મુંદરામાં એમએચઓના દાણચોરોનો નવો કારસો : ડબલ ફલેક્ષી માં ઈંધણની કરોડોની સ્મગલીંગ યથાવત
કસ્ટમ સહિતની એજન્સી અંધારામાં કે પછી આંખમિચામણા?
મુંદરા કસ્ટમ દ્વારા ફલેક્ષી ટેંકમાં ઈંધણની આયાત બંધ કરવાની પબ્લીક નોટીસ ફટકાર્યા બાદ પણ દાણચોર તત્વો નીતનવા કીમીયા અજમાવી ધુમ એમએચઓની કરી રહ્યા છે આયત : ફલેક્ષી ટેંક બંધ કરવાની સુચના અપાઈ તો હવે આઈએસઓ ટેંકમાં ફરજીયાત લાવવાનાબદલે ડબલ ફલેક્ષીમાં એ જ એમએચઓનો ધમધમી રહ્યો છે દાણચોરીકાંડ
ખાટલે મોટી ખોટ : એમએચઓના નામે ગેરકાયદેસર રીતે ઈંધણ-પેટ્રોલિયમ પદાર્થ, ડીઝલ-કેરોસીન(વ્હાઈટ સ્પીરીટ)લાવનારાઓને સંપૂર્ણ પણે બંધ નહી કરાવાય તો ગમે ત્યારે મોટી હોનારત સર્જાશે : એમએચનોની આયાત ફલેક્ષી કે ડબલ ફલેક્ષીમાં કરી જ નથી શકાતી, છતા આયાત થઈ જ રહી છે, એટલે કસ્ટમ સહિતના જવાબદારો અંજાણ હોય તે કેમ બની શકે? મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનની ગેરકાયદેસર રીતે આયાત કરનાર ગેંગ ખુબજ મોટી છે, મુંબઈના મુખ્ય સુત્રધારોની સાથે ભુજ-ગાંધીધામ-મુંદરા-દુબઈ સહીતના શખ્સોની છે મોટી સિન્ડીકેટ
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા ખાનગી બંદર મુંદરા પર દેશવિદેશમાથી અનેકવિધ મોંઘીદાટ વસ્તુઓ-કોમોડીટીની આયાત-નીકાસ કરવામા આવી રહી છે. જેમાથી ઓઈલ-લીકવીડ વસ્તુઓની આયાત થાય છે તે સમયાંતરે વિવાદમાં આવતી રહેતી હોય છે અને આવી જ કંઈક એમએચઓ મિક્ષ્ડ હાઈડ્રા કાર્બન નામની કોમોડીટી બેધડક રીતે અહીથી મોટા પ્રમાણમાં આયાત કરવામા આવી રહી હતી જેને લઈને અહેવાલો સામે આવ્યા બાદ મુંદરા કસ્ટમ દ્વરા કડકાઈથી કાર્યવાહી કરવામા આવતા તેમાં અંકુશ આવી જવા પામ્ય હોવાનું માનવામાં આવી રહ્યુ છે પરંતુ હકીકતમાં તો દાણચોર ટોળકી નવો કારસો અને કીમીયો અજમાવીને આજે પણ મોટા પ્રમાણમાં એમએચઓની ગેરકાયદેસર હેરફેર અહીથી કરીજ રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ફલેક્ષી કન્ટેઈનરમાં એમએચઓ કે પછી પેટ્રોલિયમ પદાર્થની આયાત કરી જ નથી શકાતી.
આ પ્રકારના કેમીકલની આયાત કરવાને માટે નાગપુરના સ્થિત પેશો કચેરીના ચીફ કન્ટેરોલરશ્રીની પરવાનગી લેવી પડતી હોય છે અને તેઓ ફલેક્ષી કે ડબલ ફલેક્ષીમાં આવી કેાઈ જ મંજુરી આપી શકે નહી. હકીતમાં આ કોમોડીટી પાટે આઈએસઓ સ્ટાર્ન્ડર્ડના જ મોંઘાદાટ ખાસ કન્ટેનરો હોય છે તેમાં જ આયાત કરવાની હોય છે. પરંતુ રાષ્ટ્રની સુરક્ષાને જોખમમં મુકી અને નફો રડી લેવાની લ્હાયમાં ફલેક્ષી કન્ટેઈનરમાં મોટા પ્રમાણમાં વિદેશથી કન્ટેઈનરોની આયાત કરવામાં આવતી રહેતી હતી. ફલેક્ષી કન્ટેઈનરમાં એમએચઓની આયાત બંધ કરાવમાં આવી, કચ્છઉદય દ્વારા તેના ધારદારઅહેવાલો ઉજાગર કરાતા કસ્ટમ કમિશ્નરશ્રી મુંદરાએ પેશો ચીફને પત્ર લખતા ચીફ કન્ટ્રોલર ખુદ મુંદરા આવી ગયા અને આ રીતે ફલેક્ષીમા ઈંધણની આયાતને બંધ કરવાની કડક સુચના આપતા કસ્ટમ મુંદરા વિભાગ દ્વારા એક પબ્લીક નોટીસ ફટકારી અને ફલેક્ષી કન્ટેઈનરોમાં હેજાર્ડીયસ કેમીકલ આયાત ન કરવાની કડક ફટકાર લગાવી હતી. જે બાદ ખુલ્લીને બિનધાસ્ત રીતે જે ફલેક્ષીમાં આયાત થતી હતી તેના પર મહદઅંશે બ્રેક જ આવી જવા પામી ગયો હતો. પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમની આવી કડકાઈ બાદ પણ હજુય મોટા પાયે નવા કીમીયા અને પેંતરા શોધી અને એમએચઓની ગેરકાયદેસર આયાત કરનાર દાણચોર સિન્ડીકેટ બિનધાસ્ત રીતે મોટાપાયે એમએચઓને ઠાલવી જ રહી હોવાનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમવિભાગ અથવા અન્ય ઓથોરીટી દ્વારા ફલેક્ષી બેગ બંધ કરી દીધાની નેાટીસ આપી અથવા તો તે બાદ ૧૦ જેટલાઓને નેાટીસ ફટકારી દીધી એટલે ફલેક્ષી બંધ થઈ ગયા તેવો સંતોષ માનીને બેસી ગયા હોય તેમ જણાય છે પરંતુ ડબલ ફલેક્ષી કન્ટેઈનરનો ધંધો તો હવે વધુ ફુલ્યો ફાલ્યો છે અને તેને કેટલીક ટોળકી બીનધાસ્ત રીતે ચલાવી રહી હોવાનુ મનાય છે. જો વેળાસર જ કસ્ટમ વિભાગના જવાબદારો આ બાબતે કડક નહી બને અને ડલેક્ષીની સાથોસાથ ડબલ ફલેક્ષી કન્ટેઈનરવાળો ખેલ બંધ નહી કરાવે તો કયાંક ને કયાંક મોટા ધડાકાઓ આ ફલેક્ષી કન્ટેઈનરવાળાઓની નફાખોરી ફરી કરોડોની બેનામી પ્રવૃતીઓ થકી જવા પામી જશે અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ મેાટા સવાલો ઉભા થવા પામી જશે તેવી લાલબત્તી જાણકારો દર્શાવી રહ્યા છે.
................
દાણચોરો કેટલા ફાવી ગયા છે, જુઓ તો ખરા?
પબ્લીક નોટીસ બાદ ર૮૦ ફલેક્ષી ટેંક આવ્યા?
રપ૦ માટે મુંદરા કસ્ટમે રીએક્ષપોર્ટના કર્યા હતા ઓર્ડર જેમાથી ર૪૦ રીએક્ષપોર્ટ કરી દેવાયા : ૪૦ જેટલા હજુય પણ છે અદ્વરતાલ
ગાંધીધામ : મીક્ષ હાઈડ્રો કાર્બન ઓઈલના નામે રીતસરનું ઈંધણગેરકાયદેસર રીતે આયાત કરનારી એક મોટી ટોળકી સક્રય બની જવા પામી હતી અને તે ગેંગ એટલી માથાભારે બની ગઈ છે તેનો દાખલો એ વાત પરથી જ મળી રહ્યો છે કે, કસ્ટમ વિભાગ દ્વારા ફલેક્ષી બેગ-કન્ટેઈનર ન લાવવાની પબ્લીક નોટીસ ફટકારી દીધી તેમ છતા પણ તે નોટીસ ઈસ્યુ થયા બાદ ર૮૦ જટેલા ફલેક્ષી કન્ટેઈનરમાં આ એમએચઓને લાવવામા આવ્યા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. મુંદરા કસ્ટમના કમીશ્નરશ્રીની ચાંપતી નજર હેઠળ આ બધાય આવી જતા તેમાંથી રપ૦ને રીએક્ષપોર્ટ કરી દેવાનો ઓર્ડર કરી દેવાયો હતો જેમાથી ર૪૦ જેટલા કન્ટેઈનર રીએક્ષપોર્ટ કરી દેવાયા છે જયારે ૪૦ જેટલાકન્ટેઈનરો કયાંક ને કયાંક હજુય તપાસના રડારમાં હોય તેમ દર્શાય છે.
................
ડબલ ફલેક્ષીમાં કેવી રીતે થાય છે કરોડોની
ગાલમેલ? : આ રહી મોડસ ઓપરેન્ડી..!’
ગાંધીધામ : ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે તેવા ફલેક્ષી કન્ટેઈનરો પર પ્રતિબંધ આવી ગયો છે અને હવે આવા કન્ટેઈનર આવતા ન હોવાનુ મનાઈ રહ્યુ છે પરંતુ હકીકતમાં હવે ફલેક્ષીના બદલે ડબલ ફલેક્ષીના નામે આ દાણચોરીનો ધંધો પુરજોશમાં ધમધમી રહ્યો હેાવાનુ મનાય છે. વાત કરીએ મોડસ ઓપરેન્ડીની તો ડબલ ફલેક્ષી એટલે ડબલ કોટેડ કન્ટેનરો હવે આવી રહ્યા છે, જેમાં સેમ્પલ લેવા કોઈ અધિકારી જાય તો પ્રથમમાં જે ડીકલેર કરેલ હોય તે જ કોમોડીટી મળી આવે પરંતુ હકીકતમાં તેની અંદર બીજુ ફલેક્ષી કન્ટેઈનર અને ખાનુ હોય છે જેમાં એમએચઓ આયાત કરાયુ છે જે કોઈ પકડી શકતુ જ નથી અથવા તો પકડવાની ઈચ્છાશકિત જ ન ધરાવતુ હોય તેમ આ ડબલ ફલેક્ષી કન્ટેઈનરમાં નિતીનીયમોને નેવે મુકીને મોટા પ્રમાણમાં આજે પણ પ્રતિબંધિત એમએચઓ મંગાવાવમા આવી રહ્યા હોવાનુ મનાય છે.
.......................
તો અગાઉ ઈ-સીગારેટમાં ચકચારી ભુજના
અમુક શખ્સોની પણ ખુલશે સંડોવણી..!
મોહમ્મદ તથા અલી નામના ફોલ્ડરીયા શખ્સોની ભુમિકા શું છે? કદાચ આ તત્વો ફ્રન્ટ રનર ચહેરો હશે પરંતુ તેમને ઉઠાવાશે તો ગાંધીધામ -મુંબઈ સહીતની કડીઓ આપોઆપ મળી જશે : કહેવાય છે કે, અગાઉ આ શખ્સો
ગાંધીધામ : મુંદરા કસ્ટમ તરફથી હાલમાં જ એમએચઓની દાણચોરી મામલે અમુકને નોટીસ ફટકારાઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ બાબતેની કડક અને તટસ્થ ઉંડાણભરી તપાસ કરવામા આવશે તો અગાઉ મુંદરામાં ચાઈનિઝ ટોયઝના નામે કરોડોની ઈ-સિગારેટમાં ચકચારી બનેલા ભુજ-મુંબઈ સહિતના શખ્સોના જ નામો બહરા આવી શકે તેમ છે. ભુજ-ગાંધીધામ-મુંદરા સહિતનાઓની પણ અહી સંડોવણી હોવાનુ મનાય છે.

Comments