Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું

07 February

‘ધ કેપીટલ થાઈ’ સ્પામાં મસાજની આડમાં ચાલતા રંગરેલીયાનો પર્દાફાશ : સંચાલકની ધરપકડ કરાઈ 


ગાંધીધામ : પચરંગી સંકુલ ગાંધીધામમાં ફરી એકવાર સ્પા - મસાજની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું છે. કચ્છ કલા બિલ્ડીંગમાં આવેલ ધ કેપીટલ થાઈ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં યુવતીઓને મુકત કરાવી સંચાલકની ધરપકડ કરાઈ છે.ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ દરોડો પાડયો હતો. પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ કચ્છ કલા કોમ્પલેક્ષ બિલ્ડીંગમાં પહેલા માળે ધ કેપીટલ થાઈ સ્પામાં ગઈકાલે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્પામાં મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવાતો હતો. સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની આડમાં મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલતો પુરી પાડી કુટણખાનું ચલાવાતું હતું. કુલ્લ ત્રણ ભારતીય મહિલાઓને પોલીસે મુકત કરાવી હતી. સ્થળ પરથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે મુળ રાજકોટના ગોંડલના હાલે મેઘપર કુંભારડીમાં રહેતા રાજવીર પ્રવીણભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
 

Comments

COMMENT / REPLY FROM