Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત ગુજરાતના ૧પ સ્થળોએ આઈટીના દરોડા : ગુજરાતના રાજકીય નેતાના નજીકના દેવગ્રુપ પર તવાઈ...!

07 February

ઈન્કમટેક્ષ ચોરી કરનારા અમુક મીઠા ડીલર્સ-વેપારીઓમાં ખળભળાટ
’
દેવ સોલ્ટ ગ્રુપના અમદાવાદ, જામનગર, માળીયા, ગાંધીધામ સહિતના યુનિટ પર આજે સવારથી ઈન્કમટેક્ષ વિભાગની ટીમો ત્રાટકી : સર્ચ-સર્વેની કામગીરી બની તેજ : અમદાવાદ, ગાંધીધામ, જામનગર, હરીપર મીયાણા સહિતના સ્થળોએ ૭૦થી વધુ અધિકારીઓ દ્વારા કાર્યવાહી : ગુપ્ત રાહે આદરાયું ઓપરેશન : નાણાકીય વ્યહવારો-રોકડા-દસ્તાવેજો સહિત પર તપાસ થઈ કેન્દ્રિત

’
ગાંધીધામ : ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષને પુર્ણ થવા આડે હવે માત્ર બે જ મહિનાનો સમય બાકી છે તેના નિર્ધારીત લક્ષ્યાંક પુર્ણ કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. છેલ્લા કેટલાંક સમયથી સુષુપ્ત રહેલી ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેશન વીંગે આજ વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આજ સવારથી ગુજરાતના જાણીતા દેવ સોલ્ટ ગૃપ ઉપર ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ૧૫થી વધુ સ્થળોએ દરોડા પાડતા મીઠા ઉત્પાદકો અને ડીલર્સમાં ખળભળાટ મચી ગયેલ છે. ઇન્કમટેક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીધામ, જામનગર, હરીપર મીયાણા, સહિતના સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે. ઇન્કમટેક્ષના જમનગર, રાજકોટ, અમદાવાદ સહિત ૭૦ થી વધુ આયકર અધિકારીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. દેવ ગ્રુપ ઓફ કંપનીઝની હરીપર- મીયાણા, અમદાવાદ ખાતે ઓફીસો સહિતના સવા ડઝન સ્થળોએ આવકવેરાનું  ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લાબાં સમયના વિરામ પછી સૌરાષ્ટ્રમાં આવકવેરા ખાતું  મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઇ છે.  દેવ ગૃપ ઓફ કંપનીઝની ઓફીસો સહીતના સ્થળોએ વહેલી સવારથી આવકવેરાએ તપાસ શરૂ કરી છે અને અમદાવાદની કોર્પોરેટ ઓફીસ હરીપર મીયાણા ખાતે મીઠાના ફેકટરી, નિવાસસ્થાન સહીત સવા ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ-જામનગરથી આઇટી ટીમો તપાસમાં જોડાઇ છે. ગુજરાતના મોટા રાજકીય નેતાના નજીકના કુટુંબીજન થતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા દેવ સોલ્ટ ગૃપ ઉપર દરોડા પુર્વે રાત્રીથી જ ગુપ્ત રાહે કાર્યવામાં કરવામાંઆવી હતી. આયકર વિભાગના અધિકારીઓને પહેલા રાજકોટ બાદ ચોટીલા આસપાસ રોકાણ કરવામાં આવ્યું હતું અને સવારે ૪ કલાકે દેવ સોલ્ટ ગૃપ ઉપર તપાસ કરવા હુકમ થયો હતો.દેવ સોલ્ટ ગૃપ ઉપર તપાસ દરમ્યાન કેટલાક નાણાંકીય વ્યવહારો, રોકડા અને દસ્તાવેજો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે. જો કે, બીજીતરફ  દેવગ્રુપ પર દરોડા પાડવામા આવ્યા છે તે વાતને સમર્થન આપી અને ગાંધીધમામાં કોઈ જ ટીમો હાલમાં સર્વે-સર્ચ કરતી ન હોવાનુ તથા દેવ સોલ્ટ ગ્રુપનું ગાંધીધામમાં કોઈ જ યુનિટ કે ફેકટરી ન હોવાનુ ગાંધીધામ ઈન્કમટેક્ષના સુત્રો જણાવી રહ્યા છે.
 

Comments

COMMENT / REPLY FROM