Trending News
સ્થાનિક સમાચાર

દિલ્હીના રાજકીય દંગલમાં જાયન્ટ કિલર બનેલા પ્રવેશસીંગ વર્માનો કચ્છથી શું છે નાતો?

09 February




ર૦૦૧માં જે કચ્છના અંતરીયાળ ગામડાઓ ખુંદતા હતા, તેવા પ્રવેશસિંગ વર્મા આજે દિલ્હીના રાજકારણમાં સૌથી મોટા ચહેરાને પરાસ્ત કરીને બેઠા છે, ત્રણ ત્રણ વખત સીએમ રહેલા કેજરીવાલને પ્રવેશસિંગે આપી છે કારમી હાર


૨૦૦૧ના ભૂકંપ વખતે શ્રી સાહેબસીંગ વાઁની ટીમએ દુધઇને હેડકવાટૅર બનાવ્યું હતુ કે સ્વ.સાહેબસીંગના તે વખતના પી.એ. શમશેરસીંગ હતા, જેઓનો પણ કચ્છ સાથે રહયો છે આત્મીયતા ભોં સબંધ, શ્રી શમશેરસીંગ (ડીજીપીશ્રી) ભુજમાં એ.એસ.પી. તરીકે પણ સેવા બજાવી ચૂકેલ છે તે વખતે કચ્છના ગામડાઓ ખૂલ્લીજીપોમાં પ્રવેશ સિંગ વાઁએ તેમના પિતાશ્રી સાથે ખૂંદેલા છે, આ બધાયની તે વખતની સેવા ભાવનાભરી મહેનત સાથે કરેલા ઉમદા કાર્યો આજે પણ નઝરે ચડે છે અને દુધઇ એક મોટું સીટી બનાવી દીધું છે


ગાંધીધામ : દિલ્હી વિધાનસભામા ચૂંટણીમાં આપના ધરખમ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને ભાજપના પ્રવેશ સાહિબસિંઘ વર્મા જાયન્ટ કીલરબન્યા છે. તેઓ દિલ્હીના રાજકીય પરીવારના છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પૂર્વ નેતા સાહિબસિંગ વર્માના તેઓ પુત્ર છે. તેમના કાકા આઝાદસિંઘ નોર્થ દિલ્હી મ્યુનીસીપલ કાર્પોરેશનના મેયર રહી ચૂકયા છે. 
દેશ-દુનીયાની નજર જે દીલ્હી વિધાનસભાના ત્રિપાંખીયા જંગ સમાન ચૂંટણી પર નજર મંડરાયેલી હતી ત્યારે હવે જે કેટલાક મોટા ચહેરાઓ અને વિષયોની ચર્ચા પરીણામો બાદ સામે આવવા પામી રહી છે તે પૈકીના એક છે પ્રવેશસિંગ વર્મા. અરવિંદ કેજરીવાલને હરાવીને જાયન્ટ કીલર બનેલા પ્રવેશસિંગનો શું કચ્છથી પણ રહ્યો છે કોઈ નાતો? 
આ વાત સમજવા માટે પૂર્વાધમાં જવુ પડશે. કચ્છમાં ર૦૦૧નો મહાવિનાશક ભુકંપ આવ્યો તે બાદ મોટા મોટા દિગ્ગજો તેમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શિર્ષસ્થ નેતાઅ અહી રૂબરૂ આવી પહોચ્યા હતા. એટલુ માત્ર જ નહી પરંતુ આ મોટા મોટા નેતાઓએ તે વખતની કચ્છની જરૂરીયાતોને સમજી અને સમયની માંગ અનુસારની અઢળક મદદ પણ કરી હતી. દેશના વર્તમાન યશસ્વી વડાપ્રધાન તે વખતે ખુદ 
કચ્છના ગામડાઓમાં ફર્યા હતા. તે વખતે નરેન્દ્રભાઈ ભાજપમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી વહન કરી રહ હતા. તે વખતના દેશના યશસ્વી વડાપ્રધાન અને ભાજપના જ નહી દેશના ગુણી રાજકીય નેતા અટલ બિહારી વાજપાઈ પણ કચ્છથી રૂબરૂ થવા તે વખતે દાડેી આવ્યા હતા. તો વળી મિસાઈલ મેન તરીકે ઓળખાતા પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ પણ  તે વખતે આવ્યા હતા અને આ જ હરોળમાં તે વખતે કચ્છમાં અને પીડીત કચ્છવાસીઓની મદદે-વહારે સાહિબસિંઘ વર્મા પણઆવ્યા હતા. સાહેબસિંઘ વર્માનું પણ કચ્છને નવપલ્લિત કરવામાં અનેરૂ યોગદાન રહેલું છે. 
તેઓએ કચ્છના વીવિધ ગામડાઓ ખુંદયા હતા અને અંજારના દુધઈ ખાતે તેમણે એક મોટી વિશાળ શૈક્ષણિક સંસ્થાનું પણ નિર્માણ કર્યુ હતુ. જે વરસો સુધી કચ્છના જરૂરીયાતમંદોને માટે અભ્યાસનું ઉત્તમ સ્થાન મળી રહ્યું છે. ખૈર અહી વાત કરવી છે, દિલ્હીના જાયન્ટ કીલર તરીકે ઉભરેલા શ્રી પ્રવેશસિંગ વર્માની તો આ પ્રવેશસિંગ એ સાહિબસિંગના જ પુત્ર છે અને જયારે સાહીબસીંગ વર્મા કચ્છમાં ભુકંપ બાદ સેવાભાવનાના ઉમદા ઉદેશ્ય સાથે દોડી આવતા હતા તે વખતે પ્રવેશસિંગ પણ કચ્છના ગામડાઓ ખુંદતા જોવા મળી આવ્યા હતા. એટલે કે ર૦૦૧ બાદના ભુકંપ પછી સાહીબસીંગ વર્માની સાથે પ્રવેશસિંગ વર્મા પણ કચ્છના સુખ-દુખના ચોકકસથી સાથી રહ્યા છે અને એટલે જ તેમનો કચ્છની સાથે એક આત્મીય નાતો રહેલો છે તેમ કહેવુ જરા સહેજ પણ વધુ પડતુ નહી કહેવાય.

Comments

COMMENT / REPLY FROM