Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ખાસ લોક અદલાતોમાં ૧૬૩ કેસોનો નિકાલ થયો 

08 February




૬૧ ટારગેટેડ કેસોનો નિકાલ થયો અને કુલ ૧૬ કરોડની રકમના  એવોર્ડ થયા 

ભુજ : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ એ.એલ. વ્યાસની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં ખાસ લોક અદાલત યોજવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના ન્યાયધીશો દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો, જમીન સંપાદનના કેસોમાં અગાસ્થી સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૬૩ કેસોનો નિકાલ થયેલ છે. આ તબક્કે લોક અદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળના જજ આર.બી. સોલંકીનાઓએ ન્યાયાલયના કર્મચારીઓ, સ્ટેક હોલ્ડર્સ, વકિલોનો આભાર વ્યક્ત કર્યો હતો. 
---

 

Comments

COMMENT / REPLY FROM