Trending News
સ્થાનિક સમાચાર

- તો કચ્છમાં પણ ઝભ્ભાલેંગાઘારીઓની ઓથ તળે  મનરેગા-સુજલામ સુફલામ કૌભાંડોનો થાય ખુલાસો

08 February


દાહોદમાં સ્થાનિક લોકોની જાગૃતી સરાહનીય : મંત્રીપુત્રએ ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની કરી ફરીયાદ 

કરોડાની રકમની કરી દેવાઈ ચૂકવણી : કચ્છમાં પણ જો આવા કામોના ક્રોસ વેરીફીકેશન કરાવાય તો મોટા ભોપાળાઓ બહાર આવવાની સેવાય છે વકી : જરૂર છે, દાહોદની જેમ કચ્છમાથી પણ જાગૃત નાગરીક કે આરટીઆઈ એકટીવીસ્ટ સબંધીત વિભાગોથી આ અંગેની માંગે સચોટ માહીતી

કચ્છમાં સુજલામ સુફલામ યોજના તળાવ ખાણેત્રાઓ, જળાશયો ઉંડા કરવાના કામો કઈક રહ્યા છે માત્ર કાગળ પર : બન્ની વિસ્તાર કે જેનો હજુ રેવેન્યુ દરજજાનો પ્રશ્ન જ લટકતો રહેલો છે, તે વિસ્તારમાં પણ કઈક ગામોમાં સુજલામ સુફલામ હેઠળ તળાવો બનાવી દેવાયાના પકાવી લેવાયા છે બીલો : જેટલા કામો થયા છે તેની યાદી મેળવી અને ત્યાથી ઉપાડેલી માટી સરકારી નિયમ અનુસાર કોના ખેતરોમાં નાખવામાં આવી છે, તેના ૭/૧રની વિગતો માંગવામા આવે તો જીલ્લાવ્યાપી કરોડોનું અ..ધ...રાજકીય ઓથ તળેનું દાહોદથી પણ મોટું કૌભાંડ આવે બહાર : જાણકારોનો ઈશારો


ગાંધીધામ : પાણીદાર ગુજરાત-કચ્છના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા સતત ભગીરથ પ્રયાસો કરવામા આવતા હોય છે. ખેડુતોને પાણીનો પ્રશ્ન ન સર્જાય, આમ પ્રજા પણ પાણીની કીલ્લતોથી બેડાયુદ્ધ ન કરે તે માટે સરકાર કરોડોની યોજનાઓ બનાવી અને પાણીના સંગ્રહ શકિતને વધારવા અને તેનો સંગ્રહ કરવા અનેક આયોજનો જાહેર કરે છે તે પૈકીની એક એવી સુજલામ સુફલામ યોજના છે કે જેના તળે તળાવો ઉડા કરવા સહિતના કામો કરવામા આવતા હોય છે. પરંતુ આ યોજનામાં પણ અમુક માથાભારે બની બેઠેલા રાજકારણીઓ પ્રજાના પૈસા પર રીતસરની ઉઘાડી લુંટ જ ચલાવતા ફરતા હેાય તેવી સ્થિતીનુ નીર્માણ થયુ હોવાની વધુ એક ગંભીર ફરીયાદ સપાટી પર તાજેતરમાં જ આવવા પામી છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતી થઈ હોવાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે. દાહોદ જિલ્લો છેલ્લા કેટલાંક સમયથી વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે. કેમકે, આજ વિસ્તારમાંથી નકલી સરકારી કચેરી પણ ઝડપાઈ હતી, જેમાં ખુદ મંત્રીએ જ ગ્રાન્ટની ફાળવણી કરવા ભલામણ કરી હતી. આ કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી તેવામાં ભાજપ સરકારના એક મંત્રીના પુત્રના કરતૂત બહાર આવ્યાં છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામમાં ૧૭ કીમી અને રેઢાણા ગામમાં ૧૩ કીમી માટી મેટલના રસ્તા બનાવવા રાજ ટ્રેડર્સ, એન. જે એન્ટરપ્રાઈઝ અને રાજ કન્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રક્ટ કંપની ખુદ ભાજપના 
મંત્રીપુત્રની છે. મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યાં નથી. બારોબાર બિલ બનાવી મંત્રીપુત્રના ખાતામાં નાણાં ચૂકવી દેવાયાં હોવાનો આક્ષેપ કરાયો છે. સ્થળ પર કામો કરાયાં નથી તેમ છતાંય બારોબાર બિલ બનાવી મંત્રીપુત્રના ખાતામાં નાણાં ચૂકવી દેવાયાં છે, ૩૩૯ ચેકડેમ બનાવાય નથી તેમ છતાંય પૈસા ચૂકવાયા છે તે સરપંચો- ગ્રામજનોને પણ ખબર નથી. બધુંય કાગળ પર ચાલી રહ્યું છે. ભ્રષ્ટ અધિકારી પણ મંત્રીપુત્રની એજન્સીઓને કામ આપે છે.વર્ષોથી આ પ્રકારે ગેરરીતી આચરી મંત્રીપુત્રીએ લાખો કરોડોને કમાણી કરી છે. આ મામલે સ્થાનિકોએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રે કોઈ 
પગલાં ભર્યા નથી. સ્થાનિકોએ મંત્રીપુત્રને ચેલેન્જ આપી છે કે, જો સ્થળ પર કામો કર્યા હોય તો પુરાવા સાથે દેખાડો. ૪૦થી વધુ ગ્રામજનોએ તો મંત્રીપુત્રના વિરુદ્ધ વિકાસના કામો કર્યાં નથી તેવી લેખિતમાં એફિડેવિટ આપી છે. ખરેખર આ તમામ ગ્રામજનોની હિમંતને બિરદાવી જોઈએ. મંત્રીના પુત્ર દ્વારા ટકે શેર ખાજા ટકે શેર ભાજીના તાલે આડેધડ પ્રજાના પૈસા ભ્રષ્ટાચારથી ચાઉ થઈ રહ્યા છે અને તેની સામે જે ફરીયાદ કરવામા આવી છે તે ગ્રામજનોની હિમંતને અહી અભિનંદન જ આપવા ઘટે. બીજીતરફ છેવાડાના કચ્છમાંપણ જાણકારો કહી રહ્યા છે કે, જો દેવગઢ બારીયામાં જે રીતે લોકોએ હિમંત કરી છે તેમ કચ્છમાથી પણ કેાઈ નરબંકો આગળ આવે, આરટીઆઈ એકટીવીસ્ટ આગળ આવે અને સુજલામ સુફલામ યોજના સહિતની માહીતીઓ સબંધિત વિભાગોથી માંગે તો અહી પણ ચોકકસથી ઝભ્ભાલેંગાવાળાઓની ઓથ તળે જ માત્ર કાગળ પર જ કામો થયા હોય અને તેના અધ ધધ રકમના કરોડોના બીલો ઉધારી લેવાયા હોવાના પણ પ્રકરણો બહાર આવી શકે તેમ છે. કચ્છમાં તો સુજલામ સુફલામ યોજનાના કામોમાં તો જળસંપ્તતી વિભાગની પેટા કચેરીમાં નોડેલ ઓફીસર તરીકે ફરી ફરીને વરસોથી એક જ અધિકારીની નિયુકિત કરવામા આવતી હોવાનુ મનાય છે. આ અધિકારીને કચ્છમાથી બદલી દેવાયા હોય પરંતુ જયારે જયારે સુજલામ 
સુફલામ યોજનાના કામોની વાત આવે એટલે રાજકીય આક્કાઓના માનીતા આ અધિકારી આ કચેરીમાં નોડેલ ઓફીસર તરીકે અચુક ગોઠવાઈ જતા હોય છે. આવુ અમે નથી કહેતા પણ પાછલા પાંચ-સાત વર્ષાનો આંક ચકાસવામાં આવશે તો આ જ અધિકારીનું ફરી ફરીને નોડેલ ઓફીસર તરીકે અહી નામ બોલાતુ હશે? બસ જરૂર છે તો દેવગઢ બારીયામાં જે રીતે લોકોએ હિમંત દેખાડી છે તે જ રીતે અ..ધ...ધ કરોડોના કામો માત્ર કાગળ પર જ કરનારા કચ્છમાં પણ સુજલામ સુફલામ યોજનાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ તથા તેઓ જે રાજકીય આક્કાઓના ઈશારો આ કરોડોના કૌભાંડો આચરતા હોય છે તેવાઓની સામે અવાજ ઉઠાવવાની.

Comments

COMMENT / REPLY FROM