Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાંથી ઝડપાયેલા બે રાજસ્થાની સાયબર ગઠીયા કાંડમાં બેંકમાંથી કોની કોની સંડોવણીઃ કેમ વેળાસર ન થાય તપાસ?

07 February

શીશપાલઅને ગોવિંદરામ નામના રાજસ્થાની શખ્સોએ દેશના જુદા જુદા રાજયમાં ૧૧ ફરીયાદ, ૧૭ બેંકોમાં પપ બોગસ બેંક એકાઉન્ટ ખોલી દીધાનો થયો છે પર્દાફાશ : કચ્છની કઈ કઈ બેંકોમાં બોગસ દસ્તાવેજો આધારે ખોલાયા એકાઉન્ટ : કેટલાની રકમ ફ્રોડ મારફતે કઈ રીતે કોના કોના ખાતામાં થઈ જમા? ઉપરાંત કચ્છમાં જે પણ બેંકોના નામો બહાર આવે છે ે બેંકોએ ખાતા ખોલવામાં આરબીઆઈની તમામ પ્રકારની ગાઈડલાઈનને અનુસરી હતી કે નહી? આ બાબતે વેળાસર તપાસ થવી જરૂરી : જે-તે બેંકના અધિકારીઓ-કર્મચારીઓના વેળાસર જ લેવા જોઈએ કડક પુછાણા : જો ચુક જણાય તો આવી બેંકોના લાપરવાહોની સામે પણ વિના વિલંબે થવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી


ગાંધીધામ : કચ્છના વડામથક ભુજ ખાતેથી તાજતરમાં જ પોલીસ તંત્ર દ્વારા બે રાજસ્થાની સાયબર ગઠીયાઓને ઝડપી પાડી અને કરોડોના બોગસ બેક એકાઉન્ટ ખાતા ખોલાવી અને તેમાં નાણાકીય હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામા આવ્યો છે. ગુજરાત સહિત દસ રાજયોમાં ઓનલાઈન સાઈબર ક્રાઈમનું આ કૌભાંડ ખુલવા પામ્યું છે. ખોટા બેંક ખાતા ખોલાવી અને છેતરપીંડી, ફેકડોકયુમેન્ટસથી એકાઉન્ટ ખોલાવી તેમાં નાણાની હેરફેર ૧૭ બેકોમા પપ જેટલાખાતાઓમાં થવા પામી છે અને દોઢ કરોડની રકમનું ટ્રાન્જેકશન પણ થવા પામી ગયુ હોવાનુ સામે આવવા પામ્યું છે. આ બન્ને ઝડપાયેલા સાયબર ગઠીયાઓના કારસ્તાનો તો તપાસમાં કદાચ ખુલવા પામશે જ પરંતુ સૌ પ્રથમ તો અહી સવાલ એ થાય છે કે, કચ્છમાં પણ બેંકોમાં આ શખ્સોેએ બોગસ ખાતાઓ ખોલ્યા છે તો બેંકના અધિકારી ઉપરાંત સબંધિત કર્મચારીઓના પણ વેળાસર જ કડક પુછાણાઓ લેવા જોઈએ. બોગસ દસ્તાવેજો થોકબંધ રજુ થવા પામ્યા ઉપરાંત પણ બેંકવાળાઓને આ બાબતની ગંધ શુદ્ધા પણ ન આવી? તે કેમ બની શકે.જાણકારો કહી રહ્યા છે કે,અહી પ્રાથમિક તબક્કે સૌથી મોટો પ્રશ્ન તો એ જ સામે આવવા પામી રહ્યુ છે કે જે રાજસ્થાની બે શખ્સો શીશપાલ અને ગોવિંદરામ ઝડપાયા છે તેઓએ કચ્છમાં કઈ કઈ બેકોમાં આ રીતના બોગસ દસ્તાવેજોના આધારે બેંક એકઉન્ટ ખોલાવી દીધા છે? બોગસ આધારે જો એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોય તો પછી જે-તે બેંકોની પણ લાપરીવાહી અહી સામે અવવા પામી જ રહી છે. કારણ કે બેંક ખાતાખોલવા માટેની એક ચોકકસ કડક ગાઈડલાઈનહોય છે, બોગસ દસ્તાવેજો આપી-રજુ કરીને આટઆટલા ખાતાઓ કેવી રીતે ખુલી ગયા? સબંધિત બેકોની ક્રોસ વેરીફીકેશન કરાવની કામગીરીકયાંક ને કયાંક શંકાના દાયરામાં આવી જ રહી છે? હકીકતમાં આ કેસમાં બન્ને પાસેથી જે પણ બેંકમાં કચ્છમાં ખાતા ખોલાયા હોય તેના અધિકારી અને સબંધિત કર્મચારીઓના પુછાણા લેવા માટેની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. બેંક દ્વારા તમામ પ્રકારની ગાઈડલાઈનની અમલવારી આ ખાતાઓ ખોલવામા કરાઈ છે કે નહીો બેંક મેનેજર અને ખાતા ખોલાવનારા કર્મચારીઓની પણ આ બાબતે કડક રાહે તપાસ કરવી જોઈએ.  કારણ કે આ શખ્સો પાસે થોકબંધ બેંકની ચેકબુક સહિતના આધારે પણ કબ્જે તો કરવામા આવ્યા જ છે. 


.............


શાબાશ છે પશ્ચીમ કચ્છ એસપી ટીમ વિકાસ સુંડાને


ગાંધીધામ : ભુજમાંથી જે બે રાજસ્થાની શખ્સોને આર્થીક છેતરપીંડીના કાંડમાં ઝડપી પાડયા છે તે  દેશના અન્ય રાજયો સુધી ફેલાયલ છે. આ આરોપીઓને જે રીતે પશ્ચીમ કચ્છ એસપી વિકાસ સુંડાની ટીમ દ્વારા સતર્કતા અને 
જાગૃતીપૂર્વક ઝડપી પાડયા છે તે ખરેખર કાબીલેદાદ છે. કારણ કે આ આરોપીઓનો એમઓ મોડસ ઓપરેન્ડી જ એવી હોય છે કે તે કામ પતાવીને જેતે વિસ્તાર મુકી દે પછી તેઓને પકડવા-શોધવા કપરુ જ બની રહે તેમ છે. પરંતુ પશ્ચીમ કચ્છ એસપી વિકાસ સુંડાની આગવી કોઠાસુઝ સાથેના માગર્દશનથી આ શખ્સાનેે પકડી લેવાયા છે ત્યારે હવે ઘણુ બધુ બીજુ બહાર આવવા પામશે. કારણ કે આ કૌભાંડમાં મુળ વાત એ છે કે, આ આરોપી વ્યકિત એવી ચાલકી અને યુકિત પૂર્વક ે વધુમાં વધુ બેંક એકાઉન્ટ ખોલાવે છે,  કે તેમની ઓળખ સુધી પહોચવુ લોઢાના ચણા ચાવવા સમાન જ બની રહે તેમ છે. આ શખ્સો દ્વારા બેંક ખાતામં જ ડીટેલ અપાતી હતી તેમાં  મોબાઈલ  નંબર બીજા વ્યકિતના આપતા અને તેનો ઓટીપી તેઓની પાસે એટલે કે આરોપીઓ પાસે આવતો, એટલુ નહી તેમાં સરનામા પણ અન્ય વ્યકિતના જ આપવામાં આવતા હતા એટલે જયા પણ ગુનો બને ત્યાં તપાસ દરમ્યાન જો સાયબરની ટીમ એસ્ટાબીલ્સટ કરવામાં આવે અને તપાસ હાથ ધરાય અને  તે વખતે જયારે બેંકની માહીતી મંગાય ત્યારે જે એડ્રેસ અને મોબાઈલ નંબર મળે છે તે વ્યકિત હોય જ નહી અને મળે જ નહી, એટલે તે તપાસ ત્યાં જ ઠપ્પ થઈ જાતી હોય છે અને આગળની કોઈ લીંક તેમાં સામે આવતી જ નથી.  પરંતુ પશ્ચીમ કચ્છ એસપીશ્રીની ટીમ દ્વારા તો આ પ્રકરણમાં મુખ્ય બે સુત્રધારોને સમયસુચકતા અને સતર્કતા બને દાખવીને શોધી લીધા છે. એટલે ખરેખર શ્રી વિકાસ સુંડાની ટીમને શાબાશી આપવી જ જોઈએ.

Comments

COMMENT / REPLY FROM