તદન બેદરકારી કહો કે પછી ભ્રષ્ટાચારી રીતીનીતીઓ, દબાણકારોએ સંકુલમાં એવો અજગરી ભરડો ફેલાવી દીધો છે કે, ખુબસુરત શહેર ગાંધીધામ આજે તદન બદસુરત શહેર બની જવા પામ્યું છે. નહી તો જે રીતે ચંદીગઢ શહેર પ્રથમ નંબરે આવી શકે છે તેમ ગાંધીધામને બીજુ સુંદર-સુદ્રઢ શહેર માની શકાય તેમ છે, અને ત્રીજુ ગાંધીનગર. પરંતુ હાલમાં આ ગાંધીધામ શહેરની અવદશા તદન બદસુરત શહેરજેવી અમુક માથાભારે બની બેઠેલા દબાણકારો અને આગેવાનોએ જાણે કે કરી દીધી હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. 

 

Comments

COMMENT / REPLY FROM