Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં કોલસાનો કાળો કારોબાર

08 February




ચાર તાલુકામાં ગત વર્ષે ૩૯૧૬ર બોરીઓ પકડાઈ



ભુજ : વનવિભાગની મંજુરી વગર કોલસા પાડવા પર પ્રતિબંધ હોવા છતાં પશ્ચિમ કચ્છના ચાર તાલુકાઓમાં કોલસાનો કારો કાળોબાર ધમધમી રહ્યો છે. વન વિભાગમાંથી પ્રાપ્ત વિભાગમાંથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં અબડાસા તાલુકામાંથી સૌથી વધુ કોલસો પકડવામાં આવ્યો છે. કચ્છમાં ગાંડા બાવળ સહિતના વૃક્ષોને મંજુરી વિના કાપી કોલસો પાડવા પર પ્રતિબંધ છે. વનવિભાગના વર્ષ ર૦૧રના ઠરાવ મુજબ જાહેર કે ખાનગી માલિકીની જમીન પર ઉગેલા ગાંડા બાવળ કે અન્ય વૃક્ષોનું છેદન કરી કોલસો પાડવામાં માટે વન વિભાગની પુર્વ મંજુરી અનિવાર્ય છે. તેમ છતાં પશ્ચિમ કચ્છના અબડાસા, ભુજ, નખત્રાણા અને માંડવી તાલુકામાં ગેરકાયદે કોલસો પાડવાની પ્રવૃતિ ફુલી ફાલી છે. આ અંગેની પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં વર્ષ ર૦ર૪-રપમાં રરપ૪૭ ગેરકાયદે કોલસાની બોરીઓ પકડાઈ હતી જયારે નખત્રાણા તાલુકામાંથી ૧૧૮૮૦, ભુજ તાલુકામાં ૪૭૪પ સહિત કુલ્લ ૩૯૧૭ર બોરીઓ પકડાઈ હતી. જયારે વર્ષ ર૦ર૩-ર૪ માં અબડાસામાંથી રપ૬૦ બોરીઓ પકડાઈ હતી. માંડવી તાલુકામાંથી ૩૭૬૪, નખત્રાણામાં ૩ર૭ અને ભુજ તાલુકામાં ૩૦ બોરી ઝડપી સમખાવા પુરતી કામગીરી કરવામાં આવી હતી. 


........

ગાંડા બાવળના કોલસાની ભારે માંગ


કચ્છ સહિત રાજ્યના મોટા શહેરોમાં આવેલ ઈંટની ભઠ્ઠીઓ, ફેકટરીઓ, હોટલોમાં કોલસાનો વપરાશ થતો હોય છે. અન્ય વૃક્ષોના કોલસાની સરખામણીએ ગાંડા બાવળનો કોલસો વધુ ગરમી આપતો હોવાથી અને લાંબા સમય સુધી ટકતો હોવાથી તેની માંગ વધારે રહે છે. હાલે બજારમાં ગાંડા બાવળનો કોલસો ૪૦૦ થી પ૦૦ રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યો છે. 



વન વિભાગ દ્વારા બાવળનું નિરીક્ષણ કરી મંજુરી આપવામાં આવી હોય ત્યાર બાદ જ કાર્યવાહી થઈ શકે છે. કોલસાને અન્ય સ્થળ પર લઈ જવા માટે વાહતુક પાસ ફરજીયાત છે. પાસ વગર કોલસાને લઈ જવો એ ગુનો બને છે. 

 

Comments

COMMENT / REPLY FROM