કચ્છ ભાજપ દ્વારા દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરાઈ
ભુજ : દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થયા છે. ૧૯૯૩ પછી ફરી એક વખત દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. કચ્છ જીલ્લા ભાજપ દ્વારા દિલ્હીમાં ભાજપની જીત ની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ કમલમ ખાતે જીલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભાજપના હોદેદ્દારો અને કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી ભાજપની જીત વધાવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં લાંબા સમય બાદ ભાજપની સત્તામાં વાપસી થઇ છે. કચ્છ ભાજપ પરિવારમાં તેનો ખાસ્સો ઉમંગ જોવા મળ્યો હતો. ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ભાજપની જીતને અસત્ય પર સત્યના વિજય સમાન ગણાવી હતી. તેમણે આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને દિલ્હી ભાજપ સંઘઠનને અભિનંદન પાઠવ્યા હતા.
---

Comments