Trending News
સ્થાનિક સમાચાર

ગુરુની સન્નિધિમાં યોજાયો ‘બેટી તેરાપંથ કી’ નો કાર્યક્રમ

08 February



આચાર્યશ્રીએ દીકરીઓને પોતાના બાળકો અને પરિવારને સંસ્કારી બનાવવા માટે પ્રેરણા આપી.

ભુજ :   શ્રુ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, મહાતપસ્વી, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી અગીઆર વર્ષ પછી ભુજની પવિત્ર ભૂમિ પર પધાર્યા છે અને ભુજવાસીઓ પર વિશેષ અનુગ્રહ વરસાવી રહ્યા છે. આ અનુગ્રહથી ભુજવાસીઓ પોતાના સૌભાગ્ય પર ફૂલા નથી સમાઈ રહ્યા. આચાર્યશ્રીએ ભુજમાં ગુજરાતનો પ્રથમ મર્યાદા મહોત્સવ યોજીને ભુજ માટે એક નવા  ઈતિહાસનું સર્જ્ન કર્યુ છે.આ મહોત્સવ ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારાં લોકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનના પરિસરમાં યોજાયો હતો.  આ ઉપરાંત, આચાર્યશ્રીએ તેરાપંથ ધર્મસંઘના દસમા અનુશાસ્તા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના દિક્ષા દિને જૈન ભગવતી દિક્ષા સમારોહ યોજી, જેમાં એક દીક્ષાર્થીને મુનિને દિક્ષા આપી હતી, અને ભુજવાસીઓને વધુ એક મહાન આશીર્વાદ પ્રદાન કર્યુ હતુ. આચાર્યશ્રીએ ભુજમાં કુલ સત્તર દિવસના પાવન પ્રવાસ માટે બિરાજમાન છે.આચાર્યશ્રીનો પ્રેરણાદાયક ઉપદેશ  શનિવારે કચ્છી-પૂજ સમવસરણ માં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા, આચાર્યશ્રીએ કહ્યું હતુ કે સંસ્કૃત માં કહેવાયું છે કે જે માતા-પિતા પોતાના સંતાનોને શિક્ષણ અને સારા સંસ્કાર આપતા નથી, તેઓ તેમના શત્રુ સમાન છે.તેમણે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે માનવજીવન ત્રણ પ્રકારના હોય છેઃ
૧. જે લોકો પોતાના જીવન રૂપી મળેલી મૂડી ગુમાવી દે છે. એટલે કે, પાપકર્મોમાં જીંદગી વ્યતિત કરે છે અને ભવિષ્યમાં નરક અથવા તિર્યંચ યોનિમાં જન્મ લે છે.
૨. જે લોકો માત્ર જીવન જીવવા માટે જીવે છે. તે લોકો પાપ પણ કરતા નથી અને ખાસ પુણ્ય પણ નથી કરતા, તેથી તેઓ માનવજન્મ ફરીથી પ્રાપ્ત કરે છે.
૩. જે લોકો ધર્મ-ધ્યાન અને સાધનામાં સમય પસાર કરે છે. તે દેવગતિ પ્રાપ્ત કરે છે અને બાર દેવલોકોમાંથી કોઈ એકમાં જન્મ લે છે.
          આચાર્યશ્રી મહાશ્રમણજીએ શીખવ્યું કે આપણે માનવજીવનનો પૂરતો લાભ લેવો જોઈએ. ૮૪ લાખ યોનિઓમાં ફરીથી માનવજીવન ક્યારે મળશે, તે અનિશ્ચિત છે. તેથી સત્કર્મો કરીને જીવન મૂડીમાં વૃદ્ધિ લાવવી જોઈએ. ધર્મ સેવા, સાધુઓની સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય આપવો જોઈએ.

ધર્મયુક્ત જીવન અને દીકરીઓ માટે સંદેશ. 
 

     આચાર્યશ્રીએ શીખવ્યું કે ધર્મ અને ધ્યાન દ્વારા જીવન સમૃદ્ધ અને શાંત બને છે. સાધુપણ અપનાવવું એ એક મહાન કાર્ય છે. ગૃહસ્થ જીવનમાં પણ ઈમાનદારી, અહિંસા, સંયમ અને સાદગી હોવી જોઈએ. સાધુ-સંતોની સેવા અને સત્સંગનું મહત્વ સમજીને જ જૈન ધર્મના શ્રાવક બારમા દેવલોક સુધી પહોંચે છે.
         આચાર્યશ્રીએ ‘બેટી તેરાપંથ કી’ કાર્યક્રમ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતુ. દીકરીઓ ધાર્મિક બને,પોતાનો અને પરિવારનો આચાર પોઝિટિવ બનાવે, અને બાળકોને સારા સંસ્કાર આપે. ખાદ્યપદાર્થોમાં પવિત્રતા રાખવી, પરિવારમાં શાંતિ અને સદભાવ જળવવો, અને ધાર્મિક ચેતના સદૈવ જાગૃત રાખવી.આચાર્યશ્રીના મંગલપાઠ બાદ, સાધ્વીપ્રમુખાજી ની પાવન સન્નિધિમાં ‘બેટી તેરાપંથ કી’ નું સંમેલન યોજાયું હતુ, જ્યાં સાધ્વીપ્રમુખાજીએ દીકરીઓને આશીર્વાદ અને સંસ્કારમય જીવનની પ્રેરણા આપી અને આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા.આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર શ્રી કિર્તીભાઈ સંઘવી ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ ,યુવકપરિષદ્‌ ,મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે.તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કરછના પ્રીન્ટ મિડિયા પ્રભારીશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM